બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Extra / mumbai-international-airport-school-college-offiices-closed

NULL / મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત સ્કૂલ કોલેજો-ઓફિસો બંધ

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઓગસ્ટના અંતમાં મેઘરાજાએ ફરી એકવાર મુંબઈને ઘમરોળ્યું છે. વરસાદને પગલે સમગ્ર મુંબઈ પાણીમાં ગરકાવ થયું હતું. વરસાદને પગલે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન પણ થંભી પડી હતી. મોટા ભાગના વિસ્તારોમાં જન જીવન ખોરવાઈ પડયું છે. આ વરસાદે મુબંઈને 26 જુલાઈની યાદ અપાવી દીધી છે.  

સોમવારે રાતે શરૂ થયેલા મુશળધાર વરસાદે મુંબઈને બેહાલ કર્યું છે. ભારે વરસાદને પગલે મુંબઈમાં જીવજીવન ખોરવાયુ હતું. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો પણ ઠપ્પ પડી. તો વહેલી સવારે ઓફિસ માટે નીકળેલા કંઈ કોટલાક મુંબઈગરા રસ્તા ઓફિસોમાં અટવાઈ પડયા હતા. ભારે વરસાદને પગલે મુંબઈ અને થાણેને અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા. માત્ર 24 કલાકમાં મુંબઈમાં 100 મિલિમિટર વરસાદ ખબકી ગયો છે. શેહરમાંથી પાણીના નીકાલ માટે 136 વોટર પંપ કાર્યરત બન્યા હતા.  

ભારે વરસાદને પગલે ફરી એકવાર BMCની પોલ ખોલી દીધી છે. વરસાદને પગલે જોગેશ્વરી વિક્રોલી લોઅર પારેલ દાદર અંધેરી ઈસ્ટ અને હિંદમાતા સહિત અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. આ ઉપરાંત એલિફન્સ્ટોન અંધેરી પૂર્વ વડાલા ખાર પશ્ચિમ અને લિંક રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદને પગલે અનેક લોકલ ટ્રેનો રદ કરાઈ તો મોટાભાગની ટ્રોનો મોડી પડતા મુસાફરો અટવાઈ પડયા હતા. શહેરની વીપી રોડ પર એક થાંભલો પડી જવાથી ચાર લોકોને ગંભીર રીતે ઈજા થવા પામી હતી. 24 કલાકમાં જ ત્રણ સ્થળોએ દિવલો પડવાના 16 સ્થળોએ શોટ સિકાટ અને 23 વૃક્ષ પડી જવાના ખબર છે.  

સોમવાર મોડી રાતથી શરૂ થયેલા આ વરસાદે મુંબઈને 26 જુલાઈની યાદ અપાવી. 12 વર્ષ પૂર્વે વરસાદી આફતને પગલે મુંબઈમાં હજારો લોકાો ફસાઈ ગયા હતા. એ સમયે પણ મુંબઈ અને થાણેના અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા જ્યારે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2005નો એ વરસાદને મુંબઈના લોકાો આજે પણ નથી ભૂલ્યા જ્યારે ગાડીઓ અને સામાન પાણીમાં તણખલાની જેમ વળી ગયા હતા.  

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં મુબંઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાંજે 5 વાગ્યાની આસપાસ હાઇટાઈટની સ્થિત સર્જાઈ હતી. જેને પગલે લોકાોને ઘરમાં જ રહેવાની ચેતવણી જાહેર કરાઈ હતી. વારસાદને પગલે અનેક સેલિબ્રિટી અને સ્ટાર્સ ભરાઈ ગયા હતા. જેમણે ટ્વીટ કરી વરસાદની માહિતી આપી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાયો છે. વરસાદની સ્થિતિને જોતા NDRFની ત્રણ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી પડી છે. આ સાથે જ ઇમરજન્સી વિભાગ BMC કંટ્રોલ રૂમને પણ અલર્ટ પર મૂકવામાં આવ્યા છે.  

મુંબઇના ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ
ઉલ્લેખનીય છે કે ગત રાત્રીએ મુંબઈમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગના આંકડાઓ અનુસાર સોમવારે 8.30 વાગ્યાથી આજે સવારે 8.30 વાગ્યાં સુધી કોલાબામાં 151 મિલીમીટર અને સાંતાક્રુઝમાં 88.4 મિલીમીટર વરસાદ નોંધ્યો છે. અને વરસાદના કારણે જોગેશ્વરી-વિક્રોલી રોડ પર ટ્રાફીક જામ જોવા મળી રહ્યો છે. લોઅર પરેલ હિંદમાતા દાદર અંધેરી ઈસ્ટ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈજવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.

જરૂર હોય તો ઘરમાંથી નીકળોઃ મુંબઈ પોલીસ
મુંબઈમાં સવારથી ભારે વરસાદ અને પાણી ભરાઈ ગયા બાદ પોલીસે લોકોને જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળવા કહ્યું છે. મુંબઈ પોલીસે ટ્વિટમાં કહ્યું કે શહેરમાં અનેક વિસ્તારમાં વોટર લોગિંગ થવાની ટ્રાફિક ધીમો અને અનેક જગ્યાએ જામ છે. તેથી જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળો. પાણીના કારણે જો તમે ક્યાંય ફસાઇ ગયા હો તો 100 નંબર ડાયલ કરો અથવા અમને ટ્વિટર પર જાણ કરો.

મુંબઈનો ટ્રાફિક થંભ્યો
અવિરત વરસાદના કારણે સતત ટ્રાફિકથી ધમધમતા મુંબઈનો ટ્રાફિક ધીમો પડી ગયો છે. મુંબઈવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ