બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological expert Ambalal Patel's dire forecast regarding rain in Gujarat

મેહુલિયો અનરાધાર / ઍલર્ટ! તાપી-નર્મદામાં પૂર આવે તેવી શક્યતા, આ તારીખોમાં મેઘરાજા ગુજરાત પર કહેર બનીને ત્રાટકશે

Malay

Last Updated: 02:04 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel's Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થશે. ભારે વરસાદના કારણે લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે.

  • વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
  • "25 જૂલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે"
  • 11-12 જૂલાઈએ દરિયાકિનારે પવન ફૂંકાશે: અંબાલાલ પટેલ 

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે. આ વચ્ચે હવે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હજુ પણ વરસાદ થશે.

આ દરમિયાન પડશે ભારેથી અતિભારે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

નર્મદા નદીમાં આવી શકે છે પૂરઃ અંબાલાલ પટેલ  
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે. 

ગુજરાતના 128 તાલુકામાં નોંધાયો વરસાદ 
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો 6 કલાકમાં ગુજરાતના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધરમપુર અને ભેસાણમાં સવા 6 ઈંચ વરસાદ નોંધાયો છે.  

ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી, આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો  તમારા શહેરમાં પડશે કે નહીં | weather department forecast for rain in Gujarat

વિસાવદરમાં 5.5 ઈંચ વરસાદ 
જ્યારે વિસાવદરમાં 5.5 ઈંચ, ધારીમાં સવા 5 ઈંચ, ખેરગામમાં 4.5 ઈંચ, પારડીમાં 4 ઈંચ, વાપી અને જલાલપોરમાં 3.5 ઈંચ,  મહુવામાં 3.5 ઈંચ અને વલસાડમાં સવા 3 ઈંચ, ચીખલી અને તાલાલામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીમાં પોણા 3 ઈંચ,વાંસદામાં 2.5 ઈંચ, બગસરા અને સિદ્ધપુરમાં સવા 2 ઈંચ, વઘઈ અને મેંદરડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ક્યાં કેટલો વરસાદ?
ધરમપુરમાં સવા 6 ઈંચ વરસાદ
ભેસાણમાં સવા 6 ઈંચ વરસાદ
વિસાવદરમાં 5.5 ઈંચ વરસાદ
ધારીમાં સવા 5 ઈંચ વરસાદ
ખેરગામમાં 4.5 ઈંચ વરસાદ
પારડીમાં 4 ઈંચ વરસાદ
વાપીમાં 3.5 ઈંચ વરસાદ
જલાલપોરમાં 3.5 ઈંચ વરસાદ
મહુવામાં 3.5 ઈંચ વરસાદ
વલસાડમાં સવા 3 ઈંચ વરસાદ
ચીખલીમાં 3 ઈંચ વરસાદ
તાલાલામાં 3 ઈંચ વરસાદ
નવસારીમાં પોણા 3 ઈંચ વરસાદ
વાંસદામાં 2.5 ઈંચ વરસાદ
બગસરામાં સવા 2 ઈંચ વરસાદ
સિદ્ધપુરમાં સવા 2 ઈંચ વરસાદ
વઘઈમાં 2 ઈંચ વરસાદ
મેંદરડામાં 2 ઈંચ વરસાદ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ