બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians paid 100 crores for Hardik Pandya

IPL 2024 / ખૂલી ગઈ પોલ! હાર્દિક પંડ્યા માટે મુંબઈ ઈન્ડિયન્સે આપ્યા 100 કરોડ! ગુજરાતને મળેલી રકમને લઈને મોટો ખુલાસો

Kishor

Last Updated: 11:35 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 માં સૌથી વધુ ચર્ચામાં રહેલ ક્રિકેટર હાર્દિક પંડ્યાને ગુજરાતમાંથી મુંબઈમાં લાવવા માટે કરોડો રૂપિયાના સોદા પડ્યા હોવાના અંદાજ લગાવાઈ રહ્યા છે.

  • હાર્દિક પંડ્યા માટે મુંબઈએ 100 કરોડ ઉપરાંત આપ્યા! 
  • હાર્દિક પંડ્યાને લાવવા માટે મુંબઈએ 115 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો 
  • 15 કરોડ રૂપિયા ગુજરાતને પણ અપાયાની ચર્ચા

સ્ટાર ખેલાડી હાર્દિક પંડયાએ આ વખતે ગુજરાત ટાઈતન્સનો સાથ છોડીને મુંબઈ ઈન્ડિયન્સનો હાથ પકડ્યો છે. મુંબઈએ તેને ટ્રેડ કરતા ગુજરાત પાસેથી હાર્દિકને ખરીદી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા સાથે કેશ ડિલ કરીને તેને લાવવામાં આવ્યો છે. હાર્દિકને લાવવા માટે 15 કરોડ રૂપિયા ગુજરાતને આપવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

ક્યારે ટેસ્ટ મેચ રમશે હાર્દિક પંડ્યા? જાણો ક્રિકેટરે શું આપ્યો જવાબ | When  will Hardik Pandya play a test match? Know what the cricketer gave the  answer

મળતી માહિતી મુજબ ગુજરાતને ખરીદનાર ફર્મ સીવીસી કૈપિટલ એક ઈન્વેસ્ટમેન્ટ કંપની છે. જેના 40 મેનેજિંગ પાર્ટનર છે. આ કંપની આઈપીએલને એક પ્રોફિટના સાધન તરીકે જુએ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ એક બિઝનેસ પરિવારની ટીમ છે. અંબાણી દેશના સૌથી વધુ અમીર લોકોમાંથી એક છે. જેથી તે માત્ર પ્રોફિટ જ નહીં પણ બીજી ઘણી વસ્તુઓ પર ધ્યાન આપે છે.

100 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ મળ્યાનો અંદાજ

માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને લાવવા માટે મુંબઈએ 115 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  જ્યારે ગુજરાતના પર્સમાં 15 કરોડ રૂપિયા પંડ્યાની ડિલ થઈ તે માટેના આવ્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ સિવાય મોટી પણ મોટી ધન રાશિ તેને મળી હોવાનું કહેવાય રહ્યું છે. અનુમાન મુજબ 100 કરોડ રૂપિયા જેટલી આ રકમ હોય શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

રોહિત શર્મા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી

હાર્દિક પંડ્યા અત્યાર સુધી ગુજરાતના કેપ્ટન તરીકે રમતો હતો. પણ હવે તેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યાં તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ફેન્સ નારાજ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં ખુબ મોટી બબાલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાની સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યાં છે. જ્યારે લોકો રોહિતને સલાહ આપી રહ્યાં છે કે તેને અન્ય ટીમમાં જઈને રમવુ જોઈએ નહીં કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં. જો કે આ મામલે હજુ સુધી રોહિત શર્મા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ