વર્ષ 2010માં મિસ ઈન્ડિયા ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલી મોડલ એશ્રા એક ભયાનક અકસ્માતમાંથી સાજા થઈને ટૂંક સમયમાં સેટ પર પરત ફરવા જઈ રહી છે.
2010માં મિસ ઈન્ડિયા ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે એશ્રા
ભયાનક અકસ્માત બાદ સાજી થઈ સેટ પર પરત ફરી
આ વેબ સીરીઝમાં જોવા મળશે એશ્રા
વર્ષ 2010ની મિસ ઈન્ડિયા ફર્સ્ટ રનર અપ રહી ચુકેલી મોડલર એશ્રા પટેલ ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. હવે તે સાજી થઈને સેટ પર શૂટિંગ માટે પરત ફરી છે. એશ્રા પટેલ એક મોડલ છે. વર્ષો સુધી મુંબઈમાં તેણે મોડલિંગ કરી છે. ત્યાં જ લગભગ 100 અલગ અલગ બ્રાન્ડ માટે મોડલિંગ કરતી હતી.
6 મહિના પહેલા થઈ હતી દુર્ઘટનાનો શિકાર
6 મહિના પહેલા તે એક મોટી દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. આ વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં તેની કારનો ભયાનક એક્સીડન્ટ થયો હતો. જ્યાર બાદ ડોક્ટરોએ પણ તેમને જવાબ આપી દિધો હતો કે તે ક્યારેય ચાલી નહીં શકે.
18 ફ્રેક્ચર આવ્યા હાત એશ્રાને
આ અકસ્માતમાં તે ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને તેને 18 ફ્રેક્ચર થયા હતા. તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને તે લાંબા સમયથી વેન્ટિલેટર પર હતી. તેમના કહેવા પ્રમાણે, 'ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તમને ચાલવામાં ઓછામાં ઓછા બે વર્ષ લાગશે.
પણ મેં નક્કી કરી લીધું હતું કે મારે મારા પગ પર ઊભા રહેવું છે. મેં દરેક દવા અને થેરાપિને ડેડિકેશન સાથે ફોલો કર્યા અને જુઓ આજે હું મારા પગ પર ઉભી છું. મેં 6 થી 7 મહિનામાં કામ પર પાછા ફરવાની તૈયારી પણ કરી લીધી છે.
વેબ સીરિઝથી સેટ પર કરશે વાપસી
હિંમત કરીને મોડલ એશ્રાએ નવું જીવન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેણે હાલમાં જ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં વેબ સિરીઝ સાથે કામ પર પરત ફરશે. તે ડિજિટલ પ્રોજેક્ટ અને મ્યુઝિક વીડિયોનો પણ એક ભાગ છે. તેણે કહ્યું કે તે તેના ગામ માટે કંઈક સારું કરવા માંગે છે.