બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni becomes 1st captain to lead single team in 200 IPL matches

માહી તેરે નામ / ધોનીનો ધમાકો ! IPLના ઈતિહાસમાં કરી નાખ્યો મહા રેકોર્ડ, આવું કરનારો બન્યો પહેલો કેપ્ટન

Hiralal

Last Updated: 08:16 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસનો પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે 200 મેચોમાં કેપ્ટનશીપ કરી છે.

  • મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ ઈતિહાસમાં કર્યો રેકોર્ડ
  • 200 મેચોમાં કેપ્ટનશીપ કરનાર પહેલો કેપ્ટન
  • 2008થી રમી રહ્યો આઈપીએલમાં 
  • તેની આગેવાનીમાં CSK ચાર વાર જીતી છે આઈપીએલનો ખિતાબ 

આજે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો આમને-સામને છે. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમો વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. જો કે મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસનો પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે 200 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. મહેન્દ્ર સિંહ ધોની 2008થી આઈપીએલ રમી રહ્યો છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ ઉપરાંત રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

 2008માં પહેલી વાર ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2008માં પહેલી વાર ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો હતો. આઈપીએલની આ પહેલી ઘટના હતી. ત્યાર બાદ તે સતત ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહ્યો છે. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પર આઈપીએલ 2016 અને આઈપીએલ 2017માં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે બાદ મહેન્દ્ર સિંહ ધોની બંને સિઝનમાં રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સનો ભાગ હતા. આ પછી આઇપીએલ 2018માં ચેન્નાઇ સુપર કિંગ્સની વાપસી થઇ હતી, ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોનીએ ટીમની કમાન સંભાળી હતી.

ધોનીની આગેવાનીવાળી ચેન્નઈની ટીમ ચાર વાર આઈપીએલનો ખિતાબ જીત્યો 
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલની 200 મેચોમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. આઇપીએલની આ 200 મેચમાં ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં 60.61 ટકા મેચ જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આઈપીએલ 2010 સિવાય આ ટીમે આઈપીએલ 2011, આઈપીએલ 2018 અને આઈપીએલ 2021 માં ખિતાબ જીત્યો હતો.

ધોની આઈપીએલની કુલ 237 મેચ રમ્યો 
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં અત્યાર સુધી 237 મેચ રમી ચૂક્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલની 237 મેચોમાં 5004 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 347 ચોગ્ગા અને 232 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીનો આઈપીએલમાં સૌથી વધુ સ્કોર અણનમ 84 રન છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સ 9 વખત ફાઈનલ રમી ચૂકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ