બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Milk..Snake..Rose flower.. If you dream of these things, there will be rain of money, along with success, fame and reputation.

સ્વપ્ન શાસ્ત્ર / દુધ..સાપ..ગુલાબનું ફુલ.. જો આ વસ્તુઓના સપના આવે છે તો થશે પૈસાનો વરસાદ, સાથે સાથે સફળતા, કીર્તિ અને પ્રતિષ્ઠા મળશે

Pravin Joshi

Last Updated: 02:06 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે સપના ધનની પ્રાપ્તિ દર્શાવે છે. કેટલાક સપના ખૂબ જ શુભ હોય છે. આ સપનાઓનું આવવું જણાવે છે કે તમને ધન લાભ થવાનો છે. આ સાથે આ સપના સફળતા, કીર્તિ અને પ્રતિષ્ઠા લાવે છે.

  • સ્વપ્ન શાસ્ત્ર મુજબ કેટલાક સપના ધનલાભ થવાના સંકેત આપે છે
  • સપના ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓના સંકેત છે
  • સપનામાં પોતાને વીંટી પહેરેલી જોવા પણ ખૂબ જ શુભ હોય છે

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના વ્યક્તિને ઘણા પૈસા મળવાનો સંકેત આપે છે. આ સપના જણાવે છે કે વ્યક્તિ જલ્દી ધનવાન થવાના છે. ઊંઘમાં સ્વપ્ન જોવું એ કોઈ કારણ વગર નથી. તેના બદલે સપના એ ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓના સંકેત છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે સપના ધનની પ્રાપ્તિ દર્શાવે છે. કેટલાક સપના ખૂબ જ શુભ હોય છે. આ સપનાઓનું આવવું જણાવે છે કે તમને ધન લાભ થવાનો છે. આ સાથે આ સપના સફળતા, કીર્તિ અને પ્રતિષ્ઠા લાવે છે. એવું કહી શકાય કે આ સપના આવવાથી તમારું નસીબ ખુલી શકે છે. તો આવો આ વસ્તુઓ પર કરીએ એક નજર...

Topic | VTV Gujarati

દૂધથી સ્નાન 

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાને દૂધથી સ્નાન કરતો જુએ તો તે ખૂબ જ શુભ હોય છે. આ સપના જણાવે છે કે તમને કોઈ મોટું પદ, પ્રતિષ્ઠા મળવા જઈ રહી છે. તમારું જીવન ધન અને સમૃદ્ધિથી ભરેલું રહેવાનું છે.

ન્હાવાના પાણીમાં મિક્સ કરો આ એક ચીજ, ફાયદા જાણીને અચંબિત થઇ જશો | Benefits  of milk bath daily

પોતાને વીંટી પહેરેલી જોવા 

સપનામાં પોતાને વીંટી પહેરેલી જોવા પણ ખૂબ જ શુભ હોય છે. આ સપનું સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે. તમને ધન લાભ થવાનો છે.

તાંબાની વીંટી પહેરવાથી થાય છે આ ચમત્કારિક ફાયદાઓ | how-is-wearing-a-copper- ring-beneficial-for-you

કાનની બુટ્ટી 

જો તમે તમારા સપનામાં કાનની બુટ્ટી જુઓ છો, તો ટૂંક સમયમાં તમને પૈસા મળશે. જો તમે સ્વપ્નમાં તમારી જાતને બુટ્ટી પહેરેલી જુઓ તો પણ તે ખૂબ જ શુભ છે.

સાપ

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમને સપનામાં સાપ દેખાય અથવા બિલની આસપાસ સાપ દેખાય તો તે ખૂબ જ શુભ છે. આ કોઈ ખજાનો મળવાની નિશાની છે, અચાનક ઘણા પૈસા મળવાના છે.

અમીર લોકોમાં થવા લાગશે તમારી ગણતરી, ગુલાબના ફૂલના આ ઉપાય બનાવી દેશે ધનવાન |  to become rich do those rose remedies

ગુલાબનું ફૂલ 

સપનામાં ગુલાબનું ફૂલ જોવું એ દેવી લક્ષ્મીની કૃપાનો સ્પષ્ટ સંકેત છે. લક્ષ્મી માતાને ગુલાબનું ફૂલ ખૂબ જ પ્રિય છે. જે વ્યક્તિ સપનામાં ગુલાબનું ફૂલ જુએ છે તેને જલ્દી જ ઘણા પૈસા મળે છે.

Topic | VTV Gujarati

પોતાને દૂધ પીતા જોવા

સ્વપ્નમાં પોતાને દૂધ પીતા જોવું પણ ખૂબ જ શુભ છે. દૂધનો સંબંધ ચંદ્ર અને માતા લક્ષ્મી સાથે છે, શુક્રવારના દિવસે આ સ્વપ્ન આવે તો લોટરી લાગે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ