બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Maulana Rashidi spews venom about Somnath temple: Said girls were going missing

નિવેદન / સોમનાથ મંદિર વિશે મૌલાના રશીદીએ ઝેર ઓંક્યુ: કહ્યું છોકરીઓ થતી હતી ગુમ, ખોટા કામના કારણે થયો હુમલો

Priyakant

Last Updated: 04:04 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદીએ મહેબૂબ ગઝનવીની પ્રશંસા કરી અને 12 જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ મંદિર વિશે વાંધાજનક નિવેદન આપ્યું

  • મૌલાના સાજીદ રશીદીએ સોમનાથ મંદિર વિશે આપ્યું મોટું નિવેદન 
  • સોમનાથ મંદિરમાં થતાં હતા ખોટા કામ: મૌલાના સાજીદ રશીદી
  • છોકરીઓ ત્યાં ગુમ થઈ જતી, ગઝનવીએ સોમનાથ મંદિર તોડ્યું નહોતું: મૌલાના સાજીદ રશીદી

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહે છે. આ વખતે તેણે વિવાદાસ્પદ નિવેદન જ નહીં પરંતુ ઝેર પણ ઓક્યું છે. તેમણે મહેબૂબ ગઝનવીની પ્રશંસા કરી અને 12 જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ મંદિર વિશે વાંધાજનક વાતો કહી છે. મૌલાના સાજીદ રશીદીએ કહ્યું છે કે, સોમનાથ મંદિરમાં ખોટા કામો થતા હતા. છોકરીઓ ત્યાં ગુમ થઈ જતી. ગઝનવીએ સોમનાથ મંદિર તોડ્યું નહોતું, પરંતુ ત્યાં થઈ રહેલા અન્યાયનો અંત આણ્યો હતો.

ફાઇલ તસવીર 

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ કહ્યું, 'લોકો ગઝનવીને ખરાબ કહે છે. કહેવાય છે કે, ગઝનવીએ સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. જ્યારે ઈતિહાસ એવો છે કે, ત્યાંના લોકોએ તેમને કહ્યું કે, આસ્થાના નામે મંદિરમાં શું થઈ રહ્યું છે ? ત્યાં દેવી-દેવતાઓના નામે શું થઈ રહ્યું છે ?' મૌલાનાએ દાવો કર્યો હતો કે, ગઝનવીએ ગેરરીતિની માહિતી પર મંદિરમાં CID મોકલી હતી.

ગઝનવીએ મંદિરમાં થતા અન્યાયનો અંત લાવ્યો
મૌલાના સાજિદ રશીદીએ કહ્યું કે, ગજનવીને લોકોએ કહ્યું કે, કેવી રીતે સોમનાથ મંદિરમાં છોકરીઓને ગુમ કરવામાં આવે છે. તે પછી પણ ગઝનવીએ સીઆઈડીને ત્યાં તપાસ કરાવવા મોકલી અને જ્યારે ખબર પડી કે ખરેખર આવું થઈ રહ્યું છે, તો પણ તે મંદિરમાં પ્રવેશ્યો નહીં. મંદિર તોડવાનું કામ તેણે કર્યું નથી. ત્યાં જે ખોટી બાબતો થઈ રહી હતી તેને ખતમ કરવાનું કામ તેણે કર્યું.
 
સોમનાથ મંદિરનું મહત્વ
સોમનાથ મંદિરની ગણતરી 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે થાય છે. આ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરમાં આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે, તેને ચંદ્રદેવે જાતે બનાવ્યું હતું. લોકવાયકા મુજબ શ્રી કૃષ્ણએ અહીં પોતાના દેહનો ભોગ આપ્યો હતો. ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે.

ફાઇલ તસવીર 

મહમૂદ ગઝનવી અને સોમનાથ મંદિર વચ્ચે શું સંબંધ  ? 
એવું કહેવાય છે કે, સોમનાથનું મંદિર ખ્રિસ્ત પહેલા બંધાયું હતું. પ્રતિહાર રાજા નાગભટ્ટે 815માં ત્રીજી વખત તેનું પુનઃનિર્માણ કર્યું. 1024 અને 1026માં, અફઘાનિસ્તાનના ગઝનીના સુલતાન મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને તેને લૂંટી લીધું અને મંદિરનો નાશ કર્યો. લગભગ 750 વર્ષ પછી 1783માં અહલ્યાબાઈએ પુણેના પેશ્વા સાથે મળીને ખંડેર મંદિરની નજીક એક અલગ મંદિર બનાવ્યું. મંદિરનું ગર્ભગૃહ જમીનની અંદર બનાવવામાં આવ્યું હતું. મૂળ મંદિરના સ્થળે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નવા મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

અયોધ્યા રામ મંદિરને લઈને પણ વાંધાજનક નિવેદન આપ્યું હતું 
મૌલાના સાજીદ આ પહેલા પણ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. તેમણે રામ મંદિરને લઈને વાંધાજનક નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે,  અમારી આવનારી પેઢીઓ રામ મંદિર તોડીને મસ્જિદ બનાવશે. તેમણે કહ્યું હતું કે 'આજે મુસ્લિમો ચૂપ છે, મારી ભાવિ પેઢી, મારો પુત્ર, મારો પૌત્ર, તેનો પૌત્ર, 50 વર્ષ, 100 વર્ષ પછી જ્યારે ઈતિહાસ તેમની સામે આવશે કે, અમારી મસ્જિદ તોડીને મંદિર બનાવ્યું હતું. તે સમયે મુસ્લિમ શાસક હોઈ શકે, મુસ્લિમ ન્યાયાધીશ અથવા મુસ્લિમ શાસન આવી શકે. શું ફેરબદલ થઈ શકે, કંઈ કહી શકાય નહીં... શું આ મંદિર તોડીને મસ્જિદ નહીં બને ? ચોક્કસ બનાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ