બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Murder of Suresh Kumar Yoddha who was a campaigner of Samajwadi Party

રહસ્ય! / CM યોગીના હમશકલની ઘાતકી હત્યા, અખિલેશ યાદવના હતા સ્ટાર પ્રચારક, ચહેરો એવો હતો કે ઓળખવો મુશ્કેલ

Kishor

Last Updated: 12:15 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક સુરેશ કુમારની ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

  • સમાજવાદી પાર્ટીના પ્રચારક રહી ચૂકેલા સુરેશકુમાર યોદ્ધાનું મોત
  • અખિલેશ યાદવે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી 
  • હત્યારાને સજા કરવાની કરી માંગ

યુપી વિધાનસભા ચૂંટણી 2022 માં સમાજવાદી પાર્ટીના પ્રચારક રહી ચૂકેલા સુરેશકુમાર યોદ્ધા જે ડુપ્લિકેટ યોગીના નામે જાણીતા હતા. તેમને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઉન્નાવ જિલ્લાના રહેવાસી સુરેશ કુમારના મોત મામલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અખિલેશ યાદવે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે સપાના પ્રચારક તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરનાર સુરેશ કુમારના નિધનની ઘટના અત્યંત દુઃખદાયક છે. ગુનેગારો સામે વહેલી તકે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સરકારને અપીલ કરી છે. બીજી બાજુ પોલીસ દ્વારા હત્યા નહિ હાર્ટએટેકને પગલે મોત થયું હોવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે.

સુરેશને તેના પાડોશીઓ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો

ઉન્નાવ જિલ્લાના સોહારામાંઉ પોલીસ મથકના ચોપાઈ ગામના રહેવાસી સુરેશકુમારના નિધન પર પત્નીએ કહ્યું હતું કે ગત તા. 28 જુલાઈના રોજ સુરેશને તેના પાડોશીઓ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જેને લઇને સુરેશને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. આ દરમિયાન ગત ગુરુવારે સુરેશની તબિયત અચાનક બગડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબે સુરેશનું મૃત્યુ થયું હોવાની સત્તાવાર માહિતી આપી હતી.

સુરેશ કુમારની પત્નીએ ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસ આરોપી સાથે મિલીભગત કરી રહી હોવાનું કહ્યું છે. તેના જણાવ્યા અનુસાર હુમલા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

સુરેશ કુમાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દેખાતા હતા

બીજી બાજુ પોલીસ સૂત્રોમાંથી એવું જણાવવામાં આવી રહ્યું છે. કે સુરેશનું મોત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે અને માર મારવાથી મોત થયું તે વાત ખોટી હોવાનો પોલીસ અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. નોંધનિય છે કે સુરેશ કુમાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દેખાવને કારણે ડુપ્લિકેટ યોગી તરીકે પણ ઓળખાતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ