બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni surprise every time with his decision in cricket test

IPL 2024 / 2014માં ટેસ્ટની, 2017માં વનડે- ટી20ની અને હવે IPLની કેપ્ટન્સી, જાણો ધોની હવે શું કરશે?

Arohi

Last Updated: 12:24 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni Cricket Decision: મહેન્દ્ર સિંહ ધોની દર વખતે લોકોને ચોંકાવી દે છે તેમના આસપાસના લોકોને ઘણી વખત અંદાજો નથી હોતો કે તે શું કરવાના છે. 2014માં જ્યારે તેમણે ટેસ્ટ કેપ્ટન્સી છોડી ત્યારે પણ કોઈને વિશ્વાસ ન હતો થયો. ત્યાર બાદ આજ અંદાજમાં તેમણે 3 વર્ષ બાદ ટી20 અને વનડેની કેપ્ટન્સી પણ છોડી. ત્યાર બાદ 2022માં પણ એક વખત ફરી આઈપીએલની કેપ્ટન્સી છોડી.

મહેન્દ્ર સિંહ ધોની પોતાની કેપ્ટન્સીને લઈને દર વખતે ચોંકાવનારા નિર્ણય લઈને ફેંસને ચોંકાવી દે છે. આઈપીએલ 2024 શરૂ થવાના પહેલા ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈની કેપ્ટન્સીની જવાબદારી સોંપી દીધી. આ પહેલા પણ કેપ્ટન્સીને લઈને ધોનીએ ઘણી સરપ્રાઈઝ આપેલી છે. 

મહેન્દ્ર સિંહ ધોની દર વખતે લોકોને ચોંકાવી દે છે તેમના આસપાસના લોકોને ઘણી વખત અંદાજો નથી હોતો કે તે શું કરવાના છે. 2014માં જ્યારે તેમણે ટેસ્ટ કેપ્ટન્સી છોડી ત્યારે પણ કોઈને વિશ્વાસ ન હતો થયો. ત્યાર બાદ આજ અંદાજમાં તેમણે 3 વર્ષ બાદ 2017માં ટી20 અને વનડેની કેપ્ટન્સી પણ છોડી. ત્યાર બાદ 2022માં પણ આઈપીએલની કેપ્ટન્સી છોડી. ફેંસ હવે એ વિચારી રહ્યા છે કે હવે ધોની શું કરશે? 

હવે ધોની શું કરશે?  
ધોનીએ આઈપીએલમાં કેપ્ટન્સી છોડી દીધી છે પરંતુ ખેલાડી તરીકે તે હજુ પણ રમવાનું ચાલું રાખશે. એવામાં એક મોટો સવાલ થાય છે કે જ્યારે આઈપીએલની આ સીઝન પુરી થશે તો માહીનો રોલ શું હશે? શું તે આવનાર સીઝનમાં ચેન્નાઈના મેન્ટોર બનશે? કે ખેલાડી તરીકે એક વખત ફરી 2025માં આવશે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની 'મહેન્દ્ર સરપ્રાઈઝ ધોની' છે. એવામાં તે હવે શું કરશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. 

વધુ વાંચો: 10 IPL ટ્રોફી જીતાડનાર 2 દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત, એકને હટાવાયો, બીજાનું રાજીનામું

ધોનીની કેપ્ટન્સીમાં પાંચ વખત ટ્રોફી જીત્યુ ચેન્નાઈ 
42 વર્ષના ધોનીએ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધુ હતું. પરંતુ તે આઈપીએલમાં રમતા જઈ રહ્યા છે. તેમણે પોતાની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ટ્રોફી જીતાડી છે. ધોનીની કેપ્ટન્સીમાં જ ચેન્નાઈએ 2023 IPL સીઝન પોતાના નામે કરી હતી. ત્યારે તેમણે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ