બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / New policy announced for use of social media by Gujarat police personnel

BIG NEWS / વર્ધી પહેરીને REELS બનાવવા પર પ્રતિબંધ, સરકારની ટીકા પણ નહીં ચાલે: ગુજરાતનાં પોલીસ જવાનો માટે નવા નિયમો

Malay

Last Updated: 09:17 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Policy for Police Officer: ગુજરાતના પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયાના ઉપયોગ માટે નવી પોલિસી જાહેર, વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પર મુકાયો પ્રતિબંધ.

 

  • પોલીસકર્મીઓ માટે નવી પોલિસી જાહેર
  • સોશિયલ મીડિયાના ઉપયોગ માટે પોલિસી
  • વર્ધી પહેરીને રીલ્સ બનાવી શકાશે નહીં

આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાધનને રીલ્સ અને ફોટા પોસ્ટ કરવાનું ગજબનું ઘેલું લાગ્યું છે. આમાં પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી, કેટલાક પોલીસ કર્મીઓના ઈન્સ્ટાગ્રામ પર હજારો અને લાખોમાં ફોલોવર્સ છે, આમાંના કેટલાક વર્ધી પહેરીને જ વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ત્યારે હવે પોલીસકર્મીઓ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે ગુજરાતના પોલીસ કર્મીઓ વર્ધી પહેરીને રીલ્સ કે વીડિયો બનાવી શકશે નહીં.

વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ
પોલીસને સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ માટે આ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે વર્ધી પહેરીને રિલ્સ, વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સંહિતા બહાર પડાઈ છે. 

Image

નવી આચાર સંહિતા બહાર પડાઈ
અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં થોડા ફેરફાર કરાયા છે. નવી આચાર સહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં.

પોલીસકર્મીઓ માટે નવી પોલિસી જાહેર
- રાજ્ય પોલીસના અધિકારી-કર્મચારીઓ માટે પોલિસી જાહેર
- વર્ધી પહેરીને રીલ્સ,વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ
- પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું રાખવું પડશે ધ્યાન
- અગાઉ બહાર પાડેલી આચાર સંહિતામાં સમય સાથે ફેરફાર કરાયા
- નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી
- સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police Police Social Media new policy ગુજરાત પોલીસ ગુજરાતનાં પોલીસ જવાનો નવો નિયમ New Policy for Police Officer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ