બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / mokshada ekadashi 2023 know shubh muhurat pujan vidhi upay

એકાદશી / આજે વર્ષની સૌથી છેલ્લી અને ખાસ અગિયારસ: આ રીતે કરો ભગવાન શ્રીવિષ્ણુનું પૂજન, દાન કરવાથી અનેક ગણું ફળ થશે પ્રાપ્ત

Manisha Jogi

Last Updated: 10:31 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશીને મોક્ષ પ્રાપ્તિનો દિવસ પણ કહેવામાં આવે છે.

  • આજે મોક્ષદા અગિયારસ
  • મોક્ષ પ્રાપ્તિનો દિવસ પણ કહેવામાં આવે
  • જાણો મોક્ષદા એકાદશીનું મુહૂર્ત

આજે મોક્ષદા અગિયારસ છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદ ગીતામાં જણાવવામાં આવ્યો છે.   શ્રીમદ ભગવદ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેની ઉત્પત્તિ શ્રીકૃષ્ણના મુખેથી થઈ છે. આ કારણોસર દર વર્ષે ગીતા જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે ગીતાના પાઠ કરવાથી તમામ કાર્ય સફળ થાય છે. સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશીને મોક્ષ પ્રાપ્તિનો દિવસ પણ કહેવામાં આવે છે. 

મોક્ષદા એકાદશી પૂજા વિધિ
મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને વ્રતનો સંકલ્પ લો. આ દિવસે બાજઠ પર પીળુ કપડું પાથરો અને ભગવાન વિષ્ણુ તથા કૃષ્ણ ભગવાનની સ્થાપના કરો. લાલ અથવા પીળા કપડામાં લપેટીને ગીતાની સ્થાપના કરો. ફળ, મિઠાઈ અને પંચામૃત અર્પણ કરો. શ્રીકૃષ્ણના મંત્રનો જાપ કરો અને ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરો.  

મોક્ષદા એકાદશી મુહૂર્ત

  • મોક્ષદા એકાદશી પ્રારંભ- આજે સવારે 08:16 વાગ્યે
  • મોક્ષદા એકાદશી સમાપ્તિ- 23 ડિસેમ્બરે સવારે 07:11 વાગ્યે
  • મોક્ષદા એકાદશી પારણા- બપોરે 01:22 વાગ્યાથી બપોરે 03:26 વાગ્યા સુધી

મોક્ષદા એકાદશી ઉપાય

  • મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળી વસ્તુઓનું દાન કરો. બ્રાહ્મણને પીળા વસ્ત્ર દાન કરવાથી લાભ થશે અને ઈચ્છાપૂર્તિ થશે. 
  • મોક્ષદા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ પર જળ અર્પણ કરો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, જેથી દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે. 

મોક્ષદા એકાદશી મહત્ત્વ

  • મોક્ષદા એકાદશીને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની તુલસીની મંજરૂ, ધૂપ દીપ, નૈવેદ્યથી પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે. 
  • વ્રત અને પૂજા કરવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ