બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / national award winning actress uttara baokar passed away

દુ:ખદ / 'નેશનલ એવોર્ડ વિનર' ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન, ફિલ્મ જગત શોકમગ્ન

Bijal Vyas

Last Updated: 10:29 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેટરન એક્ટ્રેસ અને થિયેટર આર્ટિસ્ટે મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા, બુધવારના રોજ તેમના અંતિમ સંસ્કાર થયા હતા. આવો જાણીએ તેમની સફળ કારકિર્દી વિશે....

  • લાંબા સમયથી બીમાર હતા ઉત્તરા બાવકર 
  • ફિલ્મ એક દિન અચાનક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો
  • જાણીતા ટીવી શોમાં પણ કર્યુ હતુ કામ 

Uttara Baokar Death: જાણીતી અભિનત્રી ઉત્તરા બાવકરનું પૂનાની એક હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓની ઉંમર 79 વર્ષ હતી, અને તે લાંબા સમયથી બીમાર હતા. વેટરન એક્ટ્રેસ અને થિયેટર આર્ટિસ્ટે મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારના નજીકના લોકો દ્વારા જાણકારી મળી કે, બુધવારના રોજ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

ઉત્તરા બાવકરે અને ફિલ્મોમાં શાનદાર કામ કર્યુ 
ગોવિંદ નિહલાનીની ફિલ્મ તમસમાં મહત્વની ભૂમિકા ભજવ્યાના 5 દશકથી તેઓએ પોતાના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું. મૃણાલ સેનની એક દિન અચાનક, ઉત્તરાયણ, રુક્માવતીની હવેલી, ધ બર્નિગ સીઝન, દોધી, ઠક્ષક અને  સરદારી બેગમ જેવી અનેક ફિલ્મોમાં તેમને ઓળખ મળી. 

ઉત્તરા બાવકરે ટીવી ઉપરાંત થિયેટરમાં પણ કામ કર્યુ
ઉત્તરા બાવકરે અનેક ટીવી શોમાં કામ કર્યુ છે. જેમાં ઉડાન, અંતરાલસ , એક્સ ઝોન, જસ્સી જેસી કોઇ નહીં, કશમશ જીંદગી કી, રિશ્તે અને જબ લવ હુઆ જેવા ટીવી શો સામેલ છે. તે થિયેટરનો ખૂબ જ જાણીતો ચહેરો રહી ચુક્યા છે. તેમણે મુખ્યમંત્રી, મેના ગુર્જરી, ગિરીશ કર્નાડ કી તુગલક અને ઉમરાવ જાન જેવા નાટકોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે નેશનલ ઇનસ્ટ્યૂટ ઓફ ડ્રામા દિલ્હીથી ટ્રેનિંગ લીધી હતી. 

ઉત્તરા બાવકરને નેશનલ એવોર્ડથી કરવામાં આવ્યા હતા સન્માનિત 
ઉત્તરા બાવકરે મૃણાલ સેનની ફિલ્મ એક દિન અચાનક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તેઓને વર્ષ 1984 માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતા સુનીલ સુકથંકરે જણાવ્યું હતું કે તેમણે તેમની સાથે લગભગ આઠ ફીચર ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેઓના લાંબા સમયથી સહયોગી સુમિત્રા ભાવે તેમને એક અભિનેત્રી તરીકે માને છે જે મજબૂત સ્ત્રી પાત્રો નિભાવી શકે છે.તેમણે બાવકરને યાદ કરતા કહ્યું કે, "તેની અમારી ફિલ્મોમાં વિવિધ પ્રકારની મહિલા ભૂમિકાઓ ભજવતી હતી અને એક ડિસિપ્લિન અભિનેત્રી હતી. તેના સેટ પર, તેમનો કોઇ પણ નેગેટીવ એટેટ્યુડ ના હતો."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ