બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / NEW YORK: 77 years old woman said that how she lost 12 million dollars 30 years ago

અચંબિત / OMG! કચરામાં નાખી દીધા 1 અરબ રૂપિયા, એક મૂર્ખતા અને હાથમાં આવેલી લક્ષ્મી રવાના, કહાની જાણી તમે પામશો નવાઈ

Vaidehi

Last Updated: 06:54 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂયૉર્કની એક 77 વર્ષીય મહિલા જેનેટ વેલેંટીએ જણાવ્યું કે કેવી રીતે તે એક નાની મૂર્ખાઈમાં 1 અરબ રૂપિયા ગુમાવી બેઠી. હવે ગરીબીમાં જીવન વિતાવવું પડે છે.

  • 77 વર્ષીય મહિલાએ જણાવી પોતાની કહાની
  • કહ્યું 30 વર્ષ પહેલા મૂર્ખાઈમાં ગુમાવ્યાં અરબો રૂપિયા
  • ભૂલને લીધે પાછળનું જીવન ગરીબીમાં વિતાવવું પડ્યું

77 વર્ષીય મહિલા જેનેટે ખુલાસો કર્યો કે કેવી રીતે 30 વર્ષ પહેલા તે પોતાની મૂર્ખાઈને લીધે 12 મિલિયન ડોલર એટલે કે આશકે 1 અરબ રૂપિયા ગુમાવી બેઠી અને આખું જીવન પોતાના બાળકોની સાથે ગરીબીમાં વિતાવ્યું.

12 મિલિયન ડોલર જીતી ગઈ
જેનેટ વેલેંટી પોતાના પતિ બ્રૂનોનાં 1984માં મૃત્યુ બાદ પોતાના 2 બાળકો કેવિન અને જેનિફરનું મુશ્કેલીથી પાલન-પોષણ કરી રહી હતી. તેમણે 17 જૂલાઈ 1991નાં ગ્રેનાઈટવિલેમાં ડેલિસટેસન જે.એન.જેમાં $1ની લોટરી ટિકીટ ખરીદી હતી. બીજા દિવસે તેના એક મિત્રે તેને જણાવ્યું કે સ્ટેટન દ્વીપમાં એક વિનિંગ ટિકીટ વેંચવામાં આવ્યું છે જ્યારે જેનેટે વિનિંગ લોટરી નંબર ચેક કર્યો ત્યારે તેને ખબર પડી કે તે 12 મિલિયન ડોલર જીતી ગઈ છે. તે ઘરે જઈને ટિકીટ શોધવા લાગી પણ ત્યારે તેને યાદ આવ્યું કે જ્યારે તે ફરવા નિકળી હતી ત્યારે જલ્દી-જલ્દીમાં તેણે ટિકીટ પોતાના ઘરનાં ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી.

પહેલીવાર પડોશીએ કચરો ઊપાડ્યો
ઊતાવળમાં જેનેટે કચરામાં ટિકીટ શોધવાનો પ્રયાસ કર્યો પણ તેને મળી નહીં. વેલેંટીએ જણાવ્યું કે,' મારી પડોશી કે જેણે સમગ્ર જીવનમાં મારી સાઈડ કચરો ફેંક્યો હતો તેણે બસ એ જ દિવસ મારો કચરો ફેંકી દીધો હતો. કચરાની ગાડી કચરો લઈ ગઈ અને જીવન બદલનારાં મારા એક અરબ રૂપિયા પણ ...'

સૌએ હાથ ઊંચા કરી દીધાં
જેનેટે પોતાની ભૂલ સુધારવાનાં પ્રયાસો કર્યાં. તે તાત્કાલિત વકીલ પાસે ગઈ પણ વકીલે કહ્યું કે પુરસ્કારનો દાવો કરવાનો એકમાત્ર રસ્તો લોટરી ટિકીટ છે. તેમણે કહ્યું કે ટિકીટ વેંચનારાની સીસીટીવી ફુટેજ પણ કોઈ કામની નથી. હતાશ થયેલી વેલેંટીએ જણાવ્યું કે,' કંઈ મેળવવાથી પહેલા જ હું બધું ખોઈ બેઠી હતી. તેના લીધે હું લાંબા સમય સુધી બીમાર પણ રહી.'લોટરી નિયમોનુસાર વિજેતા ટિકીટ ખરીદ્યાનાં એકવર્ષ સુધી 17 જૂલાઈ 1992 સુધી જ દાવો કરી શકે છે. આ સાથે જ તેનો 12 મિલિયન ડોલરનો પુરસ્કાર બેકાર ગયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ