બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mining mafia planted GPS under officer's car in Banaskantha

ખળભળાટ / અધિકારીની કાર નીચે ખનીજ માફિયાએ લગાવી દીધું GPS, રેડ કરવા પહોંચે તે પહેલા સગે-વગે કરી દેવાતો હતો માલ: બનાસકાંઠામાં નવો કીમિયો

Priyakant

Last Updated: 09:55 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Latest News: ખનીજ માફિયાઓએ અધિકારી રેડ કરવા પહોંચે તે પહેલા જ ખબર પડી જાય અને મુદ્દામાલ સગેવગે થઇ શકે તે માટે અધિકારીની સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જ GPS લગાવી દીધું

  • બનાસકાંઠામાં ખનીજમાફિયાઓ તંત્ર કરતાં પણ હોશિયાર નીકળ્યા 
  • GPSથી અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતાં હતા ખનીજ માફિયા 
  • માફિયાઓએ સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જ GPS લગાવી દીધું 

Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા નવો કીમિયો અપનાવ્યો છે. વાત જાણે એમ છે કે, અધિકારી રેડ કરવા પહોંચે તે પહેલા જ ખબર પડી જાય અને મુદ્દામાલ સગેવગે થઇ શકે તે માટે ખનીજ માફિયાઓએ અધિકારીની સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જ GPS લગાવી દીધું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગઈ છે. જેથી અધિકારી ઓફિસથી નીકળી ક્યાં જાય તેની ખબર પડી જાય તેવી ટેકનિક અપનાવતા ખુદ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા છે. જોકે હવે ખાણખનીજ વિભાગના અધિકારીને ઘટનાની જાણ થઇ તો તેમને પશ્ચિમ પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

ખનિજ ચોરી કરતા ઈસમોએ પણ અધિકારીઓને મૂંઝવણમાં મૂકી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. જે ટેકનિક અધિકારી ખનિજ ચોરો સામે અપનાવતા હતા તે ટેકનિક નો ભોગ ખુદ અધિકારી બની ગયા છે. બનાસકાંઠામાં આવેલી નદીઓમાંથી રેતી ચોરી સહિત જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવા એક તરફ અધિકારી કડક વલણ દાખવી રહ્યાની વાતો કરી રહ્યા છે. એક તરફ અધિકારીએ ખાણકામ સાથે સંકળાયેલા વાહનો પર GPS લગાવવા સુચના આપી તો બેફામ બનેલા ખનીજ માફિયાઓએ સહેજ પણ ગભરાયા વિના જ ખુદ ખાણ ખનીજ વિભાગના અધિકારીની સરકારી ગાડીમાં જ GPS લગાવી દીધું. 

જાણો કેવી રીતે ખબર પડી કે કારમાં GPS છે ? 
ગત 12 ડિસેમ્બરે અધિકારીની ગાડીનો ડ્રાઇવર ગાડી સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને ડીઝલ ટેન્ક પર કોઈ ડિવાઇસ લાગેલું જોવા મળતા ત્યાં ડિવાઇસ લઈ અધિકારી પાસે પહોંચ્યા હતા. જોકે આ ડિવાઇસ GPS ડિવાઇસ હોવાનું સામે આવતા જ હડકંપ મચી ગયો છે. આ તરફ હવે અધિકારીની ગાડી પર લાગેલું આ GPS ડિવાઇસ ભૂમાફિયાઓને કોઈપણ પ્રકારનો ભય જ ન રહ્યો હોય તેની સાબિતી આપી રહ્યું છે.

પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ 
આ તરફ આ GPS ડિવાઇસ લગાવ્યાની જાણ હવે ખાણ ખનીજ વિભાગને થતા ખાણ ખનીજ વિભાગે GPS ડિવાઇસ કાઢી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ તો નોંધાવી છે. આ તરફ હવે આ GPS ડિવાઇસ કોને લગાવ્યું ? છેલ્લા કેટલા સમયથી લાગેલું હતું અને અત્યાર સુધી આ ડિવાઇસના કારણે ભૂ માફિયાઓને કેટલો ખુલ્લોદોર મળ્યો અને કેટલી ખનીજ ચોરી થઈ છે ? તે તપાસનો વિષય છે. 

નોંધનિય છે કે, Whatsapp ગ્રુપો દ્વારા ખાણ ખનીજના વાહનોની રેકી કરી ખનીજ ચોરી થતાની ફરિયાદો તો અનેક ઊઠી પરંતુ આ અધિકારીની ગાડી પર લાગેલા GPSએ જિલ્લામાં ચારે કોર ચર્ચાનો દોર ઉભો કર્યો છે. ત્યારે વહેલી તકે ખાણ ખનીજ વિભાગ જાગે અને આવા બેફામ બનેલા ભૂમાફિયા સામે કડકમાં કડક ભગલા ભરે તેવી પણ માંગ જિલ્લા વાસીઓમાં ઊઠેલી જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ