બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / nagpur 19 years old girl horror tale of rape and forced surrogacy in ujjain

ભયાનક / બાળકની લાલચમાં હદ વટાવી: યુવતીને ખરીદી વારંવાર કર્યો રેપ, એવી વસ્તુઓ કરવા મજબૂર કરી કે વાંચીને ધ્રૂજી ઉઠશો

Arohi

Last Updated: 02:59 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જૈનમાં બાળકની ચાહમાં દંપત્તિએ યુવતીનું જીવન બરબાદ કરી નાખ્યું. આરોપીઓ યુવતીને ખરીદીને પોતાના ઘરે લઈ આવ્યા.

  • બાળકની ચાહમાં ઉજ્જૈનમાં એક દંપત્તિએ બરબાદ કર્યું યુવતીનું જીવન 
  • ડિલીવરી બાદ યુવતીને રસ્તા પર ફેંકી દીધી 
  • પાંચ દિવસ બાદ યુવતીને આવ્યું ભાન 

એમપીના ઉજ્જૈનથી એક ખતરનાક ઘટના સામે આવી છે. પીડિતાની સાથે ખૂબ જ ભયાનક વહેવાર કરવામાં આવ્યો જેને સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. પોતાની ઈચ્છાઓને પુરી કરવા માટે એક કપલે 19 વર્ષની યુવતીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. ત્યાર બાદ મરવા માટે રસ્તા પર બેભાન હાલતમાં ફેંકી દીધી હતી. આ મામલો માનવ તસ્કરી સાથે જોડાયેલો છે. નાગપુરની 19 વર્ષીય યુવતીની સાથે ઉજ્જૈનના એક કપલે ત્રીજા બાળકની ચાહમાં ક્રૂરતા કરી છે. પોતાના હેતુમાં સફળ થયા બાદ તે કપલે પીડિતાને ઉજ્જૈનમાં બેભાન હાલતમાં ફેંકી દીધી હતી. 

રસ્તા પર બેભાન મળી આવી હતી યુવતી 
એએસપી રવિંદ્ર વર્માએ જણાવ્યું કે દેવાસ ગેટ પર છ નવેમ્બરે એક 19 વર્ષીય યુવતી તેમને બેભાન હાલતમાં મળી આવી હતી. તેની પાસે કોઈ આઈડી કાર્ડ ન હતું. પોલીસની પાસે પણ કોઈ જાણકારી ન હતી કે તેની સાથે શું થયું છે. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પાંચ દિવસ બાદ તેને ભાન આવ્યું હતું. તેની સારવાર માટે પોલીસે તેને વન સ્ટોપ સેન્ટર મોકલી દીધી છે. 

ભાનમાં આવ્યા બાદ પીડિતાએ કર્યા ગંભીર ખુલાસા 
અહીં કાઉન્સિલિંગ બાદ તેણે ઘણા બધા ખુલાસા કર્યા હતા. પીડિતાએ કાઉન્સિલિંગ વખતે પોતાની આપવીતી સંભળાવી હતી. તેણે જણાવ્યું કે ઘણા મહિનાઓ સુધી તેની સાથે રેપ કરવામાં આવ્યું હતું. સાથે જ સરોગેસી માટે મજબૂર પણ કરવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું કે આરોપી સિંહની પત્નીને બે બાળકોને જન્મ આપ્યા બાદ નસબંધી કરાવી લીધી હતી. થોડા વર્ષો  પહેલા બન્ને બાળકોના મોત થઈ ગયા હતા. ત્યાર બાદ આ કપલ ત્રીજા બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા. 

યુવતીને નાગદાથી ખરીદી હતી
આરોપી સિંહ અને તેના પત્નીએ ઉજ્જૈનથી 60 કિમી દૂર નાગદાથી તેને એક મહિલા પાસેથી ખરીદી હતી. તેના બદલામાં તેમણે પૈસા પણ આપ્યા હતા. તે સમય સુધી યુવતીને ખબર ન હતી કે તેની તસ્કરી થઈ રહી છે. પીડિતાએ જણાવ્યું કે તેને નાગદાથી ઉજ્જૈન લાવવામાં આવી હતી. અહીં કપલે તેને ઘરમાં કેદ કરી લીધી હતી અને ઘણા મહિનાઓ સુધી તેનો રેપ કરવામાં આવ્યો હતો. 

પીડિતાએ જણાવ્યું હતું કે પહેલા તેને તેની બહેનના ઘરમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ પોતાના ઘરમાં લઈ ગયા હતા. જ્યાં તેના સાથે રેપ કરવામાં આવ્યો. તે સમયે પીડિતા પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને આરોપીની માતા અને તેની પત્નીએ તેની સારસંભાળ શરૂ કરી દીધી. તે પોતાની કારમાં તેને જબરદસ્તી ચેકઅપ માટે પણ લઈ જતા હતા. 

આરોપીની પત્નીએ ગર્ભવતી હોવાનું નાટક કર્યું 
તે સમયે આરોપી રાજપાલ સિંહની 42 વર્ષીય પત્નીએ પણ ગર્ભવતી થવાનું નાટક કર્યું હતું. જેથી તેના પાડોસીઓને એવો વિશ્વાસ થઈ શકે કે તે ગર્ભવતી છે. સમય પુરો થયા બાદ પીડિતાને એક હોસ્પિટલમાં સિંહની પત્નીના નામ પર દાખલ કરવામાં આવી. જ્યાં ઓપરેશન બાદ તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. 

ડિલીવરી બાદ રસ્તા પર ફેંકી દીધી 
આરોપીઓએ પીડિતા પાસેથી બાળક લઈ લીધુ હતું. સર્જરી બાદ તેને સંક્રમણ થઈ ગયું હતું. તે હાલતમાં તેને દંપત્તીએ મરવા માટે દેવાસ ગેટ પર તેને ફેંકી દીધી હતી. તેને હોશ આવ્યા બાદ પોલીસે આરોપી દંપત્તિની ધરપકડ કરી લીધી છે. હાલ તે લોકો પોતાના નિવેદન બદલી રહ્યા છે. બન્નેએ નિવેદન આપ્યું કે તેના બાળકનું મોત 15-16 વર્ષ પહેલા એક દુર્ઘટનામાં થયું હતું. પીડિતાને એક ચંદા નામની મહિલા પાસેથી ખરીદવામાં આવી હતી. 

ત્રણ લોકોની ધરપકડ 
પીડિતા નાગપુરની રહેવાસી છે. તેની ફરીયાદ પર પોલીસે કેસ નોંધ્યો છે. આ મામલામાં મુખ્ય આરોપી 48 વર્ષીય રાજપાલ સિંહ છે. રાજપાલ, તેની પત્ની અને એક અન્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ