બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / No post like Deputy CM in Constitution: PIL filed in court against both Deputy Chief Ministers of Rajasthan

અપીલ / બંધારણમાં ડેપ્યુટી CM જેવુ કોઈ પદ નથી: રાજસ્થાનના બંને ઉપમુખ્યમંત્રીઓ સામે કોર્ટમાં PIL દાખલ

Megha

Last Updated: 10:29 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમના શપથ લેવા અંગે PIL દાખલ કરવામાં આવી, અરજીમાં કહેવામાં આવ્યું કે, 'ભારતના બંધારણમાં ડેપ્યુટી સીએમના કોઈ પદનો ઉલ્લેખ નથી, આ જોગવાઈઓનું ઉલ્લંઘન છે.'

  • રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમના શપથ લીધા બાદ એક નવી સમસ્યા સામે આવી
  • ડેપ્યુટી CM તરીકે શપથ લેવા અંગે PIL દાખલ કરવામાં આવી
  • અરજદારે આ પદ માટે લીધેલા શપથને "ગેરબંધારણીય" ગણાવ્યા 

રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમના શપથ લીધા બાદ એક નવી સમસ્યા સામે આવી છે. રાજસ્થાન હાઈકોર્ટમાં શનિવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાના ડેપ્યુટી CM તરીકે શપથ લેવા અંગે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી.

અરજદારે નાયબ મુખ્યમંત્રી પદ માટે લીધેલા શપથને "ગેરબંધારણીય" ગણાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતના બંધારણમાં ડેપ્યુટી સીએમના કોઈ પદનો ઉલ્લેખ નથી. આ ભારતના બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ પદ નથી. આ એક રાજકીય પોસ્ટ છે અને તે ગેરબંધારણીય છે. અરજદારે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક રદ કરવાની અપીલ કરી છે.

આ અરજી રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ શનિવારે દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાની શપથ ગ્રહણ અને ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક ગેરબંધારણીય અને કાયદાની વિરુદ્ધ છે. એડવોકેટ ઓમ પ્રકાશ સોલંકીએ પોતાની અરજીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના સચિવ, મુખ્ય સચિવ, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને પક્ષકાર બનાવ્યા છે.

હાઈકોર્ટના વકીલે આ અરજીમાં કહ્યું છે કે, 'ભારતના બંધારણમાં ક્યાંય પણ ડેપ્યુટી સીએમનું કોઈ પદ નથી અને ન તો આ પદ પર નિમણૂકની કોઈ જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 163 અને 164 હેઠળ, રાજ્યપાલની મંત્રી પરિષદની નિમણૂક ફક્ત મુખ્યમંત્રીની ભલામણ પર કરવામાં આવે છે. શપથ માત્ર કલમ ​​163 હેઠળ લેવામાં આવે છે અને આમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓને શપથ લે છે.'

ઓમ પ્રકાશ સોલંકીએ કહ્યું કે 'જો કે, શુક્રવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા, જ્યારે બંધારણ હેઠળ માત્ર મંત્રીઓ જ શપથ લઈ શકે છે. આવી સ્થિતિમાં ડેપ્યુટી સીએમનું પદ કાલ્પનિક છે અને બંને ડેપ્યુટી સીએમ દ્વારા લીધેલા શપથ ગેરબંધારણીય છે. તેથી, અમે અપીલ કરી છે કે આ બંને પદો અને નિમણૂકોને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવામાં આવે.'

આ દરમિયાન રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. બૈરવાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર નથી ઈચ્છતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ જનતા સુધી પહોંચે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલી યોજનાઓના નામ બદલ્યા છે. બૈરવાએ અગાઉની સરકાર દરમિયાન દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ