બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / No need to stand in queue for passport anymore new experiment of passport office

સુવિધા / પાસપોર્ટ માટે હવે લાઈનમાં નહીં ઊભા રહેવું પડે, પાસપોર્ટ ઓફિસનો નવતર પ્રયોગ

Kishor

Last Updated: 04:41 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આવેલી રીઝનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા પાસપોર્ટ માટે અરજદારોને લાઈનમાં ન ઊભવું પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

  • પાસપોર્ટ માટે હવે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે
  • રિઝનલ પાસપોર્ટ ઓફિસનો નવતર પ્રયોગ
  • એક કેમ્પ અને ત્વરિત નિકાલ

સામાન્ય રીતે લોકોના મનમાં સરકારી કચેરી એટલે ધક્કા ખવાઓનું માધ્યમ એવી જ માનસિકતા બંધાઈ ચૂકી છે. એમાં પણ પાસપોર્ટની વાત આવે એટલે તો કેટલાક લોકોનું મગજ જ બેર મારી જતું હોય છે. કેમ કે, પાસપોર્ટ ઓફિસો બહાર લાંબી લાઈનો જ લાગતી હોય છે. પાસપોર્ટ માટે દસ્તાવેજી પુરાવાઓ ખૂબ જ જરૂરી હોવાથી અનેક વખત અરજદારોને ધકકાઓ ખાવા પડતા હોય છે. પરંતુ આજે અમદાવાદમાં આવેલી રીઝનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેથી લોકોને હવે લાઈનમાં ઊભું રહેવું પડશે નહિ.

અરજદારોના પાસપોર્ટની ક્ષતિઓ ઉકેલવા કેમ્પનું આયોજન
ભવિષ્યમાં પરદેશ જવા માગતા લોકોની ઊડાન સરળ કરી આપવા તંત્ર કામે લાગ્યું છે. અમદાવાદ સ્થિત ગુલબાઈ ટેકરા પાસેની રિઝનલ પાસપોર્ટ ઓફિસના પરિસર એક જ સ્થળે એક જ સમયે અરજદારોના પાસપોર્ટની તમામ ક્ષતિઓ અને સમસ્યાઓનો ઉકેલ આવે એ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે અહીં વહેલી સવારથી જ રાજ્યભરમાંથી લોકો પહોંચી ગયા હતા. લોકોએ પાસપોર્ટ ઓફિસની આ પહેલની પ્રસંશા કરી હતી હતી.

દેશ જવા ઈચ્છુક અનેક લોકોના દિલ જીતી લીધા
ગુજરાતમાં કોઈને પણ પાસપોર્ટ સંબંધિત કોઈ સમસ્યા હોઈ તો તેનો અમદાવાદના કેમ્પમાં ત્વરિત નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા કરાઇ હતી. 1 જાન્યુઆરી 2022થી 30મી જૂન સુધીની તમામ પાસપોર્ટ અરજી સંબંધિત સમસ્યાનો નિકાલ આ કેમ્પ દ્વારા કરવામાં આવ્યા હતા. કેમ્પને લઈ ગુજરાતના છેવાડાના વિસ્તારોમાંથી લોકો અમદાવાદ ખાતેની પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા. ગુજરાતના સોમનાથ, આણંદ, ગોંડલ, પોરબંદર, દ્વારકા, મહેસાણાથી લોકો પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ પહોંચ્યાં હતા. જેમાંના કેટલાક લોકોને આ કેમ્પનો સારો અનુભવ પણ રહ્યો તો કેટલાકને ફરીવાર નિરાશ થવું પડ્યું હતું. પાસપોર્ટ વિભાગની કેટલીક ક્ષતિઓને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આમ, આજે અમદાવાદમાં આવેલી રીઝનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા જે નવતર પ્રયોગ હાથ ધર્યો તેણે પરદેશ જવા ઈચ્છુક અનેક લોકોના દિલ જીતી લીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ