બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / no otp needed for upi payments up to rs 1 lakh for credit card bills

તમારા કામનું / ઝંઝટ ખતમ: હવે વગર OTPએ UPIથી 1 લાખ સુધીનું કરી શકશો પેમેન્ટ, RBIએ આ કારણોસર લીધો નિર્ણય, લિમિટ વધારી

Arohi

Last Updated: 04:58 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Payment Without OTP: RBIએ ક્રેડિટ કાર્ડ, મ્યૂચ્યુઅલ ફંડ વગેરે માટે 1 લાખ સુધીના પેમેન્ટને વગર OTPએ કરવાનો આદેશ આપી દીધો છે.

  • વગર OTPએ 1 લાખ સુધીનું પેમેન્ટ થશે 
  • RBIએ આ કારણોસર લીધો નિર્ણય 
  • લિમિટ વધારવાના આપ્યા આદેશ 

UPI પેમેન્ટ દ્વારા હવે 1 લાખ રૂપિયા સુધીના પેમેન્ટ માટે OTPની જરૂર નહીં થાય. જી હાં, આરબીઆઈએ એક નવા આદેશમાં મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ, વીમા પ્રીમિયમ માટે પેમેન્ટની લિમિટને વધારી દીધી છે. હવે યુઝર્સ 15000 રૂપિયાની જગ્યા પર 1 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ વગર OTPએ કરી શકશે. 

ભારતીય રિઝર્વ બેંકે વેપારીઓને વસ્તુઓ અને સેવાઓના અવેજમાં ગ્રાહકોની પરવાનગીથી તેમના ખાતાથી નિશ્ચિત સમય પર ઓટો ડેબિટ દ્વારા પૈસા કપાવવાની લિમિટ અમુક મામલામાં હાજર 15,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની પરવાનગી આપી છે. આ લિમિટ મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રીમિયમ જેવી અમુક પસંદગીની કેટેગરિ માટે બનાવવામાં આવી છે. 

વધતા ટ્રાન્ઝેક્શનના કારણે લીધો નિર્ણય 
જણાવી દઈએ કે હાલ ઓટો ડેબિટમાં વગર કોઈ ઓફિશ્યલ વેરિફિકેશન કરે ગ્રાહકોના ખાતાથી સીધા પૈસા લેવાની લિમિટ હાલના સમયમાં 15000 રૂપિયા છે. તેનાથી વધારેની ચુકવણી માટે વધારે વેરિફિકેશનની જરૂર પડે છે. હવે કેન્દ્રીય બેંકે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનની વધતી સંખ્યા અને વ્યવસ્થાને સુવિધા જનક બનાવવા આ નિર્ણય કર્યો છે. 

દર મહિને થઈ રહ્યા છે 2800 કરોડ ટ્રાન્ઝેક્શન 
RBI અનુસાર આ પ્રકારે દર મહિને 2800 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. વિવિધ તબક્કાઓમાં મ્યૂચ્યુઅલ ફંડ, વીમા પ્રીમિયમની ચુકવણી અને ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી જેવી શ્રેણીઓમાં સીમા વધારવાની જરૂર છે. તેને જોતા કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે. 

કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષા રજુ કરતા કહ્યું, "મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રીમિયમ અને ક્રેડિટ કાર્ડ બિલોની ચુકવણી માટે એક લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ માટે એએફએની જરૂરથી છૂટ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે."

તેમણે કહ્યું કે અન્ય જરૂરીયાતો જેવી કે ટ્રાન્ઝેક્શન પહેલા અને બાદની સુચનાઓ, યુઝર્સ માટે તેનાથી બહાર નિકળવાની સુવિધા વગેરે તે ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. આ વિશે સંશોધિત પરિપત્ર જલ્દી જ જાહેર કરવામાં આવશે. એક અન્ય નિર્ણયમાં આરબીઆઈએ નાણાકીય ફિનટેક પરિવેશમાં વિકાસની સારી સમજ અને ક્ષેત્રના સમર્થન માટે કરેલા ફિનટેક રિપોજિટરી સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ