બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A study found that consumption of Asafoetida provides relief from period pain

આરોગ્ય / રસોઈ બનાવો ત્યારે જમવામાં નાંખી દો આ એક વસ્તુ: ના ગેસ થશે, ના અપચો, પેટની સમસ્યાઓનો આવશે અંત

Pooja Khunti

Last Updated: 04:41 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Asafoetida: એક શોધ મુજબ જાણવા મળ્યું કે હિંગનાં સેવનથી પિરિયડ્સમાં થતાં દુ:ખાવાથી રાહત મળે છે. હિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે માથાનાં દુ:ખાવા અને સોજાથી રાહત આપે છે.

  • જમવામાં હિંગનો ઉપયોગ કરવો જોઈએ
  • સોજાની સમસ્યા દૂર થાય
  • બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે 

જમ્યા પછી ઘણીવાર એસિડિટી, ગેસ અને પેટ ફૂલી જવું જેવી સમસ્યાઓ થાય છે. તેના કેટલા બધા કારણો હોઇ શકે છે.  જેમકે જીવનશૈલી, વધુ જમી લેવું, તીખું ખાવું અથવા ફાસ્ટ ફૂડ્સનું સેવન. સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેનાથી બચવા માટે ઘરેલુ ઉપાય કરવાનું કહે છે. એક એવી વસ્તુ છે, જેના સેવનથી પેટની દરેક સમસ્યા દૂર થઈ જશે. 

હિંગનું સેવન 
સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ ગેસ, એસિડિટી અથવા પેટની કોઈ પણ સમસ્યાથી બચવા માટે એક ચપટી હિંગનું સેવન કરવું જોઈએ. હિંગનો ઉપયોગ રસોઈ બનાવવામાં થાય છે. તેના સેવનથી પેટની સમસ્યાઓથી રાહત મળે છે. 

સોજાની સમસ્યા દૂર થાય
જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે જમવામાં હિંગનો ઉપયોગ કરવો જોઈએ. હિંગનાં સેવનથી સોજાની સમસ્યા દૂર થાય છે. પેટમાં સોજો આવવાથી લઈને પેટ ફૂલવું અને પાચનક્રિયા જેવી અનેક સમસ્યાઓમાં હિંગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

વાંચવા જેવું: ઠંડીની સિઝનમાં ઇમ્યુનિટીને નબળી કરી નાખે છે આ 5 ચીજ, આજથી જ લાઇફસ્ટાઇલમાં લાવો આ ફેરફાર

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે 
હિંગનાં સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ હ્રદયનાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. એક શોધ મુજબ જાણવા મળ્યું કે હિંગનાં સેવનથી મહિલાઓને પિરિયડ્સમાં થતાં દુ:ખાવાથી રાહત મળે છે.  હિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે  માથાનાં દુ:ખાવા અને સોજાથી રાહત આપે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ