બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Naseeruddin Shah go angery on Bollywood said I have stopped watching Hindi movies

મનોરંજન / મેં તો હિન્દી ફિલ્મો જોવાનું જ બંધ કરી દીધું છે: બોલિવૂડ પર કેમ ભડક્યાં નસીરુદ્દીન શાહ?

Megha

Last Updated: 09:03 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહે ઘણી વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઘણું કહ્યું છે અને હવે એમને ફરી બોલિવૂડ પર નિશાન સાધતાં કહ્યું કે એમને બોલિવૂડ ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે.

  • નસીરુદ્દીન શાહે ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું.
  • 'મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે, એમાં કંઈ જ નથી',
  • નિર્માતાઓ ફિલ્મોને પૈસા કમાવવાનું સાધન માનવાનું બંધ કરે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતા નસીરુદ્દીન શાહનું યોગદાન ઘણું મોટું છે. એવામાં એક ઇન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે હિન્દી સિનેમા જોવાનું બંધ કરી દીધું છે. એક કાર્યક્રમ દરમિયાન પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું કે હિન્દી સિનેમા 100 વર્ષ જૂનું હોવાનું કહેતા તેમને ગર્વ થાય છે. પરંતુ તેમના મતે ફિલ્મ નિર્માતાઓ સમાન પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છે. એમને કહ્યું કે, 'આ મને નિરાશ કરે છે. મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે, મને એ બિલકુલ પસંદ નથી.

71 વર્ષની ઉંમરે અભિનેતા નસીરુદ્દીન શાહને નીકળ્યો ગંભીર રોગ, ભાવુક થઈને  જણાવ્યા બીમારીના લક્ષણો | naseeruddin shah shares that he is suffering from  onomatomania

બોલિવૂડના જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહે હિન્દી સિનેમા પ્રત્યે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે માત્ર પૈસા કમાવવાના ઈરાદાથી ફિલ્મો ન બને તો જ તેમાં સુધારો થવાની આશા છે. શનિવારે દિલ્હીમાં 'મીર કી દિલ્હી, શાહજહાનાબાદઃ ધ ઈવોલ્વિંગ સિટી' નામના ફેસ્ટિવલમાં બોલતા નસીરુદ્દીન શાહે કહ્યું કે હિન્દી ફિલ્મ નિર્માતાઓ છેલ્લા 100 વર્ષથી એક જ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છે.

આ મુદ્દે હવે PM મોદીએ જ આગળ આવવાની જરૂર: જુઓ નસીરુદ્દીન શાહે શું કરી અપીલ |  Now PM Modi needs to come forward on this issue Naseeruddin Shah on  mohammad nupur controversy

73 વર્ષીય અભિનેતા નસીરુદ્દીન શાહે વધુમાં જણાવ્યું હતું કે હિન્દી ફિલ્મો સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે કારણ કે ભારતીયો તેમના મૂળ અને તેમની માતૃભૂમિ સાથે જોડાણ શોધી કાઢે છે. પરંતુ જો વસ્તુઓ આ ગતિ અને રીતે ચાલુ રહે છે, તો દરેક જણ જલ્દી કંટાળી જશે. એમને કહ્યું, 'હિન્દુસ્તાની ફૂડ દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે કારણ કે તેમાં અલગ અલગ મસાલા છે. હિન્દી ફિલ્મોમાં શું અલગ છે? હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર દરેકની નજર છે. કેટલું વિદેશી, કેટલું ભારતીય, કેટલું રંગીન. ટૂંક સમયમાં બધા તેનાથી કંટાળી જશે કારણ કે તેમાં કઈં અલગ નથી.' 

વધુ વાંચો: વરુણ ધવન બનશે પપ્પા: પત્ની નતાશાએ બેબી બંપ ફ્લૉન્ટ કરતાં કહ્યું- અમે પ્રેગ્નેન્ટ છીએ

અભિનેતાને લાગે છે કે હિન્દી સિનેમા માટે થોડી આશા ત્યારે જ છે જ્યારે નિર્માતાઓ તેમને પૈસા કમાવવાનું સાધન માનવાનું બંધ કરે. જોકે, નસીરુદ્દીન શાહને લાગે છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને કોઈ ઉકેલ નથી. આ વિશે એમને કહ્યું કે 'કારણ કે જે ફિલ્મો હજારો લોકો જોઈ રહ્યા છે, તે બનતી જ રહેશે અને લોકો તેને જોતા રહેશે અને ભગવાન જાણે ક્યાં સુધી. એટલે હવે જેઓ ગંભીર ફિલ્મો બનાવવા માંગે છે, તેમની જવાબદારી છે કે તેઓ આજની વાસ્તવિકતા બતાવે અને ED તેમના દરવાજા ન ખટખટાવે.' 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ