બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / વિશ્વ / Missing Titanic Submarine: People who went to see the wreck of the Titanic Know what is updated about oxygen

Titanic Submarine / ટાઈટેનિકનો ભંગાર જોવા ગયેલા લોકો ક્યારેય પાછા નહીં આવે? ઑક્સીજનને લઈને જાણો શું છે અપડેટ

Megha

Last Updated: 04:12 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઇટેનિકનો કાટમાળ દેખાડતી સબમરીન ટાઇટન સમુદ્રની ઊંડાઈમાં ગુમ થઈ ગઈ છે અને હવે મલ્ટી માહિતી મુજબ આ સબમરીનમાં માત્ર થોડા કલાકો માટે જ ઓક્સિજન બચ્યો છે

  • સબમરીન ટાઇટન સમુદ્રની ઊંડાઈમાં ગુમ થઈ ગઈ છે 
  • સબમરીનને પહોંચવામાં અને પાછા આવવામાં આઠ કલાક લાગે
  • બે કલાકથી પણ ઓછા સમયમાં ગુમ થઈ હતી સબમરીન

રવિવારના રોજ વિશ્વના સૌથી પ્રખ્યાત જહાજ ટાઇટેનિકનો કાટમાળ દેખાડતી સબમરીન ટાઇટન સમુદ્રની ઊંડાઈમાં ગુમ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે સબમરીનમાં પાંચ અબજોપતિ સવાર હતા, જેમની શોધખોળ પુરજોશમાં ચાલી રહી છે.જો કે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સબમરીનમાં માત્ર થોડા કલાકો માટે જ ઓક્સિજન બચ્યો છે અને અંહિયા મહત્વની વાત એ છે કે સબમરીનને દરિયાના તટ પર લાવવામાં એ બે કલાકનો સમય લાગશે. 

સબમરીનને પહોંચવામાં અને પાછા આવવામાં આઠ કલાક લાગે
ટાઇટન એ નાની કેપ્સ્યુલ આકારની સબમરીન છે જેમાં મહત્તમ પાંચ લોકોની ક્ષમતા છે. જ્યારે તે ગુમ થઈ ત્યારે તેમાં પાંચ લોકો સવાર હતા. સબમરીન 6.7 મીટર લાંબી, 2.8 મીટર પહોળી અને 2.5 મીટર ઊંચી છે. તેમાં 96 કલાક ઓક્સિજન હોય છે. સબમરીનમાં બેસવા માટે કોઈ સીટ નથી પરંતુ એક ફ્લેટ ફ્લોર છે જેના પર પાંચ લોકો બેસી શકે છે.  21 ફૂટ લાંબી સબમરીનની અંદર તેમાં સવાર લોકો પાસે મર્યાદિત માત્રામાં ખોરાક અને પાણી હતું. આ સબમરીનને પહોંચવામાં અને પાછા આવવામાં આઠ કલાક લાગે છે. ટાઈટેનિકનો કાટમાળ 12,500 ફૂટની ઉંડાઈ પર છે જ્યાં જવામાં બે કલાક, ટાઈટેનિક જોવામાં ચાર કલાક અને ત્યાંથી પાછા આવવામાં બે કલાક લાગે છે. 

પાણીમાં સૂર્યપ્રકાશ માત્ર 660 ફૂટ સુધી જઈ શકે
અંહિયા એવ વાત એ જાણવા જેવી છે કે સમુદ્રના પાણીમાં સૂર્યપ્રકાશ માત્ર 660 ફૂટ સુધી જઈ શકે છે. એવામાં સ્કુબા ડાઇવિંગ માટે લોકો માત્ર 130 ફૂટ ઊંડે સુધી જાય છે. આ સાથે જ જણાવી દઈએ કે દરિયામાં અત્યાર સુધીનું સૌથી ઊંડું પાણીની અંદર રેસ્ક્યૂ 1,575 ફૂટની ઊંડાઈએ કરવામાં આવ્યું હતું.

બે કલાકથી પણ ઓછા સમયમાં ગુમ થઈ સબમરીન
બચાવ દળ એક સબમરીનને શોધવા માટે કાર્ય કરી રહ્યા છે. જે પર્યટકોને ટાઈટેનિક જહાજના ડૂબવાના સ્થાન પર લઈને ગયા હતા. રવિવારે ડુબકી લગાવ્યાના બે કલાકથી પણ ઓછા સમય બાદ ટાઈટેનિક સબમરીન ગુમ થઈ ગયું. આ સબમરીનની ક્ષમતા 96 કલાક સુધી પાણીની અંદર રહેવાની છે અને તેમાં 70 કલાકનો ઓક્સીઝન છે.

દરેક વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યા હતા 2,50,000 ડોલર 
ઓશનગેટ અભિયાન માટે દરેક વ્યક્તિ પાસે 2,50,000 અમેરિકી ડોલર લેવામાં આવ્યા હતા. ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે આઠ દિવસીય મિશનની રજૂઆત કરનાર કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે સબમરીન ચાલક દળના સદસ્યોની સાથે સમુદ્રમાં ખોવાઈ ગયા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાલક દળને સુરક્ષિત પરત લાવવા માટે બધા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે. 

ગુમ થયેલા સબમરીનમાં કોણ કોણ હતું સવાર? 
નામીબિયાથી ચીત્તા લાવવામાં ભારતની મદદ કરનાર હામિશ હાર્ડિંગ 
આ સબમરીનમાં ટાઈટેનિક જહાજના અવશેષને જોવા માટે પાંચ સદસ્યોને લઈ જવાની ક્ષમતા છે. તેમાં સવાર યાત્રીઓમાંથી એકની ઓળખ બ્રિટિશ વ્યવસાયી હામિશ હાર્ડિંગના રૂપમાં થઈ છે. 58 વર્ષીય હાર્ડિંગ એક એવિએટર, અંતરિક્ષ પર્યટક અને દુબઈ સ્થિત એક્સ એવિએશનના અધ્યક્ષ છે. 

હાર્ડિંગે રવિવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે ટાઈટેનિકની નીચે જતા મિશન ખાસ રીતે તેમના આએમએસ ટાઈટેનિક મિશનને ઓશનગેટ અભિયાનમાં શામેલ થવા પર ગર્વ છે. હામિશ હાર્ડિંગ એ શખ્સ છે જેમણે નામીબિયાથી ચિત્તા લાવવાની પરિયોજનામાં ભારત સરકારની સાથે સહયોગ કર્યો હતો. હાર્ડિંગને દુનિયાભરમાં તેમના સંશોધન વાળા અભિયાનો માટે જાણવામાં આવે છે. 

બ્રિટિશ-પાકિસ્તાની વ્યવસાયી શહજાદા દાઉદ અને તેમના દિકરા 
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક અન્ય પર્યટક બ્રિટિશ-પાકિસ્તાની વ્યવસાયી શહઝાદા દાઉદ અને તેમના દિકરા સુલેમાન છે. મીડિયામાં તેમના પરિવારના હવાલે કહેવામાં આવ્યું છે કે "અમે પોતાના સહયોગીઓ અને દોસ્તોર દ્વારા કરવામાં આવી રહેલી ચિંતા માટે ખૂબ આભારી છીએ અને બધાને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કરીએ છીએ."

શહઝાદા દાઉદ પાકિસ્તાનના સૌથી મોટા ગ્રુપમાંથી એક એગ્રો કોર્પોરેશનના ઉપાધ્યક્ષ છે. જેમનું ઉર્વરક, વાહન નિર્માણ, ઉર્જા અને ડિજિટલ ટેક્નીકોમાં રોકામ છે. કેલિફોર્નિયા સ્થિત શોધ સંસ્થાન SETI, જેમના તે ટ્રસ્ટી છે. તેમની વેબસાઈટના અનુસાર તે પોતાની પત્ની અને બે બાળકોની સાથે બ્રિટનમાં રહે છે. 

ઓશનગેટના સંસ્થાપક અને CEO સ્ટાકટન રશ અને ફ્રાંસીસી પાયલટ પોલ-હેનરી નાર્ગેલેટ 
મીડિયા રિપોર્ટ અનુસાર, ઓશનગેટના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટાકટન રશ અને ફ્રાંસીસી પાયલટ પોલ-હેનરી નાર્ગોલેટ પણ આ સબમરીનમાં સવાર હતા. 

સબમરીનનું નજન 10,432 કિગ્રા છે અને કંપનીની વેબસાઈટ અનુસાર આ 13,100 ફૂટ ઉંડી જઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ