બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / No white bread for breakfast, start eating this bread from today

આરોગ્ય / બ્રેકફાસ્ટમાં વ્હાઇટ નહીં, આજથી આ બ્રેડ ખાવાનું શરૂ કરો, મળશે એનર્જી, ઘટશે કોલેસ્ટ્રોલ

Pooja Khunti

Last Updated: 11:07 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકો સવારે બ્રેડ ખાવાનું પસંદ કરતાં હોય છે. તેમા પણ બ્રાઉન બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. જાણો તેનાથી થતાં ફાયદાઓ વિશે.

  • નાસ્તામાં બ્રાઉન બ્રેડ ખાવાનાં ફાયદાઓ 
  • કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે 
  • બ્રાઉન બ્રેડ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે

લોકો નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સફેદ બ્રેડ બનાવવામાં 50% મેદાનો લોટ અને 50% ઘઉંનાં લોટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, તેમાં પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરવામાં આવે છે. જેના કારણે તે લાંબા સમય સુધી બગડતી નથી. જો કે, તેની આડઅસર પણ છે. જેના કારણે સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ભય રહે છે. આવી સ્થિતિમાં તેના બદલે સવારના નાસ્તામાં બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરી શકાય છે. જે સંપૂર્ણ પણે ઘઉંમાંથી બને છે. જાણો બ્રાઉન બ્રેડ શું છે અને તેનાથી શરીરને ક્યા ફાયદાઓ થાય છે. 

બ્રાઉન બ્રેડ 
બ્રાઉન બ્રેડ સંપૂર્ણપણે ઘઉંમાંથી બનાવવામાં આવે છે. તે વધુ પ્રક્રિયામાંથી પસાર થતી નથી. તેથી તે પોષણમાં પણ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, ફાઈબર જેવા ઘણા ખનિજ તત્વો હોય છે. આ ખાવાથી ન તો બ્લડ શુગર લેવલ વધે છે કે ન તો કોલેસ્ટ્રોલ.

વાંચવા જેવું: જો તમે વધતા જતા વજનથી પરેશાન હોય તો 21 દિવસ સુધી કરો આ કામ, જલ્દીથી ઓછું થશે વજન 

નાસ્તામાં બ્રાઉન બ્રેડ ખાવાનાં ફાયદાઓ 

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે 
નાસ્તામાં બ્રાઉન બ્રેડનાં સેવનથી તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. 

ડાયાબિટીસ 
બ્રાઉન બ્રેડમાં હાજર ફાઈબર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જે ગ્લુકોઝના શોષણને ધીમું કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે.

એનર્જી 
બ્રાઉન બ્રેડ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. જે શરીરને એનર્જી આપે છે. કાર્બોહાઇડ્રેટ્સ પણ શરીરના ઘણા કાર્યોમાં મદદ કરે છે.

પોષક તત્વો 
આ સિવાય બ્રાઉન બ્રેડ ફોલિક એસિડ, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન E અને B6 જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમારા શરીરને પોષણ આપવામાં મદદરૂપ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ