બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / masik shivratri 2023 vrat puja vidhi shubh muhurat offered these things on shivling 2023

Masik Shivratri 2023 / માસિક શિવરાત્રી: આજના દિવસે શિવલિંગ પર આ ચીજો અર્પણ કરવાથી પૂર્ણ થશે તમામ મનોકામના, જાણો પૂજાવિધિ

Manisha Jogi

Last Updated: 09:09 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવી રહ્યું છે. શિવરાત્રીની સાથે સાથે અઘોર ચતુર્દશી પણ છે. આ દિવસે ભગવાન શિવનો ગંગાજળ, દૂધ, દહીં, ઘી અને સાકરથી બનેલ પંચામૃતથી રૂદ્રાભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

  • આજે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવી રહ્યું છે
  • ભગવાન ભોળેનાથ અને માઁ ગૌરીની પૂજા કરવામાં આવે છે
  • ભગવાન શિવનો પંચામૃતથી રૂદ્રાભિષેક કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે

આજે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવી રહ્યું છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન ભોળેનાથ અને માઁ ગૌરીની પૂજા કરવામાં આવે છે. માસિક શિવરાત્રીના દિવસે શિવજી અને માતા પાર્વતીને બિલીપત્ર, ફૂલ, ધૂપ-દીવા, ફળ, ભોગ ધરાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. શિવમંત્રનો જાપ કરવાથી ફળદાયી સાબિત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર માસિક શિવરાત્રીનું વ્રત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમામ કામમાં સફળતા પ્રદાન કરે છે. આજે માસિક શિવરાત્રીની સાથે સાથે અઘોર ચતુર્દશી પણ છે. આ દિવસે ભગવાન શિવનો ગંગાજળ, દૂધ, દહીં, ઘી અને સાકરથી બનેલ પંચામૃતથી રૂદ્રાભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 

માસિક શિવરાત્રી પૂજા વિધિ

  • માસિક શિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો.
  • શિવ મંદિરમાં જઈને અથવા ઘરના પૂજા રૂમમાં શિવલિંગ પર જળ અર્પણ કરો.
  • શિવલિંગ પર ચંદનનો તિલક કરો.
  • શિવલિંગ પર બિલીપત્રના પાન, સફેદ ફૂલ, ધૂપ-દીવા, ફળ, ભાંગ અને ધત્તૂરાનો ભોગ ચઢાવો.
  • આ પછી શિવ મંત્રનો જાપ કરો અને શિવ ચાલીસાનો પાઠ પણ કરો.
  • ભગવાન શિવની આરતી સાથે પૂજા પૂર્ણ કરો.
  • શિવમંત્રનો જાપ કરો અને શિવ ચાલીસાના પાઠ કરો.
  • શિવજીની આરતી કર્યા પછી પૂજા પૂર્ણ થશે.

માસિક શિવરાત્રી 2023 શુભ મુહૂર્ત
તિથિ પ્રારંભ- આજે સવારે 02:21 વાગ્યાથી તિથિનો પ્રારંભ થયો છે. 
તિથિ સમાપ્તિ- 14 સપ્ટેમ્બરના રોજ સવારે 04:48 વાગ્યે સમાપ્તિ
પૂજા મુહૂર્ત- રાત્રે 11:54 વાગ્યાથી સવારે 14 સપ્ટેમ્બરે 12:40 વાગ્યા સુધી
પૂજા માટે કુલ સમય- 46 મિનિટ

 આ શિવમંત્રોનો જાપ કરો
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
ओम नम:शिवाय।
शंकराय नमः ।
ॐ महादेवाय नमः।
ॐ महेश्वराय नमः।
ॐ श्री रुद्राय नमः।
ॐ नील कंठाय नमः।

શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરો
બિલીપત્ર, ભાંગ, ધત્તૂરો, દૂધ, ગંગાજળ, શમીના પાન, દુર્વા

શિવલિંગ પર આ વસ્તુ અર્પણ ના કરવી
શિંદૂર, હળદર, તુલસી, નારિયેળ પાણી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ