બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Murder of Gangster Tillu Tajpuria in Tihar Jail

દિલ્હી / તિહાડ જેલમાં ફરી ગેંગવોર, ગેંગસ્ટર ટીલ્લુ તાજપુરિયા પર લોખંડની ગ્રીલથી હુમલો, હોસ્પિટલમાં મોત

Priyakant

Last Updated: 09:34 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gangster Tillu Tajpuriya Murder News: તિહાડ જેલમાં બંધ ટીલ્લુ તાજપુરિયા પર હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગેંગસ્ટર ટિલ્લુનું મોત, અન્ય એક ઈસમ ઇજાગ્રસ્ત

  • તિહાડ જેલમાં બંધ ફરી એકવાર ગેંગવોર 
  • કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા ઉર્ફે સુનીલ માનની હત્યા
  • ટિલ્લુ પર હુમલો કરનાર બદમાશનું નામ યોગેશ ટુંડા
  • કોર્ટમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની હત્યામાં સામેલ હતો ટિલ્લુ 

તિહાડ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા ઉર્ફે સુનીલ માનની હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, મંગળવારે સવારે જેલમાં બંધ બદમાશોએ લોખંડની ગ્રીલ તોડીને તેના પર હુમલો કર્યો હતો. બદમાશોએ ટિલ્લુના પેટમાં લોખંડનો સળિયો માર્યો હતો . આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેલના કર્મચારીઓએ તેને ઝડપથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

તિહાડ જેલમાં બંધ ટીલ્લુ તાજપુરિયાનું સવારે સાડા છ વાગ્યે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં નિધન થયું હતું. ટિલ્લુ પર હુમલો કરનાર બદમાશનું નામ યોગેશ ટુંડા છે. આ હુમલામાં યોગેશના સાથીઓએ પણ તેને સાથ આપ્યો હતો. જોકે પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ટિલ્લુ તાજપુરિયા સામે હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે.

ટિલ્લુને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લવાયો 
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે માહિતી મળી હતી કે, જેલમાં બે લોકો ઘાયલ થયા છે. તેને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટિલ્લુને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ તરફ હુમલામાં ઘાયલ થયેલા રોહિતની સારવાર ચાલી રહી છે. 

કોણ છે ટિલ્લુ તાજપુરિયા ? 
પોલીસના જણાવ્યા અનુસાર, રોહિણી કોર્ટની અંદર કોર્ટ રૂમમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની હત્યામાં ટિલ્લુ સામેલ હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે એન્કાઉન્ટરમાં ટિલ્લુ ગેંગના બે શૂટરોને ઠાર માર્યા હતા. જીતેન્દ્ર ગોગી અને ટિલ્લુ તાજપુરિયા વચ્ચે કોલેજકાળથી જ દુશ્મની હતી, તેઓ એકબીજા પર હુમલો કરતા હતા. ગેંગ વોરમાં બંને ગેંગના ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ આ ઘટના બદલાની ભાવનાથી તો નથી ને.

ટિલ્લુ પર હત્યા-ગેરકાયદેસર વસૂલાતના પણ ઘણા કેસ  
ટિલ્લુ વિરુદ્ધ હત્યા-ગેરકાયદેસર કબજો અને ખંડણી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. કહેવાય છે કે, ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી અને ટિલ્લુ બેસ્ટ ફ્રેન્ડ હતા. પરંતુ કોલેજની ચૂંટણી દરમિયાન બંને વચ્ચે મુકાબલાની સ્થિતિ સર્જાવા લાગી હતી. આ માટે એક કારણ હતું. કારણ કે બંને અલગ-અલગ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. કોલેજ છોડ્યા બાદ બંને ગુનાની દુનિયામાં આવ્યા. આ પછી બંનેએ એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ