બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Mars began to rotate at full speed, the day also became shorter, the scientists also became confused.

શું બન્યું? / મંગળ ગ્રહ ફૂલ સ્પીડે ઘુમવા લાગ્યો, દિવસ પણ થઈ ગયો નાનો, વૈજ્ઞાનિકોમાં પણ થઈ ગયા હેરાન હેરાન

Vishal Khamar

Last Updated: 11:25 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળના ઝડપી પરિભ્રમણને કારણે ત્યાં દિવસ નાનો થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો પણ એ નથી સમજી શક્યા કે ગ્રહની ગતિ વધવા પાછળનું કારણ શું છે.

  • મંગળ ગ્રહ ખૂબ જ ઝડપથી પરિભ્રમણ કરતા વૈજ્ઞાનિકો ચિંતીત બન્યા
  • અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું ઇનસાઇટ માર્સ લેન્ડરે કેટલોક ડેટા મોકલ્યો
  • મંગળના પરિભ્રમણની ઝડપ દર વર્ષે 4 મિલિઅરસેકંડ વધી રહી છે

મંગળ ખૂબ જ ઝડપથી પરિભ્રમણ કરી રહ્યો છે અને વૈજ્ઞાનિકો પણ નથી જાણતા કે તેનું કારણ શું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું ઇનસાઇટ માર્સ લેન્ડર ડિસેમ્બર 2022માં નિવૃત્ત થશે. નિવૃત્ત થતાં પહેલાં, તેણે પૃથ્વી પર કેટલાક ડેટા મોકલ્યા. આ નવા ડેટાએ ગ્રહના પરિભ્રમણ  વિશે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. એક મેગેઝિનમાં તેની તમામ માહિતી સાથેનો લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે.  લેન્ડરે 'રોટેશન એન્ડ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર એક્સપરિમેન્ટ' (RISE) નામના સાધન વડે ડેટા રેકોર્ડ કર્યો.
મંગળના પરિભ્રમણની ઝડપ દર વર્ષે 4 મિલિઅરસેકંડ વધી રહી છે
RISE એ ગ્રહના પરિભ્રમણના સમયને ટ્રેક કરવા માટે પૃથ્વી પર નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાં અદ્યતન રેડિયો ટેકનોલોજી અને એન્ટેનાનો ઉપયોગ કર્યો. પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું કે મંગળના પરિભ્રમણની ઝડપ દર વર્ષે 4 મિલિઅરસેકંડ વધી રહી છે. જેના કારણે મંગળ પર દિવસનો સમય ઓછો થઈ રહ્યો છે. ત્યારે પરિભ્રમણની ગતિ એકદમ સૂક્ષ્મ છે.  આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો પણ સમજી શકતા નથી કે આ કેવી રીતે થઈ રહ્યું છે.
મંગળ પર ઇનસાઇટ જેવું જિયોફિઝિકલ સ્ટેશન બનાવવાની તૈયારી
દક્ષિણ કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં ઇનસાઇટ લેન્ડરના મુખ્ય તપાસકર્તા બ્રુસ બેનર્ડે મંગળ વિશેની આ માહિતી અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી મંગળ પર ઈનસાઈટ લેન્ડર જેવું જિયોફિઝિકલ સ્ટેશન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  હવે જે પરિણામો આવ્યા છે તે મંગળ પર દાયકાઓથી કરવામાં આવેલ કામને સાર્થક બનાવે છે.  મંગળની વધેલી ગતિએ વૈજ્ઞાનિકોને વિચારવા મજબૂર કરી દીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mars Nasa Space News નાસા મંગળ ગ્રહ World
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ