બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / moment when building behind tv reporter gets bombed in live show from gaza watch video
Vikram Mehta
Last Updated: 11:59 AM, 8 October 2023
ADVERTISEMENT
Aljazeeraレポーターの背後のビルが空爆されたシーンの切り抜き。
— S🐦 (@sattobi_c) October 7, 2023
メインキャスターもレポーターもプロだ。。
🔴 Al Jazeera English | Live https://t.co/zR179NmM1h https://t.co/2tD8FlopKB pic.twitter.com/j64j8Z6DzW
ADVERTISEMENT
ઈઝરાયલ અને ફિલીસ્તાનનું યુદ્ધ ચરમ પર જોવા મળી રહ્યું છે. આ યુદ્ધના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અલ જજીરાના એક રિપોર્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, આ રિપોર્ટર યુદ્ધમાં લાઈવ રિપોર્ટીંગ કરી રહી હતી. તે સમયે એક ઈમારત પર બોમ્બબારી કરવામાં આવી.
આ વિડીયોમાં રિપોર્ટર બૂમ પાડી રહી છે. રિપોર્ટરની પાછળ એક ફિલીસ્તીન ટાવર પર બોમ્બબારો કરવામાં આવ્યો હતો. તે ઈમારત પર બોમ્બબારી કરવામાં આવી. જ્યાંથી ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. સ્ટુડિયોમાં બેસેલ એલ જજીરાના એન્કર બોમ્બબારી કરતા સમયે રિપોર્ટર સાથે વાત કરી રહ્યા હતા, અને રિપોર્ટરને સુરક્ષિત જગ્યાએ જવા માટે કહી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં એન્કર રિપોર્ટરને કહી રહી હતી કે, ‘કૃપા કરીને સુરક્ષિત જગ્યાએ જતા રહો. જેથી તમે સમજાવી શકો કે, ત્યાં શું થઈ રહ્યું હતું. જેથી સુરક્ષિત સ્થળે જતા રહો. જેના પર રિપોર્ટર ગભરાતા અવાજે જવાબ આપી રહી છે કે, ‘ના બધુ જ બરાબર છે. ગાંજા શહેરની મધ્યમાં આવેલ એક ફિલીસ્તીન ટાવર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.’ આ બાબતે એન્કર થોડો આરામ કરવા માટે કહે છે.
શનિવારે ગાજા પટ્ટીમાં સત્તારૂઢ ચરમપંથી સમૂહે સવારે હુમલો કરવામાં આવ્યો. હમાસે સૌથી પહેલા હજાર રોકેટ દાગી દીધા. ત્યારપછી હમાસ સૈનિકોએ જમીન, આકાશ અને સમુદ્રી રસ્તાઓથી સીમામાં ઘુસવાની કોશિશ કરી. જેના જવાબમાં ઈઝરાયલે ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ લોન્ચ કર્યા. દેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, હમાસે અચાનક હુમલો કરતા 100થી વધુ લોકોના મોત થયા છે. હમાસે હુમલો કર્યા પછી ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ યુદ્ધની જાહેરાત કરીને જણાવ્યું કે, ‘દુશ્મન દેશ પાસે અભુતપૂર્વ કિંમત વસૂલ કરશે. ઈઝરાયલના નાગરિકો આપણે યુદ્ધ જીતીશું. દુશ્મને તેની કિંમત ચૂકવવી પડશે.’
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.