બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Most of the people suffer from constipation in winter

આરોગ્ય / શિયાળામાં મોટા ભાગના લોકોને થાય છે કબજિયાતની સમસ્યા: આજે જ સુધારો આ 5 આદતો

Pooja Khunti

Last Updated: 12:18 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Constipation Problem: શિયાળામાં લોકો પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન નથી કરતાં, જેથી તેમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ જાય છે. આ કારણે કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે.

  • પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવું 
  • શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય 
  • ફાયબરની ઉણપ પાંચન પ્રક્રિયાને અસર કરે છે

શિયાળામાં લોકો હલવા, કચોરી, પકોડા, તળેલું, તીખું, વગેરે ખાવાનું પસંદ કરે છે. આ સાથે શાકભાજી અને ફળોનું સેવન ઘટી જાય છે. ઠંડીનાં કારણે લોકો શારીરિક પ્રવૃતિઓ પણ ઓછી કરી દે છે અથવા બિલકુલ બંધ કરી દે છે. આ બધાની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. જેના કારણે બિમારીઓનું જોખમ વધી જાય છે. શિયાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવાના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થવા લાગે છે. 

શિયાળામાં કબજિયાતની સમસ્યા કેમ વધી જાય છે?

પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન થવું 
શિયાળાની ઋતુમાં તાપમાન એટલું ઓછું રહે છે કે લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. અથવા બહુ ઓછું પાણી પીવું પસંદ કરે છે. આ સાથે લોકો મોટાભાગે જ્યુસ, છાશ વગેરેનું સેવન પણ ઓછું કરી દે છે. આ જ કારણ છે કે શરીર હાઇડ્રેટ નથી રહેતું. જેના કારણે આંતરડામાં લુબ્રિકેશનનો અભાવ થાય છે અને કબજિયાતની સમસ્યા થાય છે. 

કેફીનનું વધુ સેવન 
શિયાળામાં લોકો ચા-કોફીનું સેવન ખુબ પસંદ કરે છે. તેનાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 

ફાયબરનું સેવન ઘટી જવું 
લોકો શિયાળામાં હલવા, કચોરી, પકોડા વગેરે વસ્તુઓનું સેવન કરે છે. આ પચાવવું થોડું મુશ્કેલ થઈ જાય છે. આ સાથે લોકો ફળ અને શાકભાજીનું સેવન ઘટાડી દે છે. જેના કારણે શરીરમાં ફાયબર ઘટી જાય છે. ફાયબરની ઉણપ પાંચન પ્રક્રિયાને અસર કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 

શારીરિક પ્રવૃતિ ઓછી થવી 
શિયાળામાં લોકો કસરત, યોગ, ચાલવા જવું, વગેરે જેવી અનેક શારીરિક પ્રવૃતિઓ ઓછી કરી દે છે અથવા બિલકુલ બંધ જ કરી દે છે. જેની સીધી અસર પાંચન તંત્ર પર પડે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 

વાંચવા જેવું: રસોઈ બનાવો ત્યારે જમવામાં નાંખી દો આ એક વસ્તુ: ના ગેસ થશે, ના અપચો, પેટની સમસ્યાઓનો આવશે અં

વધુ પડતી દવાઓનું સેવન 
શિયાળામાં બિમારીઓનું જોખમ વધી જાય છે. જેમકે શરદી, ઉધરસ, કફ, તાવ અને સાંધાનો દુ:ખાવો. જેથી લોકો દવાનું સેવન કરતાં હોય છે. ઘણી વાર આ દવાઓનાં કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ