બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / No religious events will be allowed on streets: UP CM Yogi

ઝાંસી / યોગી સરકારનો મોટો નિર્ણય, જાહેર રસ્તા પર હવે કોઈને પણ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નહીં

Hiralal

Last Updated: 06:09 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સીએમ યોગી આદિત્યનાથે એવું જણાવ્યું છે હવેથી યુપીમાં જાહેર રસ્તા કે શેરી પર કોઈ પણ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નહીં મળે.

  • સીએમ યોગી આદિત્યનાથની મોટી જાહેરાત
  • જાહેર રસ્તા પર હવે કોઈ નહીં કરી શકે ધાર્મિક કાર્યક્રમ
  • જાહેર રસ્તા પર ધાર્મિક કાર્યક્રમ કરનારની સામે કડક પગલાં 

યુપી સરકારે એક મોટો નિર્ણય લેતા જાહેર રસ્તા કે શેરી પર કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઝાંસીની મુલાકાતે આવેલા સીએમ યોગીએ તાજેતરની લલિતપુર ખાતેની ઘટના અંગે ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આ અંગે પોલીસ અધિક્ષક પાસે જવાબ માંગ્યો હતો. તેમણે મોડી કાર્યવાહી અંગે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

ધાર્મિક સ્થળની અંદર જ કાર્યક્રમો ગોઠવો, બહાર નહીં-યોગી 

સીએમ યોગી આદિત્યનાથે ધાર્મિક કાર્યક્રમ વિશે કહ્યું કે 'ધાર્મિક સ્થળ પર ધાર્મિક કાર્યક્રમો થવા જોઈએ, જ્યારે મંજૂરી મળે ત્યારે જ સરઘસ યાત્રા કાઢવી જોઈએ.' આ ઉપરાંત શસ્ત્ર સરંજામનું પ્રદર્શન ન થવું જોઈએ, તેને પણ કડક રીતે બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ સભાગૃહમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિકાસ કાર્યો અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા પહેલા બુંદેલખંડના પરંપરાગત સાહિત્ય, ઇતિહાસ, કલા સંસ્કૃતિ અને અન્ય વારસાની જાળવણી માટે માંડલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગેની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. 

માફિયાઓ પર સીએમ યોગીએ જાહેર કર્યો આદેશ
સીએમ યોગીએ પોલીસને માફીયાઓ સામે કાર્યવાહી કરવાની તાકીદનો ઓર્ડર કર્યો છે. સીએમે કહ્યું કે માફિયાઓ પ્રત્યે સહાનુભૂતિ ન હોવી જોઈએ, સામાન્ય માણસ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. મુખ્યમંત્રીએ એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોએ લગાવવામાં આવેલા લાઉડસ્પીકરો જે બંધ કરવામાં આવ્યા છે તે ફરીથી સ્થાપિત ન થાય. સાથે જ મુખ્યમંત્રીએ એ વાતનું પણ ધ્યાન રાખવાની સલાહ આપી કે અવાજને પરિસરની બહાર ન જવા દેવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ