બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / neet pg counselling 2022 round 1 result cancelled notice on mcc nic in

શિક્ષણ / BIG NEWS: પરિણામ રદ્દ, ફરીવાર લેવાશે NEET PG 2022ની કાઉન્સિલિંગ, જાણો કારણ

MayurN

Last Updated: 07:46 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીટ પીજી રાઉન્ડ 1 બેઠક ફાળવણી પરિણામ 2022 રદ કરવામાં આવ્યું છે. તેની સાથે જ નવું શેડ્યૂલ પણ જાહેર કરી દીધું છે.

  • NEET PG 2022 પ્રવેશ પ્રક્રિયાને લઈને મોટા સમાચાર
  • નીટ પીજી રાઉન્ડ 1 બેઠક ફાળવણી પરિણામ રદ કરવામાં આવ્યું
  • 30 સપ્ટેમ્બર સુધી ફરીથી બેઠક માટે ચોઈસ ફીલિંગ કરી શકાશે

નીટ પીજી(NEET PG) 2022 પ્રવેશ પ્રક્રિયામાં સામેલ ઉમેદવારો માટે મોટા સમાચાર છે. નીટ પીજી રાઉન્ડ 1 બેઠક ફાળવણી પરિણામ 2022 રદ કરવામાં આવ્યું છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ 27 સપ્ટેમ્બર, 2022 ના રોજ નીટ પીજી રાઉન્ડ 1 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ mcc.nic.in પર જાહેર કર્યું હતું. પરંતુ એક દિવસ બાદ આજે 28 સપ્ટેમ્બરે નવી નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું છે કે નીટ પીજી કાઉન્સલિંગ 2022 રાઉન્ડ 1નું પરિણામ રદ કરવામાં આવી રહ્યું છે. આવું શા માટે કરવામાં આવ્યું? એમસીસીએ આ માટેનું કારણ પણ આપ્યું છે.

નવું શેડ્યૂલ પણ જાહેર 
નીટ પીજી કાઉન્સેલિંગનું પરિણામ રદ થયા બાદ હવે મેડિકલ પીજી કોર્સ -  DNB, MD, MS અને અન્યમાં પ્રવેશ માટે ફરીથી NEET PG Counselling કરવામાં આવશે. એમસીસીએ રિ-કાઉન્સેલિંગનું નવું શેડ્યૂલ પણ જાહેર કરી દીધું છે.

પરિણામ કેમ રદ કરવામાં આવ્યું
મેડિકલ કાઉન્સેલિંગ કમિટીનું કહેવું છે કે કેટલીક પીજી ડીએનબી સંસ્થાઓએ પોર્ટલ પર પોતાનું સરનામું, પ્રોફાઇલની માહિતી આપી ન હતી. આ કારણે ઉમેદવારો ચોઇસ ફિલિંગ દરમિયાન સ્ટેટ ફિલ્ટર્સ લગાવતા હતા ત્યારે જે તે મેડિકલ કોલેજોની પીજીની બેઠકો પોર્ટલ પર દેખાતી ન હતી. જો કે, તે બેઠકો નીટ પીજી રાઉન્ડ 1 સીટ મેટ્રિક્સમાં હાજર હતી.

વિદ્યાર્થીઓ ફરીથી ચોઈસ ફીલિંગ કરી શકશે
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આયોગે નીટ પીજી રાઉન્ડ 1નું પરિણામ રદ કરીને ફ્રેશ ચોઇસ ફિલિંગની તક આપવાનો નિર્ણય કર્યો છે. જોકે એમસીસીએ ક્લિયર કરી દીધું છે કે, જે વિદ્યાર્થીઓ તેમને ફાળવવામાં આવેલી બેઠકથી સંતુષ્ટ છે, તેમણે તેમની પસંદગીમાં કોઈ ફેરફાર કરવાની જરુર નથી. સોફ્ટવેર આપમેળે તેમની વિગતો પસંદ કરશે. પરંતુ જે ઉમેદવારો તેમની નીટ બેઠક ફાળવણીથી ખુશ નથી, તેઓ પસંદગીને અનફ્રીઝ કરી શકે છે અને ફરીથી પસંદગી ભરી શકે છે.

નીટ પીજી કાઉન્સેલિંગ 2022 રાઉન્ડ 1 શેડ્યૂલ

  • નીટ પીજી રાઉન્ડ 1 માટે ફરીથી ચોઈસ ભરવાની શરૂઆત - 28 સપ્ટેમ્બર 2022 સાંજે 5 થી 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યા સુધી ફરીથી પસંદગી 
  • ચોઇસ લોકિંગ - 29 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યાથી કરી શકાશે
  • રાઉન્ડ 1 સીટ પ્રોસેસિંગ – 30 સપ્ટેમ્બર, 2022
  • નીટ પીજી રાઉન્ડ 1 પ્રોવિઝનલ રિઝલ્ટ - 30 સપ્ટેમ્બર 2022
  • નીટ પીજી રાઉન્ડ 1 ફાઇનલ રિઝલ્ટ - 30 સપ્ટેમ્બર 2022
  • રાઉન્ડ 1 સીટ પર પ્રવેશ માટે રિપોર્ટિંગ - 1 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે
  • એમસીસીએ નોટિસમાં કહ્યું છે કે તમે નીટ પીજી 2022 નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ mcc.nic.in ની મુલાકાત લેતા રહો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ