હવામાન /
હજુ તો ઉનાળો આવ્યો નથી ત્યાં વરસાદ, દેશના આ વિસ્તારોમાં બદલાશે મોસમ, ખેડૂતોની ચિંતા વધી
Team VTV09:20 AM, 24 Feb 22
| Updated: 09:25 AM, 24 Feb 22
દેશના ઘણા બધા રાજ્યોમાં આજે ઝરમર વરસાદ પડી શકે છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં શિમલા અને અન્ય સ્થળો પર વરસાદ રહેશે. ઉપરાંત આવતી કાલે પણ દેશના અમુક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
દેશના અમુક રાજ્યોમાં આજે વરસાદ પડશે
હવામાન વિભાગે શિયાળાના અંતિમ તબક્કામાં કરી મોટી આગાહી
વરસાદ પડવાને કારણે દેશના ઘણા બધા રાજ્યોમાં ઠંડી પણ વધશે
ઉત્તરભારતમાં છેલ્લા કેટલાય દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજે દેશના ઘમા બધા રાજ્યોમાં વરસાદ પડે તેવી સંભવના સેવાઈ રહી છે. જેમા બિહાર, પંજાબ સહિત મોટા ભાગના ઘમા રાજ્યોમાં આજે વાતાવરણમાં બદલાવ આવી શકે છે. અહીયા ઝરમર વરસાદ પડી શકે છે. જેથી ખેડૂતોની ચીંતા વધી છે.
દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ
આ સિવાય પશ્ચિમ હિમાલય પર હિમવર્ષા થઈ શકે છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે. હવામાન વિભાગના આગાહી અનુસાર દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. અહિયા ઓછામાં ઓછું 14 ડિગ્રી તાપમાન રહેશે અને વધુમાં વધુ આજે અહીયા 27 ડિગ્રી તાપમાન રહેશે અને બે દિવસ અહીયા વરસાદ રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
દહેરાદૂન અને જયપુરમાં પણ વાદળછાયું વાતાવરણ
ભોપાલમાં પણ તાપમાન ઓછામાં ઓછું 14 ડિગ્રી અને વધુમાં વધુ 31 ડિગ્રી રહેશે. જોકે અહીયા વરસાદની શક્યતા નહિવત છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં આજે વાદળ છવાયેલા રહેશે અહીયા ઓછમાં ઓછું તાપમાન 11 ડિગ્રી અને વધુમાં વધુ 24 ડિગ્રી રહેશે. તે સિવાય જયપુરમાં આજે ઓછામાં ઓછું તાપમાન 15 ડિગ્રી અને વધુમાં વધું 27 ડિગ્રી રહેશે. સાથેજ અહિયા પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
લેહમાં તાપમાન -11 પહોચશે
હવામાન વિભાગના કહેવા પ્રંમાણે આજે જંમ્ુમાં વરસાદ પડશે. જ્યા ઓછમાં ઓછું તાપમાન 12 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 18 ડિગ્રી રહેશે. આવનારા દિવસોમાં પણ જમ્મુમાં વરસાદ પડશે અને લેહમાં પણ ઠંડી એટલીજ પડશે અહિયા ન્યૂનતમ તાપમાન -11 ડિગ્રી સુધી પહોચી શકે છે. જેથી સૌથી વધારે ઠંડી પણ અહીયાજ પડશે.
ઘણા બધા રાજ્યોમાં આજે અને કાલે પડશે વરસાદ
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના ઘણા બધા વિસ્તરોમાં આઝે વરસાદ પડી શકે છે. શિમલાનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી રહેશે અને વધુમાં વધુ તાપમાન 16 ડિગ્રી રહેશે. અહીયા આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શિમલામાં 27 ફેબ્રુઆરી સુધી વરસાદ પડવાની સંભવાના છે. મહત્વનું છે કતે આજે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તમ ભારતના અમુક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. તો આવતીકાલે છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં આવતીકાલે વરસાદ પડશે.