બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / Newborn baby girl found abandoned in forest area in Bhavnagar

માનવતા મરી! / અમે આ બાળકીને રાજી ખુશીથી ત્યજી દીધી છે..' પશુ ચરાવતા માલધારી બાળકીના રડવાનો અવાજ સાંભળી દોડ્યા, જુઓ પછી શું બન્યું

Kishor

Last Updated: 12:12 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસ્કારીનગરી ભાવનગરમા માનવતા મરી પરવડી હોય તેમ જંગલ વિસ્તારમાંથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવી હતી.

  • વલ્લભીપુરના પાટણા નજીક જંગલ વિસ્તારમાં નવજાત બાળકી મળી આવી 
  • ગાયો ચરાવતા ગોવાળોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા 
  • માલધારીઓએ ગામના લોકોને જાણ કરતા લોકોના ટોળા એકત્રિત થયા 

ભાવનગર જિલ્લાના વલભીપુરના પાટણા ગામે હચમચાવી મુકતો કિસ્સો સામે આવ્યો છે..જેમાં પાટણા ગામ પાસે જંગલ વિસ્તારમાં નવજાત બાળકી મળી આવતા ભાગદોડ મચી ગઇ હતી. જેની તપાસમાં બાળકીને ત્યજી દેવામાં આવી હોવાથી ચકચાર મચી છે. બીજી તરફ નિષ્ઠુર માતા પિતા સહિતનાઓ સામે લોકોમાં ચારે કોરથી ફિટકાર વર્ષી રહ્યો છે. ફૂલ જેવી બાળકીને ત્યજી દેતી માતાને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Newborn baby girl found abandoned in forest area in Bhavnagar

બાળકીને રાજી ખુશીથી ત્યજી હોવાનો ચિઠ્ઠીમાં ઉલેખ કરાયો 
ભાવનગરમાં વલભીપુરના પાટણા ગામેં માલધારી યુવાન પશુ ચરાવતો હતો. આ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ તે દોડી ગયો હતો. જ્યા તપાસ હાથ ધરતા બાળકી મળી આવી હતી.  બાદમાં માલધારીએ પાટણા ગામના લોકોને જાણ કરતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આથી લોકોની પ્રાથમિક તપાસમાં બાળકીની સાથે એક નોટ પણ મળી આવી હતી. જેમાં બાળકીને રાજી ખુશીથી ત્યજી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

Newborn baby girl found abandoned in forest area in Bhavnagar

બાળકીની સાથે એક નોટ પણ મળી આવી હતી 

 આથી ગામલોકો પણ ચોંકી ઊઠ્યાં હતા. બાદમાં ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે હાલ જોખમથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ પોલીસે બાળકીને તરછોડીને ફરાર થયેલ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ