બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Mars can prove to be unlucky for people of these 4 zodiac signs there may be ups and downs in life from today
Arohi
Last Updated: 01:12 PM, 13 March 2023
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક 9 ગ્રહ સમય સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. આ ગ્રહ ગોચર અને નક્ષત્ર પરિવર્તનથી ઘણા શુભ-અશુભ સંયોગ બને છે. જે લોકોના જીવન પર અસર કરે છે. આજે વર્ષ 2023નું પહેલું મંગળ ગોચર થયું છે.
13 માર્ચની સવારે મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. મંગળે વૃષભ રાશિથી નિકળીને મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળનું ગોચર અમુક રાશિના લોકોના જીવનમાં મંગળ અને અમુક લોકો માટે અમંગળકારી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આ રાશિના લોકોના જીવનમાં અમંગળ કરી શકે છે મંગળ ગોચર
વૃષભ
મંગળનું ગોચર વૃષભ રાશિ માટે શુભ નહીં કરી શકાય. આ લોકોના ખર્ચ વધશે. વાદ-વિવાદ થઈ શકે છે. સમજી વિચારીને બોલો અને પૈસા ખર્ચ પણ સમજી વિચારીને કરો. નહીં તો મુશ્કેલી આવી શકે છે.
કર્ક
મંગળ રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. ઈચ્છા વગર ટ્રાન્સરફર થઈ શકે છે અથવા કામકાજમાં ફેરફાર થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા, હિંમતમાં કમી અને વૈવાહિત જીવનમાં સ્ટ્રેસ આવી શકે છે. સંભાળીને ખર્ચો કરો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોને મંગળ ગોચર ઘણા પ્રકારની મુશ્કેલીઓ આપી શકે છે. સંબંધમાં ખટાશ આવી શકે છે. નજીકના સગા-સંબંધીઓ સાથે સંબંધ બગડી શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
ધન
ધન રાશિના લોકોને મંગળ ગોચર વૈવાહિક જીવનમાં સ્ટ્રેસ આપી શકે છે. પ્રોફેશનલ લાઈફને જોતા પણ મંગળનું રાશિ ગોચર શુભ નથી. કોઈ સહકર્મી અથવા બોસ સાથે વિવાદ થઈ શકે છે. ગુસ્સાથી બચો. સંભાળીને વાત કરો, નહીં તો નુકસાન ઉઠાવવું પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.