બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / mission chandrayaan 3 will not end in 14 days isro scientist said

મિશન મૂન / 14 દિવસમાં ખતમ નહીં થાય મિશન ચંદ્રયાન! સૂર્યની ઉર્જાથી વિક્રમ અને પ્રજ્ઞાનમાં પૂરાશે નવા પ્રાણ

Manisha Jogi

Last Updated: 12:00 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિશન ચંદ્રયાન-3નો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહેલ એમ.શ્રીકાંતે જણાવ્યું છે કે, ચંદ્ર પર 14 દિવસની રાત પછી સૂરજ ઊગશે. રોવર અને લેન્ડર ચંદ્ર પર હજુ સાત દિવસ કામ કરશે અને સૂરજ આથમી ગયા પછી કામ નહીં કરે.

  • ચંદ્ર પર 14 દિવસની રાત પછી સૂરજ ઊગશે
  • રોવર અને લેન્ડર ચંદ્ર પર હજુ સાત દિવસ કામ કરશે
  • ચંદ્ર 14 દિવસની રાતમાં કામ નહીં કરે

મિશન ચંદ્રયાન-3નો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહેલ એમ.શ્રીકાંતે જણાવ્યું છે કે, ચંદ્ર પર 14 દિવસની રાત પછી સૂરજ ઊગશે, તો લેન્ડર અને રોવર ફરી કામ શરૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એમ.શ્રીકાંતે જણાવ્યું છે કે, ચંદ્ર પર સૂરજનો પ્રકાશ હોય ત્યારે શક્ય હોય તેટલી જાણકારી મેળવી લેવામાં આવે. રોવર અને લેન્ડર ચંદ્ર પર હજુ સાત દિવસ કામ કરશે અને સૂરજ આથમી ગયા પછી કામ નહીં કરે. આ પ્રકારે થશે તો આપણા માટે સારું રહેશે અને આ પ્રકારે ના થાય તો પણ મિશન પૂર્ણ થઈ જશે. 

ચંદ્ર 14 દિવસની રાતમાં કામ નહીં કરે
ચંદ્ર પર 23 ઓગસ્ટના રોજ સૂરજ નીકળ્યો હતો અને 14 દિવસ સુધી ત્યાં પ્રકાશ રહેશે. ત્યાં સુધી પ્રજ્ઞાન અને વિક્રમ પણ કામ કરતા રહેશે. સૂરજ આથમશે ત્યારે પ્રજ્ઞાન અને વિક્રમ નિષ્ક્રિય થઈ જશે. પ્રજ્ઞાન અને વિક્રમ પર સોલાર પેનલ છે, જે સૂરજના પ્રકાશમાંથી એનર્જી મેળવે છે. સૂરજ આથમે છે ત્યારે ચંદ્ર પર -203 ડિગ્રી તાપમાન થઈ જાય છે. પ્રજ્ઞાન અને વિક્રમ આ તાપમાનમાં કામ ના કરી શકે. જેથી ચંદ્ર પર 14 દિવસ રાત રહેશે, તો પ્રજ્ઞાન અને વિક્રમ કામ નહીં કરી શકે. 

કેબિનેટે ચંદ્રયાન-3ની સફળતાને ઉભરતા ભારતનું પ્રતીક ગણાવ્યું
મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક થઈ હતી. શરૂઆતમાં ચંદ્રયાન-3ના મિશનની સફળતા પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ મિશનની સફળતા ભારતના પ્રગતિશીલ વિચાર, આત્મનિર્ભરતા અને વૈશ્વિક મંચ પર ઊભરતા નવા ભારતની તાકાતનું પ્રતીક છે. કેબિનેટે બેઠક પછી સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ‘કેબિનેટે 23 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે જાહેર કરવાની સરાહના કરી છે. ભારત માટે તે ખૂબ જ ગૌરવની વાત છે. મિશન ચંદ્રયાનથી ચંદ્રના રહસ્યો વિશે જાણી શકાશે. અંતરિક્ષ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. કેબેનિટે તમામ મહિલા વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે અને દેશના યુવાઓને વિજ્ઞાન સાથે જોડાવાની અપીલ કરી છે.’

ચંદ્ર પર ચંદ્રયાનના પદચિહ્ન
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘ચંદ્ર પર જે સ્થળે ચંદ્રયાન-2ના પદચિહ્ન પડ્યા હતા તેનું નામ તિરંગા અને ચંદ્રયાન-3એ જ્યાં લેન્ડ કર્યું તેનું નામ શિવશક્તિ રાખવાના નિર્ણયને કેબિનેટે આવકાર્યો છે. કેબિનેટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અંતરિક્ષ ક્ષેત્રે ભારતે મેળવેલ સફળતા ઉભરતા ભારતનું પ્રતીક છે. જે પ્રગતિશીલ વિચાર, આત્મનિર્ભરતા અને વૈશ્વિક દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ