બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભારત / NRI News / Minita Sanghvi gets official Democratic nomination

અમેરિકા / કાઠિયાવાડી દીકરી USમાં લડશે સેનેટની ચૂંટણી, પાર્ટીએ આપી મંજૂરી, દાદાની પેનથી લખાયું ભારતનું બંધારણ

Hiralal

Last Updated: 06:47 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજુલાની દીકરી મિનિતા સંઘવી અમેરિકામાં સેનેટની ચૂંટણી લડી રહ્યાં છે અને ડેમોક્રેટિક પાર્ટીએ તેમના નોમિનેશનને મંજૂરી આપી છે.

મૂળ ગુજરાતના અમરેલીના રાજુલાની દીકરી અમેરિકામાં ઈતિહાસ રચવા જઈ રહી છે. રાજુલામાં જન્મેલા દ્રારકાદાસ જીવણલાલ સંઘવીની પૌત્રી મિનિતા સંઘવીને તેમની પાર્ટી ડેમોક્રેટિક તરફથી ન્યૂયોર્કમાં સેનેટની ચૂંટણી લડવાની મંજૂરી મળી ગઈ છે. 14 જાન્યુઆરી 2024ના દિવસે મિનિતાએ ન્યૂયોર્ક સેનેટની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ હવે પાર્ટીની મંજૂરી મળી છે. જો તેઓ ચૂંટણી જીતી જશે તો સેનેટમા ચૂંટાનારા પહેલા ભારતીય હશે. 

મિનિતા સંઘવી લેસ્બિયન છે 
મિનિતા સંઘવી 2010થી અમેરિકાનું સિટીઝનશીપ ધરાવે છે અને અત્યાર તેઓ સારાટોગ સ્પિંગ્સમાં ફાયનાન્સ કમિશ્નર તરીકે સેવા બજાવે છે. મિનિતા એક લેખક અને પ્રોફેસર પણ છે. તેમણે સજાતીય લગ્ન કરેલા છે અને તેમના પાર્ટનરનું નામ મેગન છે. તેમને એક પુત્ર પણ છે જેનું નામ જેમી છે. તેમણે લેસ્બિયન હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો. 

દ્રારકાદાસ જીવણલાલ સંઘવીની પેનથી ભારતનું બંધારણ લખાયેલું 
ઉલ્લેખીય છે કે દ્વારકાદાસ જીવણલાલ સંઘવીની પેનથી ભારતનું બંધારણ લખાયેલું છે. મિનિતા સંઘવીના દાદા દ્રારકાદાસ એકદમ ગરીબ પરિવારમાં જન્મયા હતા અને માત્ર 8 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. માતાની આર્થિક સ્થિતિ એવી સારી નહોતી કે બાળકોનો ઉછેર કરી શકે એટલે દ્રારકાદાસને બાળાશ્રમમાં મુકી દેવામાં આવ્યા હતા. 13 વર્ષની ઉંમરે દ્રારકાદાસ તેમના મોટા ભાઇ સાથે રંગૂન ગયા હતા અને ત્યાંથી પરત આવીને વલસાડ આવ્યા હતા અને તે પછી મુંબઇમાં પેનના પાર્ટસ બનાવવાનું શરૂ કર્યું હતું. દ્રારકાદાસને ભારતમાં પેન ઉદ્યોગના પાયોનિયર તરીકે ગણવામાં આવે છે. તેમના પરિવારનો દાવો છે કે ભારત દેશનું બધારણ લખાયું હતું તેમાં દ્રારકાદાસની પેનનો ઉપયોગ થયો હતો.

અમેરિકામાં 2024માં પ્રેસિડન્ટની ચૂંટણી 
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં નવેમ્બર 2024માં રાષ્ટ્પતિની ચૂંટણી યોજાવાની છે. ત્યાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે જ મુખ્ય મુકાબલો છે. ત્રીજી કોઈ પાર્ટીને સ્થાન નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ