બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / nila infrastructures bags two prestigious award for anant sky and redevelopment project

એવોર્ડ / Nila Infrastructuresને બેસ્ટ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને Nila Spacesને બેસ્ટ સેલિંગ પ્રોજેક્ટનો ઍવોર્ડ મળ્યો

Vishnu

Last Updated: 12:42 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 16 વર્ષથી રિયલ એસ્ટેટમાં એક્ટિવ મીડિયાહાઉસ ‘Realty+' એ રિયલ એસ્ટેટ ક્ષેત્રના એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતની જાણીતી કંપની Nila Infrastructres અને Nila Spaces Ltd ના ખાતામાં મહત્વના ઍવોર્ડ ગયા છે.

  • Realty+'એ કરી એવોર્ડની ઘોષણા
  • નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફ ધ યરનો ઍવોર્ડ
  • નીલા સ્પેસિસ લિમિટેડને રાણીપમાં આવેલા અનંત સ્કાય માટે બેસ્ટ સેલિંગ પ્રોજેક્ટ ઓફ ધ યરનો ઍવોર્ડ

દેશના અગ્રણી રિયલ એસ્ટેટ મેગેઝીન રિયલ્ટી પ્લસ દ્વારા અમદાવાદના પ્રોજેક્ટ ડેવલપર ‘નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ’ને અને નીલા સ્પેસિસ લિમિટેડને આ વર્ષે નામાંકિત એવોર્ડ મળ્યાં છે. Reality+ના રિયલ્ટી પ્લસ એક્સેલન્સ એવોર્ડ્સ 2021માં  ‘બેસ્ટ સેલિંગ પ્રોજેક્ટ ઓફ ધ યર’ અને ‘રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફ ધ યર’ એમ બે એવોર્ડ આપ્યા છે. જૂના રાણીપ વિસ્તારમાં નીલા સ્પેસિસ દ્વારા વિકસાવવામાં આવેલા અનંત સ્કાયને બેસ્ટ સેલિંગ પ્રોજેક્ટ ઓફ ધ યર અને વસ્ત્રાલમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ. દ્વારા રિડેવલપ કરવામાં આવેલા છનાજીના છાપરાને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. આ અગાઉ પણ 2019માં આ કંપનીને રી- ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળી ચૂક્યો છે.

ગુજરાત રાજ્યમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અંતર્ગત ઘણી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ્સ ડેવલપ કરતી હોય છે. જો કે આ પૈકી અમુક જ પ્રોજેક્ટ એવા હોય છે જેને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે. લોકોની તમામ સવલતો સચવાઈ જાય અને રિયલ એસ્ટેટના ફિલ્ડમાં ઇનોવેશન અને વિઝન દાખવે એવા શ્રેષ્ઠ પ્રોજેક્ટને બેસ્ટ પ્રોજેક્ટ ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરાય છે. 

નીલા સ્પેસિસના સેલ્સ હેડ નિસર્ગ ઠક્કરે સિદ્ધિ વર્ણવી
નીલા સ્પેસિસના સેલ્સ હેડ નિસર્ગ ઠક્કરે આ સિદ્ધિ હાંસલ કરતાં ખુશીની લાગણી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે પ્રોજેક્ટના લોન્ચિંગ દરમિયાન અમારું સેમ્પલ હાઉસ તૈયાર ન હતું તેમ છતાંય વર્ચુઅલ રીતે ગ્રાહકને સેમ્પલ બતાવી તેમનું ઘર ડિજિટલી રીતે બતાવ્યું હતું. થોડા સમય બાદ સેમ્પલ તૈયાર થતાં આકર્ષક પેમેન્ટ પ્લાન, ગ્રાહકને દરેક વસ્તુમાં ચોખવટ આપી વ્યવસ્થિત રીતે માર્કેટિંગ પ્લાન બનાવ્યા જેથી 460 મકાન એકથી દોઢ વર્ષના સમયગાળા દરમિયાન સેલ કરી નાંખ્યા છે.

બેસ્ટ સેલિંગ પ્રોજેક્ટ ઓફ ધ યર : અનંત સ્કાય
અમદાવાદના ઓલ્ડ રાણીપ વિસ્તારના અર્જુન આશ્રમ રોડને અડીને ડેવલપ કરેલ અનંત સ્કાય પ્રોજેક્ટને બેસ્ટ સેલિંગ પ્રોજેક્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. આ પ્રોજેક્ટ એફોર્ડેબલ હાઉસિંગ માટે પરફેક્ટ ગણવામાં આવે છે. કુલ 7900 સ્ક્વેર મીટરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટને 82 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 10 ઓકટોબર 2018માં આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો અને કપરા કોરોનાકાળ છતાં પ્રોજેક્ટ 22 ફેબ્રુઆરી 2021ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રોજેક્ટમાં 1 BHK ફ્લેટના 264 યુનિટ્સ (કિંમત આશરે 15 લાખ), 2 BHKના 196 યુનિટ્સ (કિંમત 23 લાખથી 26.5 લાખ) અને 10 દુકાનોનો સમાવેશ થાય છે. મધ્યમ વર્ગનો અને પહેલી વખત પ્રોપર્ટી ખરીદતો વ્યક્તિ પણ મકાન લઈ શકે તેવા આકર્ષક ભાવ અને ક્લબ હાઉસ, ઈન્ડોર ગેમ્સ, પાર્કિંગ, લિફ્ટ, CCTV જેવી અત્યાધુનિક સુવિધાઓને પગલે ફ્લેટ્સનું ધડાધડ 18.5 યુનિટ પ્રતિ મહિનાની ઝડપે વેચાણ થયું હતું. 

 

રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફ ધ યર   : છનાજીનાં છાપરા
અસારવાના ખોડિયાર નગરમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સે ‘છનાજીનાં છાપરા’ના રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ 25 કરોડના ખર્ચે હાથ ધર્યો હતો. આ પ્રોજેક્ટમાં 316 યુનિટનો સમાવેશ થતો હતો જે પૈકી 307 રેસિડેશ્યલ યુનિટ હતા જ્યારે 9 દુકાનો હતી. બે જ વર્ષના ગાળામાં બિફોર ટાઈમ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. રીડેવલપમેન્ટ તરીકે આ ગરીબ પરિવારોને પૂરતી સુવિધાઓ મળે તેને ધ્યાનમાં રાખીને અગાસી ઉપર વીટ્રિફાઇડ ટાઇલ્સથી વોટર પ્રૂફિંગ, ઘરમાં ગ્રેનાઇટના પ્લેટફોર્મ, સિરામિક ટાઇલ્સ, કોપર વાયરિંગ, પ્લાસ્ટર, RCCનું મજબૂત કન્સ્ટ્રકશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર રૂફટોપ, પાર્કિંગ, લિફ્ટ જેવી ફેસીલીટીઝ ઉમેરવામાં આવી હતી.આ પ્રોજેક્ટ પાછળનો ઉદાર હેતુ સ્થાનિક લોકોને સ્વચ્છ પર્યાવરણ મળે, સારું આરોગ્ય મળે, રોગચાળો કાબૂમાં રહે, લોકોને નોકરીની તકો મળે અને સૌને પાકું મકાન મળી રહે તે પ્રકારનો હતો. 

અમદાવાદમાં તેઓ મકરબા, વેજલપુર, થલતેજ, નવરંગપુરા અને ગુજરાતમાં બેચરાજી, સેવાસી, મોડાસા, સુરત, અમરેલી, રાજકોટ ઉપરાંત રાજસ્થાન સહિતના સ્થળોએ રેસીડેન્શયલ અને નોન રેસીડેન્શયલ પ્રોજેક્ટ્સ બનાવી ચૂક્યા છે. રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને ગુજરાત સરકાર સાથે રહીને તેઓ BRTS, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ) વગેરે સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ કરી ચૂક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ