બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Not only Nitish Kumar, these two veteran leaders also increased the tension of Congress

રાજનીતિ / નીતિશ કુમાર જ નહીં, આ બે દિગ્ગજ નેતાઓએ પણ વધાર્યું કોંગ્રેસનું ટેન્શન: INDIA ગઠબંધનનું શું થશે?

Priyakant

Last Updated: 08:39 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDIA Alliance News Latest News: આ રાજ્યમાં પ્રશાસને રાહુલ ગાંધીની જાહેર સભાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો તો અહીં સપા નેતાએ કોંગ્રેસ પહેલા જ સીટ શેરિંગની  જાહેરાત કરી દેતાં કોંગ્રેસે ચોખવટ કરવી પડી

  • લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધન માટે ચિંતાજનક સમાચાર 
  • નીતિશ કુમારની NDAમાં સામેલ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું 
  • પશ્ચિમ બંગાળ પ્રશાસને રાહુલ ગાંધીની જાહેર સભાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો 
  • અખિલેશ યાદવે ટ્વિટ કરીને લોકસભામાં સીટ શેરિંગને લઈ માહિતી આપી

INDIA Alliance News : લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધન માટે ન માત્ર નીતિશ કુમાર પણ અન્ય બે નેતાઓએ પણ ટેન્શન વધાર્યું છે. વાત જાણે એમ છે કે, નીતિશ કુમારની NDAમાં સામેલ થવાની ચર્ચા વચ્ચે બીજા બે રાજ્યોમાં કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે રવિવારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત પશ્ચિમ બંગાળ પ્રશાસને રાહુલ ગાંધીની જાહેર સભાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે મમતા બેનરજીએ તો ખુદ એકલા હાથે ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે. આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ અખિલેશ યાદવે ટ્વિટ કરીને લોકસભામાં સીટ શેરિંગને લઈ માહિતી આપી છે. જે બાદ માં કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચોખવટ કરી હતી કે, સીટો ફાઈનલ થઈ ગઈ છે પણ જાહેરાત થઈ નથી. તેમણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જાહેરાત કરવામાં આવશે. 

INDIA ગઠબંધનના નામે થોડા દિવસો પહેલા એકસાથે જોવા મળતી કોંગ્રેસ અને TMC વચ્ચેની ખેંચતાણ હવે વધી રહી છે. પશ્ચિમ બંગાળ પ્રશાસને રાહુલ ગાંધીની જાહેર સભાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. રવિવારે સિલીગુડીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે એક જાહેર સભા યોજાવાની હતી. જોકે પોલીસની પરવાનગીના અભાવે તે રદ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, આગામી બેઠક ફલાકાટા, અલીપુરદ્વારમાં યોજાવાની છે, પરંતુ આ અંગે ચોક્કસ કંઈ કહી શકાય નહીં. આ જાહેર સભાને પણ મંજૂરી ન મળવાનો ભય છે. 

જાણો રેલીની મંજૂરી ન આપવાનું પોલીસે શું આપ્યું કારણ?
સિલીગુડી પોલીસ વડા સી સુધાકરે કહ્યું કે, 28 જાન્યુઆરી રવિવારે બે પરીક્ષાઓ યોજાવાની છે. જેમાં પોલીસ ભરતીની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં લાઉડ સ્પીકર વગાડવા અને ભીડ એકઠી કરવાની પરવાનગી આપી શકાય નહીં. પરીક્ષાની તારીખ પહેલેથી જ નક્કી હતી. બેઠકની યોજના પાછળથી જણાવવામાં આવી હતી. 

રાહુલ-મમતા કરી રહ્યા છે રેલી 
આસામ બાદ કોંગ્રેસની ન્યાય યાત્રા ગુરુવારે પશ્ચિમ બંગાળ પહોંચી હતી. દરમિયાન રાહુલ ગાંધીબે દિવસનો વિરામ લઈને દિલ્હી પરત ફર્યા હતા. હવે 28મી જાન્યુઆરીથી ફરી યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા જલપાઈગુડી, અલીપુરદ્વાર, ઉત્તર દિનાજપુર, દાર્જિલિંગ થઈને આગળ વધશે અને પછી બિહાર પહોંચશે. એક તરફ રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળમાં છે તો બીજી તરફ મમતા બેનર્જી પણ ઘણા જિલ્લામાં જાહેરસભાઓ કરવા જઈ રહ્યા છે. મમતા બેનર્જી પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ રાજ્યમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મમતા બેનર્જી હવે 2 ફેબ્રુઆરી સુધી કૂચ બિહાર, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, માલદા, મુર્શિદાબાદ અને નાદિયામાં સભાઓ કરશે. 

કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ આપ્યું મોટું નિવેદન 
લોકસભામાં વિપક્ષના નેતાઅધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તેમણે ઘણા સમય પહેલા જ ન્યાય યાત્રા વિશે પ્રશાસનને જાણ કરી દીધી હતી. રાજ્ય સરકાર આ રીતે કેમ અવરોધો ઉભી કરી રહી છે તે અમારા માટે મોટો પ્રશ્ન છે. અમને જે સહકારની અપેક્ષા હતી તે પશ્ચિમ બંગાળમાં મળી રહી નથી. અમે 28 જાન્યુઆરીએ જાહેર સભા માટે પરવાનગી માંગી હતી. પરંતુ પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જ્યારે TMCના પ્રવક્તા કુણાલ ઘોષનું કહેવું છે કે, અધીર રંજન ભાજપની ભાષામાં મમતા બેનર્જી પર પ્રહારો કરી રહ્યા છે. યાત્રા રાજ્યમાં પહોંચતા પહેલા મમતા બેનર્જીને જાણ કરવી પણ તેમણે યોગ્ય ન માન્યું. તેઓ BJPના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. 

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધી થાણા મોરથી એરવ્યુ મોર સુધી રેલી કરી શકે છે, ત્યારબાદ તેઓ બાગડોગરા જશે. ત્યારબાદ તે ઉત્તર દિનાજપુર પહોંચશે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે, યાત્રા પશ્ચિમ બંગાળ ક્યારે પહોંચી રહી છે તેની કોઈ માહિતી તેમને મળી નથી. જ્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, મમતા બેનર્જીને પત્ર લખીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને પત્ર લખ્યો હતો. અમારા તમામ નેતાઓ ઈચ્છતા હતા કે મમતા બેનર્જી તેમની સાથે યાત્રામાં જોડાય, પછી ભલે તે માત્ર 10-15 મિનિટ માટે જ હોય. 

જાણો હવે ઉત્તરપ્રદેશમાં શું છે સમસ્યા ? 
લોકસભા ચૂંટણી 2024 ને લઈને ઘણા રાજ્યોમાં બેઠકોની વહેંચણીને લઈને INDIA ગઠબંધનના રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કોંગ્રેસને 11 બેઠકો આપવાની જાહેરાત કરી હતી. જેના પર કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંચાર) જયરામ રમેશ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.  કોઈપણ રાજ્યનું નામ લીધા વિના કોંગ્રેસના નેતા જયરામે કહ્યું કે કેટલાક રાજ્યોમાં બેઠકોની વહેંચણી અંગે સર્વસંમતિ સધાઈ છે. સીટો ફાઈનલ થઈ ગઈ છે પણ જાહેરાત થઈ નથી. તેમણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જાહેરાત કરવામાં આવશે. જયરામ રમેશે વધુમાં કહ્યું કે, અત્યારે અમારા પ્રયાસો રવિવાર (28 જાન્યુઆરી)ના રોજ 'ભારત જોડો ન્યાય યાત્રા' ફરી શરૂ કરવાના છે. તેમણે એમ પણ કહ્યું કે અમારા માટે ખૂબ જ આનંદની વાત હશે કે જો તેઓ (મમતા બેનર્જી) યાત્રા દરમિયાન હાજર રહેશે તો તે આપણું સૌભાગ્ય હશે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે પશ્ચિમ બંગાળ અને બિહારમાં બેઠકોની વહેંચણીના મુદ્દાઓને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ-TMC વચ્ચે સીટની વહેંચણી અંગેના ઝઘડા પર કોંગ્રેસના નેતાએ કહ્યું કે, તેણી (CM મમતા બેનર્જી) હંમેશા એમ કહીને વાત પૂરી કરે છે કે, તેમની પ્રાથમિકતા ભાજપને હરાવવાની છે. કોંગ્રેસ અને INDIA ગઠબંધન માટે પણ આ પ્રાથમિકતા છે. 

અખિલેશ યાદવે શું કહ્યું હતું ? 
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરતી વખતે 'INDIA ગઠબંધન'ની ટીમ અને 'PDA'ની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે. 

વધુ વાંચો: બપોરે રાજીનામું, સાંજે ફરી શપથગ્રહણ! નીતિશ કુમારના 'ખેલ'થી બિહારથી લઈને દિલ્હી સુધી ઉથલપાથલ

INDIA ગઠબંધનમાં રાષ્ટ્રીય મુદ્દા સર્વોપરી
કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ કહ્યું કે, રાજ્ય સ્તરે સમસ્યાઓ હોઈ શકે છે પરંતુ INDIA ગઠબંધનમાં સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ જોડાણના આર્કિટેક્ટ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેના સહ-આર્કિટેક્ટ ગણાવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ