બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Car Tips Want to keep car parts safe So adopt these tips in the hot season

Car Tips / કારના એન્જીનથી લઇને ટાયર સુધીના પાર્ટ્સને રાખવા છે સુરક્ષિત? તો ગરમીની સિઝનમાં અપનાવો આ ટિપ્સ

Megha

Last Updated: 11:00 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપના કારણે કારની અંદરનું તાપમાન વધી જાય છે અને અંદર બેસવાથી ગરમી લાગે છે. પરંતુ જો તમે ઈચ્છો તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કારના ઈન્ટિરિયરને કૂલ રાખી શકો છો.

ગરમીની શરૂઆત થઇ ચૂકી છે જેના લીધે આપણી રોજબરોજની દિનચર્યામાં પણ ફેરફાર આવી જાય છે. ઘરમાં પંખા, કૂલર અને AC શરૂ થવા લાગે છે, કારમાં પણ લોકો AC ચલાવવાનું શરૂ કરી દે છે. પણ જો કારમાં ગરમીને લઈને સૌથી વધારે તકલીફ કોઈ હોય તો તે છે ગરમીના કારણે કાર પણ ગરમ થઇ જાય છે અને તેમાં બેસવું એ તો ખૂબ મોટી તકલીફ છે.

શું તમારી કારનો કલર નબળો પડી ગયો છે? આ ટિપ્સને અનુસરો, નવી છોડાવી હોય તેવી  ચમક આવી જશે પાછી follow these tips to care your car color for a long time

વધારે તાપના કારણે કારની અંદરનું તાપમાન વધી જાય છે અને અંદર બેસવાથી વધારે ગરમી લાગે છે. પરંતુ જો તમે ઈચ્છો તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કારના ઈન્ટિરિયરને કૂલ રાખી શકો છો. આ ઉપરાંત, તમે ઉનાળાની ઋતુમાં વાહનના ટાયર અને એન્જિનનું પણ ધ્યાન રાખી શકો છો. તો જાણીશું તેના વિશે વિગતવાર...

કારને અંદરથી કેવી રીતે ઠંડી રાખશો?
ગરમીમાં ગાડી અંદરથી વધારે ગરમ થાય છે એટલે ગાડીને અંદરથી ઠંડી રાખવા વિન્ડો પર સન શેડ લગાડી શકો છો. સાથે વિન્ડોશિલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો.

ગરમીમાં હીટના કારણે ગાડીના લેધર સીટને પણ અસર પડી શકે છે. આથી, સીટને ગરમીથી બચાવવા માટે લેધર કંડિશનરનો ઉપયોગ કરી શકો છો અને નિયમિત રીતે લેધર સીટની સફાઈ પણ કરી શકાય છે.

કાર લઈ લીધી પણ પાર્કિંગમાં મૂકી જ રાખો છો? તો ગાડીમાં થઈ શકે છે આ 4 નુકસાન,  જાણો ડિટેલ્સ / Car tips: If you also drive your car less then these four

કારનું એન્જિન ઉનાળામાં વધુ ગરમ થવાથી સમસ્યા સર્જી શકે છે. આથી, કૂલિંગ સીસ્ટમની સાથે કુલેન્ટનું લેવલ પણ સમયાંતરે ચેક કરતા રહેવું અને રેડિયેટરને પણ સાફ કરતા રહેવું. આ સિવાય ટાયરનું એર લેવલ ચોક્કસપણે ચેક કરવું. નહીંતર ઓછી હવાના કારણે ટાયર ફાટી શકે છે.

વધુ વાંચો: મારુતિની આ કારોમાં આવી ટેકનિકલ ખામી, 16 હજાર ગાડીઓ રિકોલ કરવાનો નિર્ણય, ફ્રીમાં થશે સર્વિસ

જો તમે ગરમીમાં ગાડીને તડકામાં ઉભી રાખો છો, તો ગાડીનો કલર પણ આછો થઇ શકે છે અને ધીમે ધીમે કરીને કલર પણ ઉખડી શકે છે. એટલે જ ખાસ કરીને તમારી કારને ગરમીમાં છાયામાં જ ઉભી રાખો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ