બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / ભારત / Mumbai has overtaken Beijing to become the billionaire capital of Asia

બિઝનેસ / બેઇજિંગને પછાડી મુંબઈ બની એશિયાની અબજોપતિની રાજધાની, જાણો વિશ્વલેવલે કયા ક્રમાંકે

Priyakant

Last Updated: 03:21 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hurun Global Rich List 2024 Latest News: મુંબઈ વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતું ત્રીજા નંબરનું શહેર બની ગયું, 119 અરબપતિઓ સાથે ન્યૂયોર્ક પ્રથમ સ્થાને

Hurun Global Rich List 2024 : શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (Hurun Global Rich List 2024) એ અબજોપતિની મૂડી પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર હવે મુંબઈ અબજોપતિઓની રાજધાની બની ગયું છે. આ પહેલા ચીનની રાજધાની બેઈજિંગ આ સ્થાન પર હતી જે હવે મુંબઈથી પાછળ છૂટી ગઈ છે. એટલું જ નહીં આ યાદીમાં મુંબઈ વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતું ત્રીજા નંબરનું શહેર બની ગયું છે. રિપોર્ટ અનુસાર 119 અરબપતિઓ સાથે આ યાદીમાં ન્યૂયોર્ક પ્રથમ સ્થાને છે. આ પછી લંડનમાં 97 અબજોપતિ છે અને તે યાદીમાં બીજા સ્થાને છે. જ્યારે ભારતની વાણિજ્યિક રાજધાની મુંબઈ 92 અબજપતિઓ સાથે ત્રીજા સ્થાને છે. 

મુંબઈએ બેઈજિંગને પાછળ છોડ્યું
શાંઘાઈ 87 અબજોપતિઓ સાથે પાંચમા સ્થાને, શેનઝેન 84 સાથે છઠ્ઠા સ્થાને અને હોંગકોંગ 65 અબજપતિઓ સાથે સાતમા સ્થાને છે. મુંબઈ પ્રથમ વખત એશિયાની અબજોપતિ રાજધાનીઓમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે. હુરુન રિસર્ચ રિપોર્ટ અનુસાર બેઇજિંગમાં અબજોપતિઓની સંખ્યા 91 છે, જ્યારે ચીનમાં કુલ 814 અબજોપતિઓ રહે છે, જ્યારે 92 અબજોપતિ મુંબઈમાં રહે છે અને ભારતમાં 271 અબજપતિઓ રહે છે. 

મુંબઈનું ચીનની રાજધાનીથી આગળ નીકળી જવાનાં કારણો 
મુંબઈનું ચીનની રાજધાનીથી આગળ નીકળી જવું બે કારણોસર થયું છે. વાસ્તવમાં જ્યાં એક તરફ મુંબઈમાં 26 નવા અબજોપતિઓ ઉમેરવામાં સફળતા મળી છે ત્યાં જ ચીનની રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની બેઈજિંગમાં 18 અબજપતિઓનો ઘટાડો થયો છે. મુંબઈના અબજોપતિઓની કુલ સંપત્તિ $445 બિલિયન છે જે ગયા વર્ષ કરતાં 47 ટકા વધુ છે. જ્યારે બેઇજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ $265 બિલિયન છે જે 28 ટકા ઓછી છે. મુંબઈના સંપત્તિ ક્ષેત્રોમાં ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. જેમાં મુકેશ અંબાણી જેવા અબજોપતિના નામનો સમાવેશ થાય છે જ્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજ મંગલ પ્રભાત લોઢાની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે.

વધુ વાંચો: કોણ છે પવન દાવુલુરી? જેઓ બન્યા માઇક્રોસોફ્ટ Windowsના નવા બોસ, ધરાવે છે ભારત સાથે સીધું કનેક્શન

મુંબઈમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો 
રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ નેટવર્થના સંદર્ભમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 115 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતીય અમીરોની યાદીમાં પ્રથમ ક્રમે છે અને તેઓનો વિશ્વમાં ટોપ-10માં સમાવેશ થાય છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, $86 બિલિયનની નેટવર્થ સાથે ભારતમાં બીજા અને વિશ્વમાં 15મા ક્રમે છે. ગ્લોબલ રેન્કિંગમાં HCLના શિવ નાદર 34મા સ્થાને છે, સીરમ ઈન્સ્ટિટ્યૂટના સાયરસ એસ પૂનાવાલા 55મા સ્થાને છે, ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવી 61મા સ્થાને છે, કુમાર મંગલમ બિરલા 100મા સ્થાને છે અને રાધાકિશન દામાણી પણ ભારતના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ છે. ભારતની આર્થિક પ્રગતિની ગતિ જે રીતે નવી ઉંચાઈઓને સ્પર્શી રહી છે તે જોતા આવનારા દિવસોમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થાય તેવી શકયતા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ