બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Meghraja hits Gujarat in full summer, Ambaji gets 4 inches in 1 hour, watch video

સાર્વત્રિક મેઘમહેર / મેઘરાજાએ ભર ઉનાળે ગુજરાતને ઘમરોળ્યું, અંબાજીમાં 1 કલાકમાં 4 ઈંચ ખાબક્યો,આ ગામમા તો પુર આવ્યું, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 06:26 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાનાં યાત્રાધામ અંબાજીમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જામ્યો હતો ત્યારે મિશ્ર ઋતુનાં કારણે તાવ, શરદીનાં કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

  • રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર
  • યાત્રાધામ અંબાજીમાં એક કલાકમાં 4 ઈંચ વરસાદ
  • કચ્છનાં માંડવીમાં પવનનાં કારણે પતરા ઉડ્યા

બનાસકાંઠા જીલ્લામાં અવિરત છેલ્લા ત્રણ દિવસથી વરસી કમોસમી વરસાદ પડી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે યાત્રાધામ અંબાજી સહિત આસપાસનાં દાંતા, રીંછડી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. 

 

રાજકોટમાં ઉપલેટામાં કમોસમી વરસાદ
રાજકોટમાં ઉપલેટામાં બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉપલેટામાં ભારે  પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વાતાવરણમાં બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ઉનાળું પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. તલ, મગ, અડદ, શેરડી, મકાઈ, જુવારને નુકશાનની શક્યતા છે.

 

દ્વારકાના ભાણવડમાં પાકને નુકશાન
દ્વારકાના ભાણવડમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શિવા,કાટકોલા અને સતાપર ગામમાં વરસાદ પડ્યો હતો વરસાદથી ભર ઉનાળે ખેતરના કાઢિયા છલકાયા હતા. કમોસમી વરસાદે ખેડૂતોના પાક પર કહેર વર્તાવ્યો છે.  તલ,બાજરો,મગ જેવા પાકોને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારામં પૂર જેવી સ્થિતિ. રાજપરા ગામમાં વરસાદી પાણીના ધસમસતા વહેણ

પવનના કારણૈ મકાનના ઉડ્યા પતરા 
કચ્છનાં માંડવી નજીકે મોટી ભાડઈ ગામમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા.  ભારે પવન સાથે વરસાદથી ગામમાં નુકશાન થવાની શક્યતા છે. પવનનાં કારણે મકાનનાં પતરા ઉડ્યા હોવાનો પણ બનાવ બન્યો છે.  તેમજ ગામમાં વીજપોલ તેમજ અનેક વૃક્ષ ધરાશાયી થયા છે.

ઇડર અને વડાલીમાં વરસાદની શરૂઆત
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે સાબરકાંઠાના 3 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં પોશીના,ખેડબ્રહ્મા સહિત વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ઇડર અને વડાલીમાં વરસાદની શરૂઆત થઈ હતી. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો.  હવામાન વિભાગની આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો.

જિલ્લાભરમાં છેલ્લા 7 દિવસથી કમોસમી વરસાદથી ખેતીને નુકસાન
અમરેલીનાં ખાંભા અને ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં હનુમાનપુરા, તાલડા, દલડી, રાયડી, પાટી, મોટા સરાકડીયામાં વરસાદ પડ્યો હતો. જીલ્લાભરમાં છેલ્લા 7 દિવસથી કમોસમી વરસાદથી ખેતીને નુકશાન થઈ રહ્યું છે.

આ વિસ્તારમાં કમોસમી કમઠાણની શક્યતા
ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ, ગાંધીનગર તેમજ મહેસાણામાં વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા,બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની શકયતા છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદની શકયતા છે. સુરેન્દ્રનગર, ભાવનગર, ડાંગ, વલસાડ અને ભરૂચમાં વરસાદ વરસે તેવી શકયતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 4 અને 5 મેના રોજ વધુ વરસાદ થવાની શક્યતા છે.  કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઃ હવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણા, દાદરા નગર હવેલી સહિતનાં વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ગુજરાતનાં  સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, મોરબી,  રાજકોટ, અમરેલી તેમજ ભાવનગર સહિતનાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ તેમજ તાપીમાં વરસાદ પડવાની સંભાવના છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ