બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Minerals are essential to keep the body strong and healthy for a long time

તમારા કામનું / શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે વિટામિન જ નહીં આ મિનરલ્સ પણ છે જરૂરી, સહેજ લાપરવાહીમાં બીમારીઓથી ઘેરાઈ જાય છે શરીર

Pooja Khunti

Last Updated: 02:19 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Minerals: શરીરને મજબૂત અને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે વિટામિનની સાથે-સાથે મિનરલ્સ પણ જરૂરી છે. મિનરલ્સ શરીરનાં હાડકાંને મજબૂત, મગજને સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જાણો શરીર માટે કયા મિનરલ્સ જરૂરી.

  • મિનરલ્સની ઉણપનાં કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી બને 
  • આયર્ન હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે
  • હ્રદયને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમ મદદ કરે છે

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિનની સાથે મિનરલ્સનું સેવન પણ કરવું જોઈએ. મિનરલ્સની ઉણપનાં કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. શરીરનાં દરેક ભાગની કામગીરી માટે મિનરલ્સ ખૂબજ જરૂરી છે. 

ઝીંક 
આ એક એવું મિનરલ્સ છે જેની ઉણપનાં કારણે રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર થઈ શકે. શરીરને મજબૂત બનાવવા અને સંક્રમણથી બચાવવા માટે ઝીંક ખૂબજ જરૂરી છે. ઝીંકની ઉણપનાં કારણે શરીરની નવી કોશિકાઓનું નિર્માણ ઓછું થવા લાગે છે. આ સ્થિતિમાં, રોગપ્રતિકારક ક્ષમતા પર સૌથી વધુ અસર પડે છે. ઝીંકની ઉણપનાં કારણે વાળ જલ્દીથી ખરવા લાગે છે. 

આયર્ન 
શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે આયર્નની પૂરતી માત્રા લેવી જોઈએ. આયર્ન હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે. આ કારણે તમામ કોશિકાઓને ઑક્સીજન સરખી રીતે પૂરું પાડવામાં આવે છે. આયર્નની ઉણપનાં કારણે હિમોગ્લોબિનનું સ્તર ઓછું થઈ જાય છે. એનીમિયા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે. 

કેલ્શિયમ 
હાડકાંને મજબૂત બનાવવા માટે સૌથી જરૂરી કેલ્શિયમ હોય છે. કેલ્શિયમનું કામ સૂચનાઓને મગજથી શરીરનાં અન્ય ભાગો સુધી પહોંચાડવાનું છે. જે લોકોનાં શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય છે તેમનાં હાડકાંનાં વિકાસ પર ખરાબ અસર જોવા મળે છે. મગજ માટે કેલ્શિયમ ખૂબજ જરૂરી છે. કેલ્શિયમની ઉણપનાં કારણે દાંતની સમસ્યાઓ જોવા મળે છે. 

પોટેશિયમ 
હ્રદયને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમ મદદ કરે છે. આ મિનરલ્સ પાચન તંત્રને મજબૂત બનાવે અને પેટને સ્વસ્થ રાખે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાં માટે પોટેશિયમ યુક્ત આહાર લેવો જોઈએ. આ શરીરનાં સર્વાંગી વિકાસ માટે ખૂબજ જરૂરી છે. 

મેગ્નેશિયમ 
હાડકાંને મજબૂત રાખવા અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મેગ્નેશિયમ ખૂબજ જરૂરી હોય છે. મેગ્નેશિયમ શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે મેગ્નેશિયમ જરૂરી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ