બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / "Not Trying To Provoke India, But Want Answers": Canada PM Justin Trudeau Amid Huge Row

દેશો વચ્ચે વિવાદ / 'ભારતને ઉશ્કેરતા નથી પરંતુ'... સરકારના એક્શનથી ઢીલા પડ્યાં કેનેડાના PM, જાણો કેમ બગડ્યાં સંબંધો

Hiralal

Last Updated: 08:54 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને કેનેડાના બગડેલા સંબંધો પર આજે એક મોટો ઘટનાક્રમ સર્જાયો છે. વિવાદ વધતાં આજે કેનેડાના પીએમ જસ્ટીન ટ્રૂડોનું નિવેદન સામે આવ્યું છે.

  • હરદીપ સિંહ નિજ્જર મામલે બગડ્યાં ભારત અને કેનેડાના સંબંધો
  • હરદીપની હત્યામાં ભારતનો હાથ હોવાનો કેનેડાના PMનો આરોપ
  • આજે બન્ને દેશો સામેવાળાના રાજદૂતને દેશમાંથી કાઢી મૂક્યા
  • પીએમ ટ્રુડો બોલ્યાં-ભારતની ઉશ્કેરણી નથી કરવા માગતા 

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની જુનમાં થયેલી હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો ખૂબ બગડ્યાં છે. કેનેડાના પીએમ જસ્ટીન ટ્રૂડોએ ભારત પર ગંભીર આરોપ લગાવીને આ વિવાદની શરુઆત કરી હતી. ટ્રૂડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે અમને અમારી ગુપ્તચર એજન્સીઓએ ઈનપુટ આપ્યાં છે કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. કદાચ પહેલી વાર કોઈ દેશે સીધી રીતે ભારત પર હત્યાનો આવો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે અમારી જમીન પર અમારા નાગરિકની હત્યામાં કોઈ વિદેશી સરકારની સંડોવણી સાંખી નહીં લઈએ. બસ ટ્રૂડોના આવા આરોપ બાદ બન્ને વચ્ચે સંબંધો ખરાબ થવા લાગ્યાં.

ભારતે શું કરી કાર્યવાહી
ભારતે નિજ્જરની હત્યામાં સંડોવણીનો ટ્રૂડોનો આરોપ ફગાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ હવે ભારતે કેનેડાના ટોચના રાજદૂતને 5 દિવસની અંદર દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. 

આજે શું બોલ્યાં કેનેડાના પીએમ 
ભારત સરકારે આ મામલે ઉગ્ર વલણ અપનાવતા જસ્ટીન ટ્રૂડો ઠંડા પડ્યાં છે અને હવે તેમનું નિવેદન આવ્યું છે. ટ્રૂડોએ મંગળવારે કહ્યું કે નિજ્જરની હત્યા મામલે અમે ભારતની ઉશ્કેરણી કરવા નથી માગતા પરંતુ ભારત સરકારે આ મુદ્દાનો યોગ્ય રીતે નિકાલ લાવવો જોઈએ. ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. અમે તેમની ઉશ્કેરણી કરવાનું કામ નથી કરી રહ્યાં. 

કેનેડાએ કાઢ્યાં ભારતના રાજદૂત 
કેનેડાએ પણ ભારતના એક રાજદૂતને દેશનિકાલ કરવાનો ઓર્ડર આપી દીધો છે. ટ્રૂડોના એક નિવેદનથી બન્ને વચ્ચેના સારા સંબંધો વેરણછેરણ થઈ ગયા છે. 

અત્યાર સુધી સારા હતા ભારત-કેનેડાના પીએમ
ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી ટ્રૂડો નહોતા બોલ્યાં ત્યાં સુધી ભારત અને કેનેડાના સંબંધો સારા હતા પરંતુ જેવું તેમણે મોં ખોલ્યું કે તરત બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. 

કેનેડામાં 18 જૂને ખાલિસ્તાની આતંકી નિજ્જરની થઈ હતી હત્યા
ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકી અને મૂળ પંજાબના હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં 18 જુન 2023ના દિવસે એક ગુરુદ્વારની બહાર બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાના 2 મહિના બાદ ટ્રૂડોએ ભારત પર નિજ્જરની હત્યાની સંડોવણીનો આરોપ લગાવીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

ટ્રૂડોએ કેમ લગાવ્યો ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ
કેનેડાના વરિષ્ઠ પત્રકાર ટેરી મિલવસ્કીએ એવો દાવો કર્યો કે પીએમ ટ્રૂડોએ વોટબેન્કની રાજનીતિ માટે ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. કેનેડામાં શીખોની વસતી મોટા પ્રમાણમાં છે અને તેઓ તેઓ શીખોને નારાજ કરવા નથી માગતા આથી તેમણે ખાલિસ્તાની આતંકીની હત્યા પર સહાનુભૂતિ પ્રગટ કરતાં ભારત પર મોટો આરોપ કરી નાખ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ