બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Nehal Wadhera travels through Mumbai airport wearing batting pads as punishment

IPL 2023 / મીટિંગમાં મોડો પહોંચ્યો મુંબઈ ઈંડિયંસનો આ ખેલાડી, મળી એવી સજા કે એરપોર્ટ પર બધા જોતાં રહી ગયા

Megha

Last Updated: 10:20 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સે પોતે એક વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી નેહલ વાઢેરા એરપોર્ટ પર પેડ પહેરેલી જોવા મળે છે.

  • મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ પોતાના જ એક ખેલાડીને સજા કરી
  • વાયરલ થયો નેહલ વાઢેરાનો વિડીયો 
  • મુંબઈ ઈન્ડિયન્સે કરી સ્પષ્ટતા 

IPL 2023ની આ સિઝન તેના છેલ્લા અઠવાડિયામાં પહોંચી ગઇ છે. એવામાં તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધી 12 મેચ રમી છે જેમાંથી તેણે સાતમાં જીત મેળવી છે અને એ સાતે જ 14 પોઈન્ટ સહિત રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પોઈન્ટ ટેબલમાં હાલમાં ત્રીજા સ્થાને છે. નોંધનીય છે કે હવેની મેચમાં મુંબઈ 16 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. આ બધા વચ્ચે મુંબઈના કેમ્પમાંથી એક વિચિત્ર સમચર સામે આવ્યા છે જએ મુજબ ફ્રેન્ચાઇઝીએ પોતાના જ એક ખેલાડીને સજા કરી છે.

વાયરલ થયો નેહલ વાઢેરાનો વિડીયો 
જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે પોતે જ આ ઘટનાનો વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી નેહલ વાઢેરા એરપોર્ટ પર પેડ પહેરેલી જોવા મળે છે. વાયરલ થયેલ આ વિડીયોમાં જોઇ શકાય છે કે નેહલ વાઢેરા પેડ પહેરીને અને તેની ટ્રોલી બેગ લઈને એરપોર્ટમાં પ્રવેશી રહ્યો છે. 

મુંબઈ ઈન્ડિયન્સે કરી સ્પષ્ટતા 
જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાના ટ્વીટમાં આ પાછળની આખી ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે નેહલે કેટલીક એવી ભૂલ કરી હતી જેની સજા તરીકે તેને આ કરવું પડ્યું. આ સાથે જ ફ્રેન્ચાઇઝી દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં તે એરપોર્ટની અંદર પેડ પહેરીને ચાલતો જોવા મળે છે અને સાથી ખેલાડીઓ તેના પર હસતા જોવા મળે છે. 

વાત એમ છે કે નેહલ વાઢેરા બેટ્સમેનોની ટીમ મીટિંગમાં મોડો પહોંચ્યો હતો અને ફ્રેન્ચાઈઝીએ તેને આ ફની રીતે સજા આપી હતી. જણાવી દઈએ કે નેહલને મિની ઓક્શનમાં 20 લાખની બેઝ પ્રાઈસમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગુજરાત સામેની છેલ્લી મેચમાં તેને સ્પોન્સર કાર પર સિક્સર મારવા બદલ પાંચ લાખનું ઇનામ પણ મળ્યું હતું. 

તેને 10 મેચની 7 ઇનિંગ્સમાં 198 રન બનાવ્યા છે અને સ્ટ્રાઈક રેટ 150થી ઉપર છે. આ સિઝનમાં બે અડધી સદી પણ ફટકારી છે અને 18 ચોગ્ગા અને 10 છગ્ગા પણ ફટકાર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ