બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / nawazuddin siddiqui praises kangana ranaut for speaking out on film industry issues

મનોરંજન / 'એકમાત્ર એવી વ્યક્તિ જેનામાં બોલવાની હિંમત....', નવાઝુદ્દીન સિદ્દીકીએ કર્યા કંગના રનૌતના ભરપેટ વખાણ

Bijal Vyas

Last Updated: 06:52 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ખુલીને બોલવા બદલ કંગનાની હિંમતના વખાણ કર્યા.

  • કંગના રનૌતે પણ આ ફિલ્મથી નિર્માતા તરીકે ડેબ્યુ કર્યું
  • ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી
  • નવાઝે કહ્યું, કંગના જે બોલે છે તે કરવાની પણ હિંમત રાખે છે

Nawazuddin Siddiqui On Kangana Ranaut: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલવા બદલ અભિનેત્રી કંગના રનૌતની પ્રશંસા કરી છે. નવાઝે સવાલ કર્યો કે, કેટલા લોકોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મુદ્દાઓ પર વાત કરવાની હિંમત છે? કંગના રનૌત લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ભત્રીજાવાદ અને 'મૂવી માફિયા' વિરુદ્ધ બોલી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં જ ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં કામ કર્યું છે. આ ફિલ્મ કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. કંગના રનૌતે પણ આ ફિલ્મથી નિર્માતા તરીકે ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. અવનીત કૌરે ટીકુ વેડ્સ શેરુથી ફિલ્મોમાં પણ પગ મૂક્યો છે.

‘કંગના રનૌત હિમ્મતવાળી છે’
ફિલ્મ ટીકુ વેડ્સ શેરુના પ્રમોશન દરમિયાન નવાઝુદ્દીન સિદ્દીકીએ એક ઈન્ટરવ્યુમાં કંગના રનૌત વિશે વાત કરી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું, “જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલવાની વાત આવે છે ત્યારે કંગના ખૂબ જ પારદર્શી અને સાચી વાત કહે છે. ઘણા લોકો એવી વાતો કહે છે જે પોલિટકલી કરેક્ટ હોય છે પરંતુ તેમની પાસે ઘણી હિંમત છે.”

નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે, જ્યારે બોલિવૂડની ખામીઓની વાત આવે છે ત્યારે ઘણા લોકો બહેરા થઈ જાય છે. તેણે બોલિવૂડના મુદ્દાઓ પર વાત શરૂ કરવા બદલ કંગના રનૌતની પ્રશંસા કરી હતી.

‘ઇન્ડસ્ટ્રીમાં કેટલા ભાગોમાં હિમ્મત છે?’
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે કંગના એકમાત્ર એવી વ્યક્તિ છે જે તે કરે છે તે બોલવાની હિંમત પણ રાખે છે અને તેના શબ્દો ઓન પોઈન્ટ પર છે. તેમણે કહ્યું કે, ઘણા લોકો માને છે કે, સત્ય કડવું છે અને તે સાચું છે. તેમણે પૂછ્યું, “કેટલા લોકોમાં આપણા ઉદ્યોગના મુદ્દાઓ વિશે વાત કરવાની હિંમત છે? કંગના શાનદાર છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ