બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Maruti, Tata, Mahindra to Launch a Slew of New Electric Vehicles, Including SUVs
Last Updated: 05:06 PM, 27 March 2024
ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. દેશની મોટી ઓટો કંપનીઓ ઘણા નવા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી મોટી કંપનીઓ વિવિધ સેગમેન્ટની માંગને પહોંચી વળવા નવા EV મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઓટોમોબાઈલ સેક્ટર નલિનીકાંતે જણાવ્યું હતું કે કંપની આગામી વર્ષોમાં પાંચ નવા બેટરી ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરશે. તે જાન્યુઆરી 2025થી શરૂ થશે. આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUVs) મહિન્દ્રાના નવીન INGLO પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. અમારું લક્ષ્ય વિવિધ શ્રેણી દ્વારા ગ્રાહકોના વિવિધ સેગમેન્ટને પૂરી કરવાનો છે. આ SUVને લોન્ચ કરવાનો હેતુ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં તેની સ્થિતિ મજબૂત કરવાનો છે. 2027 સુધીમાં અમારા પોર્ટફોલિયોના 20 થી 30 ટકા ઇલેક્ટ્રિક વાહનો હશે.
ADVERTISEMENT

મારુતિ 550 કિમીની રેન્જ સાથે EV લોન્ચ કરશે
ADVERTISEMENT
મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI)ના એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે અમે ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં ભારે રોકાણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે નાણાકીય વર્ષ 2024-25માં 550 કિમીની રેન્જ સાથે EVના સ્વરૂપમાં નવા ડિઝાઈન કરેલા હાઈ-સ્પેક ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન શરૂ કરીશું. આગામી સાત-આઠ વર્ષમાં અમારી પાસે છ ઇલેક્ટ્રિક વાહનો હશે. ભારતીએ કહ્યું કે કાર્બન અને ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો કરવા માટે દેશને હાઈબ્રિડ-ઈલેક્ટ્રિક, CNG, બાયો-CNG, ઈથેનોલ ફ્લેક્સ ફ્યુઅલ વગેરે જેવી ઘણી વધુ ટેક્નોલોજીની જરૂર પડશે. તેમણે કહ્યું કે, અમે આવી તમામ ટેક્નોલોજીઓ પર પણ કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

ADVERTISEMENT
EV નો માર્કેટ શેર 2030 સુધીમાં 20 ટકા થશે
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરુણ ગર્ગે જણાવ્યું હતું કે અમે 2019માં સંપૂર્ણ લોન્ગ-રેન્જ SUV 'Kona' લૉન્ચ કરનાર દેશમાં પ્રથમ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો (OEM) પૈકીના છીએ. ગયા વર્ષે કંપનીએ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV IONIQ 5 રજૂ કરી હતી. ગર્ગે કહ્યું કે ઉદ્યોગના ઘણા અંદાજો અનુસાર, 2030 સુધીમાં ભારતના વાહન બજારમાં EVsનો હિસ્સો લગભગ 20 ટકા સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે ઈલેક્ટ્રિક વાહનો ટૂંક સમયમાં મુખ્ય પ્રવાહનો ભાગ બનશે. કંપની આગામી 10 વર્ષમાં તમિલનાડુમાં રૂ. 26,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણમાં રાજ્યમાં બેટરી એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવાનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT

વધુ વાંચો : કારના એન્જીનથી લઇને ટાયર સુધીના પાર્ટ્સને રાખવા છે સુરક્ષિત? તો ગરમીની સિઝનમાં અપનાવો આ ટિપ્સ
ADVERTISEMENT
ટાટા ઇલેક્ટ્રિક મોડલના વાહનોની સંખ્યા વધારીને 10 કરશે
ટાટા મોટર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની 2026 સુધીમાં તેના ઈલેક્ટ્રિક મોડલની સંખ્યા 10 સુધી લઈ જવાનું લક્ષ્ય રાખે છે. કંપની કર્વ ઇવી અને હેરિયર ઇવી સહિત ચાર વધુ EV મોડલ રજૂ કરવાની યોજના ધરાવે છે. લક્ઝરી વ્હિકલ કંપનીઓ પણ ઈવી સેક્ટરમાં રસ દાખવી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે અમે 2024માં 12 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના બનાવીએ છીએ. આમાંથી ત્રણ નવા બેટરી ઇલેક્ટ્રિક વાહનો (BEVs) હશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.