બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / New Year 2024: 5 countries of the world including China, Russia, Ukraine, which do not celebrate New Year on January 1

વેલકમ 2024 / ગજબ કે'વાય! દુનિયાના એવા 5 દેશ જ્યાં નવા વર્ષની નથી થતી ઉજવણી, તેમાં 2 તો ભારતના છે પડોશી દેશ

Pravin Joshi

Last Updated: 05:31 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો લાંબા સમયથી નવા વર્ષ 2024ની રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે આ દિવસ થોડા કલાકોમાં આવવાનો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવતું નથી.

  • ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ છે
  • ભારતના ઘણા પડોશી દેશો છે જે 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવતા નથી
  • ચાઇનીઝ નવું વર્ષ 20 જાન્યુઆરી અને 20 ફેબ્રુઆરીની વચ્ચે આવે છે

સમગ્ર વિશ્વ હાલમાં નવા વર્ષની રાહ જોઈ રહ્યું છે. લોકો હવે વર્ષ 2023ને અલવિદા કહેવા લાગ્યા છે. કહેવાય છે કે નવું વર્ષ પોતાની સાથે નવી આશાઓ, નવા સંબંધો અને નવી તકો લઈને આવે છે. આ જ કારણ છે કે લોકો નવા વર્ષની શુભકામનાઓ સાથે એકબીજાને શુભકામનાઓથી ભરેલા સંદેશાઓ મોકલે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના ઘણા પડોશી દેશો છે જે 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવતા નથી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઉત્સવનું વાતાવરણ છે અને ઘણી જગ્યાએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવે છે અને આ કેલેન્ડર વિશ્વમાં પ્રચલિત છે. ચાલો જાણીએ કે કયા દેશોમાં આ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવતું નથી. સાઉદી અરેબિયા અને UAE સહિતના મોટાભાગના દેશો ઇસ્લામિક કેલેન્ડર મુજબ નવા વર્ષની ઉજવણી કરે છે. ઇસ્લામિક નવું વર્ષ અથવા રાસ-સનાહ અલ-હિજરિયાની તારીખ દર વર્ષે બદલાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પયગંબર મોહમ્મદ મક્કાથી મદીના ગયા હતા.

Topic | VTV Gujarati

ચીન

ચીનમાં માત્ર ચંદ્ર આધારિત કેલેન્ડર માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં દર ત્રણ વર્ષે તેને સૂર્ય આધારિત કેલેન્ડર સાથે મેચ કરવામાં આવે છે. ચાઇનીઝ નવું વર્ષ 20 જાન્યુઆરી અને 20 ફેબ્રુઆરીની વચ્ચે આવે છે.

2024 Gujarati New Year Date | Vikram Samvat 2076 in Gujarati Calendar

થાઈલેન્ડ

વિશ્વભરના લોકોનો પ્રિય દેશ થાઈલેન્ડ પણ 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવતું નથી. અહીં નવું વર્ષ 13 અથવા 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. થાઈ ભાષામાં તેને સોંગક્રાન કહે છે. આ દિવસે લોકો એકબીજાને ઠંડા પાણીથી સ્નાન કરાવે છે.

વાંચવા જેવું : eKYC / 1 જાન્યુઆરીથી સિમ કાર્ડ ખરીદવા માટે કરવું પડશે નવા નિયમોનું પાલન, ફ્રોડ રોકવા માટે સરકારે કર્યા અનેક ફેરફાર

રશિયા અને યુક્રેન

ભારતના મિત્ર દેશો રશિયા અને યુક્રેનના લોકો પણ પહેલી તારીખે નવું વર્ષ ઉજવતા નથી. આ બંને દેશોમાં નવું વર્ષ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

Tag | VTV Gujarati

શ્રિલંકા

શ્રીલંકામાં પણ નવું વર્ષ એપ્રિલના મધ્યમાં ઉજવવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ દિવસને અલુથ કહેવામાં આવે છે. આ દિવસે લોકો કુદરતી વસ્તુઓ ભેળવીને સ્નાન કરે છે.
વાંચવા જેવું : પહેલી જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે ન્યૂયર? ક્યારે અને કોણે કરાવી હતી શરૂઆત, જાણો શું છે રહસ્ય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ