બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / Missing Titanic Submarine who is on board know more about it

Missing / Titanic નું ભંગાર જોવા સમુદ્રમાં ગયેલ સબમરીન જ લાપતા, ભારત માટે ખાસ કામ કરનાર શખ્સ પણ હતા સવાર

Arohi

Last Updated: 12:47 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Missing Titanic Submarine: રવિવારે ડુબકી લગાવ્યાના બે કલાકથી પણ ઓછા સમય બાદ ટાઈટેનિક સબમરીન ગુમ થઈ ગયું. આ સબમરીનની ક્ષમતા 96 કલાક સુધી પાણીની અંદર રહેવાની છે અને તેમાં 70 કલાકનો ઓક્સીઝન છે.

  • સમુદ્રમાં ગયેલ સબમરીન લાપતા
  • Titanic નું ભંગાર જોવા ગઈ હતી સબમરીન
  • ભારત માટે ખાસ કામ કરનાર શખ્સ પણ હતા સવાર

બ્રિટનના સાઉથેમ્પટનથી ન્યૂયોર્ક સિટી માટે પોતાની યાત્રા પર 10 એપ્રિલ 1912એ ટાઈટેનિક જહાજ સફર પર વિકળ્યું હતું અને ચાર દિવસ બાદ 14 એપ્રિલ 1912ની અડધીરાત સુધી આઈસબર્ગથી અથડાઈને આ જહાજ ઉત્તરી અટલાંટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. હવે તેની આસપાસ એક સબમરીનના ગુમ થવાની ખબર સામે આવી છે. 

બે કલાકથી પણ ઓછા સમયમાં ગુમ થઈ સબમરીન
બચાવ દળ એક સબમરીનને શોધવા માટે કાર્ય કરી રહ્યા છે. જે પર્યટકોને ટાઈટેનિક જહાજના ડૂબવાના સ્થાન પર લઈને ગયા હતા. રવિવારે ડુબકી લગાવ્યાના બે કલાકથી પણ ઓછા સમય બાદ ટાઈટેનિક સબમરીન ગુમ થઈ ગયું. આ સબમરીનની ક્ષમતા 96 કલાક સુધી પાણીની અંદર રહેવાની છે અને તેમાં 70 કલાકનો ઓક્સીઝન છે.

દરેક વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યા હતા 2,50,000 ડોલર 
ઓશનગેટ અભિયાન માટે દરેક વ્યક્તિ પાસે 2,50,000 અમેરિકી ડોલર લેવામાં આવ્યા હતા. ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે આઠ દિવસીય મિશનની રજૂઆત કરનાર કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે સબમરીન ચાલક દળના સદસ્યોની સાથે સમુદ્રમાં ખોવાઈ ગયા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાલક દળને સુરક્ષિત પરત લાવવા માટે બધા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે. 

ગુમ થયેલા સબમરીનમાં કોણ કોણ હતું સવાર? 
નામીબિયાથી ચીત્તા લાવવામાં ભારતની મદદ કરનાર હામિશ હાર્ડિંગ 

આ સબમરીનમાં ટાઈટેનિક જહાજના અવશેષને જોવા માટે પાંચ સદસ્યોને લઈ જવાની ક્ષમતા છે. તેમાં સવાર યાત્રીઓમાંથી એકની ઓળખ બ્રિટિશ વ્યવસાયી હામિશ હાર્ડિંગના રૂપમાં થઈ છે. 58 વર્ષીય હાર્ડિંગ એક એવિએટર, અંતરિક્ષ પર્યટક અને દુબઈ સ્થિત એક્સ એવિએશનના અધ્યક્ષ છે. 

હાર્ડિંગે રવિવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે ટાઈટેનિકની નીચે જતા મિશન ખાસ રીતે તેમના આએમએસ ટાઈટેનિક મિશનને ઓશનગેટ અભિયાનમાં શામેલ થવા પર ગર્વ છે. હામિશ હાર્ડિંગ એ શખ્સ છે જેમણે નામીબિયાથી ચિત્તા લાવવાની પરિયોજનામાં ભારત સરકારની સાથે સહયોગ કર્યો હતો. હાર્ડિંગને દુનિયાભરમાં તેમના સંશોધન વાળા અભિયાનો માટે જાણવામાં આવે છે. 

બ્રિટિશ-પાકિસ્તાની વ્યવસાયી શહજાદા દાઉદ અને તેમના દિકરા 
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક અન્ય પર્યટક બ્રિટિશ-પાકિસ્તાની વ્યવસાયી શહઝાદા દાઉદ અને તેમના દિકરા સુલેમાન છે. મીડિયામાં તેમના પરિવારના હવાલે કહેવામાં આવ્યું છે કે "અમે પોતાના સહયોગીઓ અને દોસ્તોર દ્વારા કરવામાં આવી રહેલી ચિંતા માટે ખૂબ આભારી છીએ અને બધાને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કરીએ છીએ."

શહઝાદા દાઉદ પાકિસ્તાનના સૌથી મોટા ગ્રુપમાંથી એક એગ્રો કોર્પોરેશનના ઉપાધ્યક્ષ છે. જેમનું ઉર્વરક, વાહન નિર્માણ, ઉર્જા અને ડિજિટલ ટેક્નીકોમાં રોકામ છે. કેલિફોર્નિયા સ્થિત શોધ સંસ્થાન SETI, જેમના તે ટ્રસ્ટી છે. તેમની વેબસાઈટના અનુસાર તે પોતાની પત્ની અને બે બાળકોની સાથે બ્રિટનમાં રહે છે. 

ઓશનગેટના સંસ્થાપક અને CEO સ્ટાકટન રશ અને ફ્રાંસીસી પાયલટ પોલ-હેનરી નાર્ગેલેટ 
મીડિયા રિપોર્ટ અનુસાર, ઓશનગેટના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટાકટન રશ અને ફ્રાંસીસી પાયલટ પોલ-હેનરી નાર્ગોલેટ પણ આ સબમરીનમાં સવાર હતા. 

સબમરીનનું નજન 10,432 કિગ્રા છે અને કંપનીની વેબસાઈટ અનુસાર આ 13,100 ફૂટ ઉંડી જઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ