બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / સ્પોર્ટસ / Cricket / new zealand beat england rachin ravindra devon conway century england vs new zealand

અમદાવાદ / ન્યૂઝીલેન્ડના વિજયી શ્રીગણેશ, ઈંગ્લેન્ડને હરાવીને જીતી વર્લ્ડ કપની પહેલી મેચ, બે કિવી બેટર અંગ્રેજો પર તૂટી પડ્યાં

Hiralal

Last Updated: 09:22 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને ન્યૂઝીલેન્ડે વિજયી શ્રીગણેશ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં 283 રનનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો

  • વર્લ્ડ કપની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડના વિજયી શ્રીગણેશ
  • ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને જીતી પહેલી મેચ 
  • ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રે સદી ફટકારી 

ક્રિકેટના મહાકૂંભ ગણાતા ક્રિકેટના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને વર્લ્ડ કપની પહેલી મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી મળેલો 283 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં પૂરો કરી લીધો હતો. 

ન્યૂઝીલેન્ડની ટીમે 36.2 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો 
આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટીમે 36.2 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. 10 રનના સ્કોર પર વિલ યંગના રૂપમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. પરંતુ તે પછી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ મોરચો સંભાળ્યો હતો અને ઇંગ્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઇ શરૂ કરી દીધી હતી. પહેલા બંનેએ પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પછી બંનેએ પોતપોતાની સદીઓ પૂરી કરી હતી. પ્રથમ સ્ટાર ઓપનર ડેવોન કોનવેએ તોફાની અંદાજમાં સદી ફટકારી હતી. તેણે 83 બોલમાં આ સદી ફટકારી હતી. તે દરમિયાન કોન્વેએ 2 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ રચિન રવિન્દ્રે પણ સદી ફટકારી હતી. રવિન્દ્રે 96 બોલમાં 123 રન કર્યાં હતા. 

ડેવોન કોનવેએ વર્લ્ડ કપની પહેલી સદી ફટકારી
તેણે ઇંગ્લેન્ડના બંને પેસરો અને સ્પિનરોની ધોલાઈ કરી હતી. ડાબોડી બેટ્સમેન કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પુરી કરી હતી, જે તેની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે જ આ તેમનો પહેલો વર્લ્ડ કપ છે અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી છે. કોનવે લાંબા સમયથી કિવી ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ સાથે સતત રમી રહ્યો છે અને દરેક ફોર્મેટમાં રન બનાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો, તેથી જવાબદારી તેના પર હતી કે તે ટીમને આગળ વધારે. તેમને 3 નંબર પર ઉતરેલા રચિન રવિન્દ્રએ સાથ આપ્યો હતો. તેઓ સદી ફટકારવાની પણ નજીક પહોંચી ગયા છે.

ન્યૂઝીલેન્ડે લીધો હારનો બદલો
2019ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું જેનો હવે ન્યૂઝીલેન્ડે બદલો લીધો છે અને પહેલી જ મેચમાં તેણે ધમાકેદાર શ્રીગણેશ કર્યાં છે. 

ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં
પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં હતા. જો રૂટે 86 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 43 રન અને જોની બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને 2-2 સફળતા મળી હતી. કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો. વિલિયમસનની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. 

ઈંગ્લેન્ડની ટીમ : જોની બેરસ્ટો, દાવિદ મલાન, જો રુટ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકિપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ અને માર્ક વૂડ.

ન્યૂઝીલેન્ડની ટીમ : ડેવોન કોન્વે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ લાથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મેટ હેનરી, મિચેલ સેન્ટનર, જેમ્સ નીશમ, ટ્રેન્ટ બોલ્ટ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ