બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / North India shivers in bitter cold: The state recorded a minimum temperature of 4.2 degrees Celsius

કાતિલ ઠંડી / કડકડતી ઠંડીમાં ધ્રૂજ્યું ઉત્તર ભારત: આ રાજ્યમાં સૌથી ઓછું 4.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ક્યારે મળશે શીતલહેરથી રાહત

Priyakant

Last Updated: 08:13 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં ગાઢ ધુમ્મસ રહેશે, ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી રસ્તાઓ પરના વાહનો, ટ્રેન અને હવાઈ સેવાઓને થઈ અસર

  • પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો
  • હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હરિયાણા, પંજાબમાં ઠંડી વધી 
  • ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં તાપમાનનો પારો 6થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો 

Weather Update : હાલ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીથી લોકો પરેશાન છે. વિગતો મુજબ પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં તાપમાનનો પારો છથી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. ઠંડીનું મોજું અને ઠંડા પવનોએ લોકોને પરેશાન કર્યા છે. 

હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં ગાઢ ધુમ્મસ રહેશે. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રસ્તાઓ પરના વાહનો હોય, ટ્રેન હોય કે હવાઈ સેવાઓ, તેની સંપૂર્ણ અસર થઈ છે. પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને આસામના ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને લઘુત્તમ તાપમાન છ થી નવ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું, જ્યારે પૂર્વીય ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં. 10-12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.

હરિયાણા અને પંજાબમાં છ ડિગ્રીથી નીચે તાપમાન
IMD અનુસાર હિસાર હરિયાણામાં સૌથી ઠંડું સ્થળ હતું જ્યાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ હતું. પંજાબમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમૃતસરમાં 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચંદીગઢમાં પણ તીવ્ર ઠંડી જોવા મળી હતી, જ્યાં લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વિસ્તારમાં એક સપ્તાહ કરતા વધુ સમયથી સવારના ધુમ્મસની અસર જોવા મળી રહી છે. ફતેહાબાદ, ઝજ્જર, અંબાલા અને કરનાલમાં પણ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો, જ્યાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 5.4 ડિગ્રી સેલ્સિયસ, 6 ડિગ્રી સેલ્સિયસ, 6.4 ડિગ્રી સેલ્સિયસ અને 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના ફરીદકોટ, ભટિંડા, લુધિયાણા અને ગુરદાસપુરમાં પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 5.5 ડિગ્રી, 5.6 ડિગ્રી, 5.9 ડિગ્રી અને છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

વધુ વાંચો: ફરી ગુજરાતમાં વરસાદના રાઉન્ડની આગાહી, ત્રણ દિવસ ધમધોકાર, ખેડૂતો માટે હવામાન વિભાગે કરી માઠી આગાહી

રાજસ્થાનમાં ધુમ્મસનું સામ્રાજય 
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડી ચાલુ છે અને ઘણી જગ્યાઓ શીત લહેરોની પકડમાં છે. હવામાન કેન્દ્ર અનુસાર, બુધવારે રાત્રે લઘુત્તમ તાપમાન સીકરમાં 1.0 ડિગ્રી સેલ્સિયસ અને ફતેહપુરમાં 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય સિરોહીમાં 4.1 ડિગ્રી, ફલોદીમાં 4.6 ડિગ્રી સેલ્સિયસ, જેસલમેરમાં 5.0 ડિગ્રી, બિકાનેરમાં 5.2 ડિગ્રી, ચુરુ અને પિલાનીમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં ગંગાનગરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 7.5 ડિગ્રી અને 11.5 ડિગ્રી જ્યારે સાંગરિયામાં 7.1 ડિગ્રી અને 9.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હવામાન સૂકું રહ્યું હતું. ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું જ્યારે પૂર્વી રાજસ્થાનના ઘણા વિસ્તારો શીત લહેરની લપેટમાં છે.

યુરોપિયન દેશો કાતિલ ઠંડીની ચપેટમાં 
પશ્ચિમ યુરોપના ઘણા દેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. યુરોપના ઘણા દેશોમાં તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. મોસ્કો, ફ્રાન્સ, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ગ્રીનલેન્ડમાં ઠંડીથી લોકો પરેશાન છે. ઉત્તરી ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને બ્રિટનમાં પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સ્કેન્ડિનેવિયામાં મોટાભાગના રસ્તાઓ બંધ છે. બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સાઇબિરીયા અને આર્કટિક પ્રદેશમાંથી ઠંડી હવાની લહેર પશ્ચિમ રશિયા તરફ ફૂંકાઈ રહી છે. મોસ્કો અને અન્ય પ્રદેશોમાં તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. ઉત્તરી ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને બ્રિટનમાં પૂર જેવી સ્થિતિ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ