બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Millions of people hit the road in Pakistan, demand to go to India from Kargil highway, know what is the controversy

વિદ્રોહ / અમે ભારત જઈશું...: પાકિસ્તાનમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા, કારગિલ હાઇવેથી ભારત જવા કરી રહ્યા છે માંગ, જાણો શું છે વિવાદ

Megha

Last Updated: 12:56 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gilgit Baltistan Protest: પાકિસ્તાનના ગિલગિત-બાલ્ટિસ્તાનમાં વિરોધના નામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 'કારગિર ચલો ' જેવા નારા જોરથી છે. સાથે જ ભારતમાં વિલીનીકરણની માંગ કરવા લાગ્યા છે.

  • ગિલગિત-બાલ્ટિસ્તાનમાં આ દિવસોમાં હંગામો ચાલી રહ્યો છે
  • પાકિસ્તાનમાં લાખો લોકોએ કારગિલ હાઇવેથી ભારત જવાની વાત માંગ કરી 
  • પાકિસ્તાની શિયાઓએ પાકિસ્તાની સેના વિરુદ્ધ નારા લગાવ્યા

 

pakistan Gilgit Baltistan Protest: પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિત-બાલ્ટિસ્તાનમાં આ દિવસોમાં હંગામો ચાલી રહ્યો છે. કટ્ટરવાદી સુન્ની સંગઠનો અને પાકિસ્તાની સેનાના દમન સામે લઘુમતી શિયાઓએ બળવો કર્યો છે. પહેલીવાર આ ક્ષેત્રના શિયા સંગઠનો સેના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. ભારતથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા સ્કર્દુમાં શિયા સમુદાયના લોકો ભારત તરફ જતા કારગિલ હાઈવેને ખોલવાની માંગ પર અડગ છે. તેઓ કહે છે કે તેઓ હવે પાકિસ્તાન આર્મી દ્વારા શાસિત ગિલગિત-બાલ્ટિસ્તાનમાં રહેવા માંગતા નથી, તેઓ ભારત જવા માંગે છે.

ભારતમાં વિલીનીકરણની માંગ કરવા લાગ્યા પાકિસ્તાની 
પાકિસ્તાનના ગિલગિત-બાલ્ટિસ્તાનમાં વિરોધના નામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 'કારગિર ચલો ' જેવા નારા જોરથી છે. જે રીતે વિરોધના નામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યાં પરિસ્થિતિ ગમે ત્યારે ગંભીર બની શકે છે. સવાલ એ થશે કે પાકિસ્તાન જેવા દેશના ભાગમાં શું થયું કે ત્યાંના લોકો ભારતમાં ભળવાની વાત કરી રહ્યા છે. જવાબ છે એક શિયા ધાર્મિક નેતાની ધરપકડ અને તેને પાકિસ્તાનના પ્રવર્તમાન ઈશનિંદા કાયદા હેઠળ મળેલી સજા. શિયા મૌલવીની ધરપકડથી ગિલગિતના સ્થાનિક લોકો ભારે નારાજ છે, જેને જોતા સ્થાનિક નેતાઓએ પાકિસ્તાની વહીવટીતંત્રને ગૃહ યુદ્ધની ચેતવણી આપી છે. તે જ સમયે કેટલાક લોકો એવા છે જેઓ ખુલ્લેઆમ ભારતમાં વિલીનીકરણની માંગ કરવા લાગ્યા છે.

જણાવી દઈએ કે મૌલવી આગા બકીર અલ-હુસૈની જેઓ શિયા સમુદાયના છે, તેમની વિરુદ્ધ ધાર્મિક મેળાવડામાં ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં મૌલવીની અટકાયત કરવામાં આવી હતી. એ પછીથી સ્કર્દુના શિયા સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો અને સ્થિતિ હાઈવે જામ સુધી પહોંચી ગઈ હતી.

પાકિસ્તાની સેનાને આતંકવાદી કહ્યા
પાકિસ્તાની શિયાઓએ પાકિસ્તાની સેના વિરુદ્ધ નારા લગાવ્યા  અને કહ્યું કે આ આતંકવાદ પાછળ 'યુનિફોર્મ' છે. ગિલગિત-બાલ્ટિસ્તાનના શિયાઓનો આરોપ છે કે પાકિસ્તાન આર્મી 1947થી શિયાઓને અહીંથી ભગાડી રહી છે અને સેનાએ અહીં સુન્ની વસ્તીને ફરીથી વસાવી. એક સમયે શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં હવે શિયાઓ લઘુમતી બની ગયા છે. 

સ્થિતિ એટલી બગડી છે કે સેના પણ શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જવામાં અચકાય છે. કલમ 144 લાગુ કરવા છતાં, શિયા સંગઠનો દ્વારા સ્કર્દુ, હુન્ઝા, દિયામીર અને ચિલાસમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ