બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / Nicholas Pooran gave a reply to Hardik Pandya's challenge took to social media after hitting two sixes

IND vs WI / હાર્દિક પંડ્યાને ચેલેન્જ આપવી ભારે પડી: બે સિક્સર ફટકાર્યા બાદ નિકોલસ પૂરને સોશ્યલ મીડિયા લીધી મજા

Megha

Last Updated: 11:31 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Pandya VS Nicholas Pooran: ત્રીજી T20 મેચમાં જીત બાદ હાર્દિક પંડ્યા એ પુરનને એક પડકાર ફેંક્યો તો પુરને છેલ્લી મેચમાં હાર્દિકના આ પડકારનો જડબાતોડ જવાબ આપ્યો સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ મજાક બનાવ્યો હતો.

  • ટીમ ઈન્ડિયા  વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી T20માં 8 વિકેટે હારી
  • ટીમ ઈન્ડિયા 3-2થી સીરિઝ પણ હારી ગઈ હતી
  • હાર્દિક અને પૂરન વચ્ચે થયું હતું શાબ્દિક યુદ્ધ

Hardik Pandya VS Nicholas Pooran : ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી T20માં 8 વિકેટે હારી ગઈ. આ સાથે ટીમ ઈન્ડિયા 3-2થી સીરિઝ પણ હારી ગઈ હતી. સતત 12 સીરીઝ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા કોઈ સીરીઝમાં હારી હોય. સાથે જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનો આ રેકોર્ડ એક જ ઝાટકે તૂટી ગયો હતો. 

હાર્દિક પંડ્યા મેદાન પર ગમે ગમે તે રીતે રમે પણ મેચ પહેલા અને બાદમાં હાથમાં માઈક આવતાની સાથે જ તે મોટી-મોટી વાતો બોલવા લાગે છે અને આ વાતો ઘણી વખત તેને ટ્રોલિંગનો શિકાર બનાવે છે.  આવું જ કંઈક ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20I પછી થયું. આ વખતે હાર્દિકને મેદાનમાં જ નહીં તેની બહાર પણ જોરદાર જવાબો મળ્યા અને જવાબ આપનાર વેસ્ટ ઈન્ડિઝનો વિકેટ કીપર બેટ્સમેન પૂરન હતો.

પૂરને હાર્દિકનો મજાક બનાવ્યો
નિકોલસ પૂરને ભારત સામેની T20I સિરીઝમાં જોરદાર સ્કોર કર્યો હતો. પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે ચૂંટાયેલા પુરને આ સિરીઝમાં 184 રન બનાવ્યા હતા.  સિરીઝની પાંચ મેચમાં તેને 41, 67, 20, 1 અને 47 રનની ઇનિંગ્સ રમી હતી. પુરને ભારતીય બોલરોને ઘણી પરેશાન કરી હતી.અને પાંચમી મેચમાં બેટિંગ કર્યા બાદ પૂરને સોશિયલ મીડિયા પર પણ હાર્દિકનો મજાક બનાવ્યો હતો. 

હાર્દિક અને પૂરન વચ્ચે શાબ્દિક યુદ્ધ
વાત એમ છે કે બંને વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત હાર્દિક પંડ્યાએ કરી હતી અને નિર્ણાયક મેચમાં નિકોલસ પૂરન દ્વારા તેનો અંત આવ્યો હતો. વાસ્તવમાં ત્રીજી T20 મેચમાં જીત બાદ હાર્દિકે પુરનને પડકાર ફેંક્યો હતો અને પુરને છેલ્લી મેચમાં હાર્દિકના આ પડકારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સીરિઝની ત્રીજી ટી-20 મેચ બાદ હાર્દિકે પુરનને પડકાર ફેંકતા કહ્યું કે, 'પૂરન બેટિંગ કરવા મોડો આવે તો અમારા માટે અમારા બોલરોને અટેક પર લગાવવામાં સરળતા રહી. જો નિકીને એટેકિંગ રમવું હોય તો મારી સામે રમો, એ જ પ્લાન હતો. મને આવી સ્પર્ધાઓ ગમે છે. હું જાણું છું કે આ મારી વાત સાંભળશે અને આગામી મેચમાં મને હરાવવાનો પ્રયાસ કરશે.

જોકે ચોથી મેચમાં આવું થઈ શક્યું ન હતું પણ પાંચમી મેચમાં પુરને હાર્દિકને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે હાર્દિકના બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી. જો કે આ બાદ પૂરને તેના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિકની સ્ટોરી મૂકીને મજાક પણ ઉડાવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ